OMG! બરફથી જામી ગયેલા પાણીમાં પડી ગયો iPhone, અને પછી અચાનક જ થયુ કંઇક એવું કે…

શું થાય જયારે એક જ પ્રશ્ન હાલમાં આખી દુનિયાના લોકો દ્વારા પૂછવામાં આવે છે. બરફ થીજી ગયેલ પાણીમાં આપનો સ્માર્ટફોન પડી જાય અને ત્યાર બાદ આપનો ફોન આખી રાત દરમિયાન ત્યાં જ પડી રહે છે. પરંતુ આ વખતે ચમત્કાર થઈ જાય છે. એક વ્યક્તિનો iPhone બરફ થીજી ગયેલ પાણીમાં પડી જાય છે પણ ફોન ખરાબ થતો નથી. ચાલો જાણીએ શું છે આ ઘટનાની હકીકત….

રાતના સમયે પડી ગયો હતો ફોન.

image soucre

આ ઘટના કેનેડામાં આવેલ વિક્ટોરિયામાં બની છે. વિક્ટોરિયામાં રહેતા એક લોકલ વ્યક્તિ રોમન આ વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે, તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રાતના સમયે પુલ પર ઉભા રહીને રોમન ફોટા પાડી રહ્યા હતા. ત્યારે જ અચાનક રોમનના હાથ માંથી તેનો iPhone XS છટકી જાય છે અને નીચેની તરફ બરફ જામી ગયેલ પાણીમાં પડી જાય છે. આ વાત તો સ્પષ્ટ છે જ કે, રાતના સમયે બરફ થઈ ગયેલ પાણીમાં કૂદવું અને ફોન શોધવો શક્ય છે નહી એટલા માટે રોમન નિરાશ થઈ જાય છે અને પોતાના ઘરે ચાલ્યો જાય છે.

સવારના સમયે ઠંડા પાણીમાં કુદી પડે છે રોમન.

વિક્ટોરિયાની સ્થાનિક વેબસાઈટ Victoriabuzzના જણાવ્યા મુજબ રોમન પોતાના iPhone પાછો મળવાની કોઈ આશા તો હતી નહી પરંતુ રોમન સવારના સમયે ફરીથી પુલમાં ઉતરીને છલાંગ લગાવી દે છે. રોમનનું નસીબ એટલું સારું હોય છે કે, જામી ગયેલ પાણીમાં પ્રવેશ કરવાની સાથે જ રોમનને પોતાનો iPhone મળી જાય છે.

iPhone XS બચી જાય છે.

image source

રોમનનું કહેવું છે કે, iPhone XS તેની ઉમ્મીદ કરતા વધારે દમદાર સાબિત થયો છે. એપલ કંપની દ્વારા બનાવવામાં આવતા મોટાભાગના iPhone માત્ર ૩૦ મિનીટ સુધી જ પોતાને પાણીથી બચાવી શકે છે. પરંતુ રોમનનો iPhone XS કલાકો સુધી પાણીમાં રહ્યા પછી પણ ખરાબ થયો નથી.
વોટરપ્રૂફની બાબતે Apple કંપની પર દંડ કરવામાં આવી ગયો છે.

image source

વોટરપ્રૂફની બાબતમાં ભલે રોમનનું નસીબ ઘણું સારું હોય પણ કેટલાક મહિના પહેલા જ વોટરપ્રૂફનો દાવો કરવાની બાબતે Apple કંપની પર કરોડો રૂપિયાનો દંડ લગાવી દેવામાં આવ્યો છે. ઈટલીની એંટી- ટ્રસ્ટ ઓથોરીટી AGCM દ્વારા Apple કંપની પર ૧૦ મિલિયન યુરો (મિલિયન ડોલર) નો દંડ કરવામાં આવ્યો હતો. Apple કંપનીને આ દંડ iPhones ની વોટર રજીસ્ટેન્સ ક્ષમતાને લઈને ભ્રમ કે પછી ખોટા દાવા કરવા માટે દંડ કરવામાં આવ્યો હતો.

image source

એપલ કંપનીના વોટરપ્રૂફ હોવાના દાવાની ટિકા કરતા AGCM દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ દાવા કેટલીક નિશ્ચિત પરિસ્થિતિઓમાં જ સાચા પડ્યા છે. એપલ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેના અલગ અલગ આઈફોન મોડલને ચાર મીટર સુધીની ઊંડાઈમાં ફક્ત ૩૦ મિનિટ સુધી જ વોટર રેજીસ્ટેન્ટ એટલે કે, વોટરપ્રૂફ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ