ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ તે અસલી છે કે નકલી, આ બે ટિપ્સથી કરો ઓળખ.

હેલ્થને લઈને હંમેશા સતર્ક રહેનારા લોકો એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ હંમેશા પોતાની પાસે રાખે છે. તે એક પ્રકારનું એવું તેલ છે, જેને તમે ખાવામાં પણ સામેલ કરી શકો છો. એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ એકદમ નેચરલ હોય છે. તેને કોઈ પણ પ્રકારની હીટ કે કેમિકલના ઉપયોગથી તૈયાર કરવામાં નથી આવતા.જો તમે એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ તમારા ખાવામાં શામેલ કરો છો, તો તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદા મળે છે. પરંતુ જો તમને ખબર પડે કે, તમે જે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી રહ્યા છો, તે ઓઈલ ઓઈલ છે જ નહિ, તો તમને કેવું થશે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે, સાચા એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલની તમે કેવી રીતે ઓળખ કરી શકો છો. આ માટે તમારે કોઈ હેલ્થ સેન્ટરમાં જવાની જરૂર નથી, તમે ઘરે બેસીને પણ કરી શકો છો.એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે ફ્રિજમાં રાખ્યા બાદ ઘટ્ટ થઈ જાય છે. તમારા પસંદગીના બ્રાન્ડના એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલના બે-ચાર મોટા ચમચા એક ગ્લાસની બોટલમાં નાખો. તેને 24 કલાક માટે ફ્રિજમાં રાખો, જો તેલ જામી જાય છે, તો તે એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ નથી એ પાક્કુ.આ ઉપરાંત એક ગ્લાસમાં તમારી પસંદગીની બ્રાન્ડનું ઓઈલ ઓઈલ લો. તમારા હાથથી ગ્લાસને ઢાંકી લો. તેના બાદ હાથની ગોળાઈમાં અંદાજે બેથી ત્રણ મિનીટ સુધી ફરાવો, જેનાથી ગ્લાસમાં રહેલું ઓલિવ ઓઈલ હળવું ગરમ થશે. ધ્યાન રાખો ગ્લાસમાં હવા ન જાય. જો તે એકસ્ટ્રા વર્જન ઓલિવ ઓઈલ હશે, તો તે તાજુ ઘાસ, ટામેટા, પાલખ, કે ખાટ્ટી ગંધ આપશે. તો નકલી ઓલિવ ઓઈલ તમને કોઈ પ્રકારની વાસ નહિ આપે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી