એક કરોડની કાર લઇને આ શખ્સ નિકળ્યો સ્ટંટ કરવા, અને અચાનક Mercedesમાં લાગી ભયંકર આગ પછી…જોઇ લો દિલધડક ક્ષણોનો આ વિડીયો

ઓછા સમયમાં પ્રખ્યાત થઈ જવા માટે યુવાનો ઘણીવાર એવા કામ કરી બેસે છે જે તેમના જીવને તો જોખમમાં મુકી જ દે છે સાથે જ અન્યના જીવ પર પણ જોખમ ઊભુ કરી દે છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં 25 વર્ષનો યુવાન પોતાની કરોડોની કીમતની કારને એક સ્ટંટ દરમિયાન સળગાવી બેસે છે. જો કે સદનસીબે આ સ્ટંટ દરમિયાન તેનો અને જોનાર લોકોનો આબાદ બચાવ થયો પરંતુ તેની કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

image source

આ ઘટના છે ઓસ્ટ્રેલિયાની અહીં એક 25 વર્ષીય વ્યક્તિ પોતાની મર્સિડીઝ બેંઝ સાથે દર્શકો વચ્ચે સ્ટંટ કરી રહ્યો હતો. આ સ્ટંટ હતો બર્નઆઉટનો. આ સ્ટંટ કરતી વખતે અચાનક કારમાં ખરેખર આગ લાગી ગઈ અને ત્યાં ઉપસ્થિત લોકો પણ દહેશતમાં પડી ગયા. જો કે સ્ટંટ કરતી વખતે જ્યારે કારએ આગ પકડી લીધી ત્યારે કારમાં સવાર બે લોકો રીતસર કારમાંથી બહાર આવવા મરણીયા પ્રયાસ કરવા લાગ્યા હતા. જો કે સારી વાત એ થઈ કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા બંને વ્યક્તિ કારમાંથી બહાર આવી ગયા.

જો કે તેમના જેટલી ભાગ્યશાળી તેની કાર મર્સિડીઝ એએમજી સી63 ભાગ્યશાળી ન હતી. આ કારના ફૂટેજ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તેના પરથી આ વાત કહી શકાય છે. વીડિયોમાં જોવા મળે છે કે તેઓ ઝટકા સાથે કારને રોકે છે. આ સમયે કાર આગ પકડી લે છે. જે કારને સ્ટંટમાં યુવાનોએ સળગાવી દીધી તે કારની કીમત આશરે 1.2 કરોડ રૂપિયા જેટલી છે.

image source

કાર સળગી ઉઠતાં તુરંત જ આપાતકાલીન કર્મચારીઓને બોલાવવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઈ ચુકી હતી. પોલીસે આ અંગે એક ફેસબુક પોસ્ટ દ્વારા ખુલાસો પણ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ ચેસ્ટર હિલની ગલીઓમાં આગ લગાવી પોતાની કારને નષ્ટ કરી દીધી હતી. આ અંગે ડ્રાઈવરે કહ્યું હતું કે આગ તે સમયે લાગી જ્યારે તે કારને આગળ લઈ જઈ રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં ખબર પડી કે બર્નઆઉટ સમયે આગ લાગી હતી. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ ખતરનાક રીતે અને બેદરકારી સાથે કાર ચલાવવાનો આરોપ લગાવ્યો અને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ