જલ્સા કરોને જેંતીલાલ

મોમની 33 વર્ષ જૂની સાડી પહેરીને યામી ગૌતમ ફરી ફેરા, આખરે કેમ આવું કર્યું?

વિકી ડોનર ફિલ્મથી બોલીવુડમાં પોતાનું કરિયર શરૂ કરનારી એક્ટ્રેસ યામી ગૌતમે હાલમાં જ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકના ડાયરેકટર આદિત્ય ધર સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. યામી ગૌતમની હલદી, મહેંદી અને લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લગ્નના આ ફોટામાં યામી ગૌતમનો બ્રાઇડલ લુક ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ચાલો અમે તમને જણાવી દઈએ એ પાછળની હકીકત.

image source

લગ્નની અનાઉસમેન્ટ અને ડિઝાઈનર વેડિંગ આઉટફિટનું સિલેક્શન કર્યા વગર બૉલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ અને ડાયરેકટર આદિત્ય ધરે ખૂબ જ સાદાઈથી લગ્ન કરી લીધા છે. યામી ગૌતમ અને ડાયરેકટર આદિત્ય ધરે હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડીમાં પોતાના ફાર્મહાઉસમાં એક અંતરંગ સમારોહમાં 4 જૂનના રોજ સાત ફેરા લઈ લીધા છે.

image source

યામી ગૌતમ અને આદિત્ય ઘરના લગ્નની ખબર જ્યાં બધા માટે ચર્ચાનો વિષય બની હતી તો યામી ગૌતમનો બ્રાઇડલ લુક પણ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

લગ્નમાં એક્ટ્રેસનો બ્રાઇડલ લુક ખૂબ જ સિમ્પલ પણ સુંદર હતો. એમના આ ગોર્જીયસ લુક પાછળ એક ખાસ કારણ છે અને એ છે કે યામીએ પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે એમને પોતાની માતા અંજલીની 33 વર્ષ જૂની ટ્રેડિશનલ સિલ્ક સાડી પસંદ કરી હતી.

image source

એક્ટ્રેસે પોતાના લગ્નના દિવસે જે વેડિંગ આઉટફિટ પહેર્યું હતું, એ કોઈ ફેમસ ડિઝાઈનર દ્વારા તૈયાર નહોતું કરવામાં આવ્યું. લગ્નના દિવસે યામી ગૌતમે પોતાની માતાની 33 વર્ષ જૂની ક્લાસિક રેડ સાડી પહેરી હતી. ટ્રેડિશનલ સાડીની ચારેબાજુ બોર્ડર પર ગોલ્ડન વર્ક કરેલું હતું.

image source

સાડી ખૂબ જ સિમ્પલ હતી, આ વેડિંગ આઉટફિટનું મુખ્ય આકર્ષણ હતું એનું બ્લાઉઝ. બ્લાઉઝ પર ગોલ્ડન ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું હતું. સાથે યામીએ મેચિંગ રેડ દુપટ્ટો કેરી કર્યો હતો. આ દુપટ્ટો એમની નાનીએ એમને ગિફ્ટ કર્યો હતો. નાની દ્વારા આપવામાં આવેલો આ રેડ દુપટ્ટાથી યામીએ પોતાના બ્રાઇડલ લુકને કમ્પ્લીટ કર્યું.

image source

એટલું જ નહીં યામીએ લગ્નના દિવસે દાદી અને નાની દ્વારા ગિફ્ટમાં અપાયેલી જવેલરી પહેરી હતી. દુલહનનાં રૂપમાં જે જવેલરી પહેરી હતી એમાં એક રીગલ ગોલ્ડ ચોકર સેટ, માંગ ટીક્કો અને ક્લીરે હતા. જેને કોળી અને નારીયેળથી સજાવવામાં આવ્યા હતા.

image source

એમના બ્રાઇડલ લુકમાં અન્ય એક ખાસ જવેલરી હતી, પારંપરિક પહાડી હિમાચલી નથ. જે એમને એમની દાદીએ લગ્નના ગિફ્ટ તરીકે આપી હતી.

image source

યામીના બ્રાઇડલ મેકઅપની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે પોતાનો બ્રાઇડલ મેકઅપ જાતે જ કર્યો હતો. ખૂબ જ સિમ્પલ રીતે મેકઅપ કરીને યામીએ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આઈ લાઈનર, ગાલ પર હળવું બ્લશર અને વેડિંગ સાડી સાથે મેચિંગ રેડ લિપસ્ટિક લગાવીને પોતાનો બ્રાઇડલ મેકઅપ કમ્પ્લીટ કર્યો હતો. એમની બહેન સૂરીલી ગૌતમે એમની હેર સ્ટાઇલ કરી હતી.

image source

ટ્રેડિશનલ બ્રાઇડલ તરીકે યામીના લગ્નના ફોટા ખૂબ જ વાયરલ થયા. સિમ્પલ અને એલીગન્ટ બ્રાઇડલ યામીના ફોટાએ ફેન્સનું દિલ જીતી લીધું. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે એમના લગ્નમાં ફક્ત 18 લોકો જ સામેલ થયા હતા. બન્નેના લગ્ન હિમાચલી રીતરિવાજ પ્રમાણે થયા.

image source

તમને જણાવી દઈએ કે કપલની લવ સ્ટોરી ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન શરૂ થઈ હતી. ઘણા સમય સુધી બન્નેએ પોતાના રીલેશનને દુનિયાથી છુપાવીને રાખ્યા. હવે યામી ગૌતમનું નામ પણ એ સ્ટાર્સના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે જેમને સિક્રેટ લગ્ન કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version