જલ્સા કરોને જેંતીલાલ

ઓલંપિક્સ રમતોમાં બ્રેક ડાંસનો એક રમત તરીકે સમાવેશ, આ ઉપરાંત પણ બીજી નવી રમતોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે

2024માં પેરિસમાં રમાનાર ઓલમ્પિક્સ ગેમમાં તમને રમત તરીકે જોવા મળશે બ્રેકડાન્સ. જ્યારે સ્કેટ બોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગનો સમાવેશ 2020માં જાપાનમાં રમાનાર ઓલંપિકમાં થવા જઈ રહ્યો છે.


સૂત્રો દ્વારા જાણના મળ્યા મુજબ આંતરરાષ્ટ્રિય ઓલમ્પિક્સ સમીતીએ બ્રેક ડાન્સ, સ્કેટ બોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગને ઓલમ્પિક્સમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. જો કે આ રમતોને ઓલમ્પિકમાં કાયમી સ્થાન નથી મળ્યું. પેરિસમાં 2024માં થનારી ઓલમ્પિક રમતોમાં આ ચાર રમતોની 12 ઇવેન્ટ કરવામાં આવશે. પણ તે પહેલાં સ્કેટ બોર્ડિંગ અને સ્પોર્ટ ક્લાઇમ્બિંગને તો જાપાન ખાતે યોજનારા 2020ની ઓલમ્પિક્સમાં જ સમાવેશ કરવામાં આવી લીધા છે.


પેરિસ ઓલંપિક્સ 2024ની આયેજન સમિતિના અધ્યક્ષ ટોની એસ્ટુંગેટે જણાવ્યું કે તેમને ખુબ જ ખુશી થઈ રહી છે કે ઓલંપિક કમિટિએ તેમના સ્કેટ બોર્ડ, બ્રેક ડાન્સ, સર્ફિંગ અને સ્પોર્ટ ક્લાઇમ્બિંગના પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યા. વધારામાં તેમનું એવું પણ કહેવું હતું કે તેમનો ઇરાદો રમતોને સ્ટેડિયમથી બહાર લઈ જઈને શહેરના કેન્દ્રમાં લઈ જવાનો છે. અને તેઓ તે માટે પેરિસમાં યોગ્ય જગ્યા પણ શોધી રહ્યા છે. પેરિસમાં રમાનાર ઓલંપિક માટે ફ્રાન્સનો રમત વિભાગ 95 ટકા હાજર અથવા અસ્થીર જગ્યાઓનો ઉપયોગ કરશે. તમને જણાવી દઈએ કે ઓલંપિકમાં શામેલ કરવામાં આવેલી આ ચાર રમતનું ભવિષ્ય 2020ની ઓલંપિક પર છે.

આ ચાર રમતના કુલ 248 એથલિટનો અહીં સમાવેશ કરવામાં આવશે. 2024ની ઓલંપિકની રમતમાં કુલ 10,500 એથલિટનો ક્વોટા હશે તેમાં જ આ એથલિટનો સમાવેશ કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે સમર ઓલંપિક્સ કે જે 2018ના ઓક્ટોબરમાં આયોજિત કરવામાં આવ્યી હતી તેમાં પણ બ્રેક ડાન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમર ઓલંપિક્સનું આયોજન આર્જેન્ટિમાં કરવામાં આવ્યું હતું.

બ્રેક ડાન્સને ઓલંપિક્સની રમતોમાં બ્રેક ડાન્સ તરીકે નહીં પણ બ્રેકીંગ તરીકે ઓળખવામા આવે છે. તેને સામાન્ય ભાષામાં સ્ટ્રીટ ડાન્સ પણ કહેવામાં આવે છે. પેરિસમાં રમાનાર ઓલંપિક્સ ગેમમાં સ્ત્રી-પુરુષ બન્નેના 16-16 ડાન્સ એથલિટ્સ ભાગ લેશે. સર્ફિંગ માટે પણ ઓલંપિક્સને પેરિસ બહાર લઈ જવી પડશે. કારણ કે તેના માટે યોગ્ય દરિયાયી મોજાની જરૂર રહેશે જે ખેલાડીઓને સાઉથ-વેસ્ટ ફ્રાન્સમાં જ મળશે.

પેરિસ બાદ 2028ની ઓલંપિક લોસ એન્જેલસમાં રમાવાની છે. જો કે તેના એગ્રીમેન્ટ્સ હજુ બાકી છે. આ ચાર ખેલ કે જેનો સમાવેશ ઓલંપિક્સ ગેમ્સમાં કરવામા આવ્યો છે તેને ઓલંપિક્સ ઓબ્ઝર્વર ઓબ્ઝર્વ કરશે અને ત્યાર બાદ જ તેઓ નક્કી કરશે કે તેને આગળ અવસર આપવો કે નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version