ખોવાઇ ગયા હતા આ વૃદ્ધ વ્યક્તિ, જાણો કેવી રીતે એમના પાલતુ કૂતરાએ શોધી કાઢ્યા, સાથે જાણો કેવી રીતે કરી પોલીસને મદદ

કૂતરાઓ માણસો પ્રત્યે હંમેશા પોતાની વફાદારી દેખાડતા રહે છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સીમા એક વ્યક્તિ ખોવાઈ ગઈ હતી. કોઈને પણ ખબર નહોતી કે તે ક્યાં છે. તેવામાં તેમના પાલતુ કૂતરાએ જ તેમને પોલીસની મદદથી શોધી કાઢ્યા હતા.
પોલીસને દોરીને કૂતરો માલિક પાસે લઈ ગયો

image source

ગયા અઠવાડિયે ન્યૂયોર્ક પોસ્ટમાં છાપવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે ફ્રેડ રેપ નામના 78 વર્ષિય વૃદ્ધ વિષે 27 નવેમ્બરના રોજ તેમની દીકરીએ પેલીસને જણાવ્યું હતું કે તેઓ ક્યાં જતા રહ્યા છે તેની તેણીને કોઈ જ ખબર નથી તેણી પોતાના પિતાને શોધવા મથી રહી હતી. તેણી તેમનો કોન્ટેક્ટ નહોતો કરી શકી. ત્યાર બાદ પોલીસે તેમનું જીપીએસ લોકેશન સર્ચ કર્યું. તો જાણવા મળ્યું કે તે કોઈ જંગલ વિસ્તારમાં છે.

પછી શું થયું ?

image source

પોલીસે તેમનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે ડ્રોનનો ઉપયોગ કર્યો. પણ તેમનો કોઈ જ પત્તો ન મળ્યો. તેમણે બધા જ પ્રસાસ કર્યા પણ પોલીસ તેમને શોધી નહોતી શકતી. બીજી સવારે ઓફ ડ્યૂટી પોલીસ અધિકારી ચાર્લ્સ બ્રૂક્સ તે જ વિસ્તારમાં શિકાર કરવા ગયા હતા. તે દરમિયાન ત્યાં એક કૂતરો આવી પહોંચ્યો હતો. પછી ખબર પડી કે તે કૂતરો ખોવાયેલા વૃદ્ધ વ્યક્તિ ફ્રેડનો પાલતુ કૂતરો પેટી છે. તે તેની સાથે સાથે ચાલવા લાગ્યા. ખૂબ દૂર ગયા બાદ તેમને ફ્રેડ દેખાયા. તેઓ પોતાની કાર પાસે બેઠા હતા. કાર ક્રેશ થઈ ગઈ હતી. માન્ચેસ્ટર પોલિસે આ વાતની જાણકારી પોતાના ફેસબુક અકાઉન્ટ દ્વારા આપી હતી. માન્ચેસ્ટર પોલીસ ચીફ લીસા પાર્કરે જણાવ્યું, ‘આભાર માનવો જોઈએ કે બ્રુક્સ ત્યાં યોગ્ય સમયે હાજર હતા. નહીંતર કોણ જાણે શું થાત.’ પણ વાસ્તવમાં તો પાલતુ કૂતરાએ જ તેના માલિકની ભાળ આપી કહેવાય. જો તે ન હોત તો ફ્રેડ ક્યારેય કોઈને ન મળતા અથવા તો ઘણું મોડું થઈ ગયું હોત.

image source

કૂતરાઓ ખરેખર માણસોને ખૂબ જ વફાદાર હોય છે. તમે ગલીના કોઈ કૂતરાને જો બે ટાઇમ ખાવાનું આપી દો તો તરત જ તમારી પાછળ પૂછડી હલાવીને તમને સમર્પિત થઈ જાય છે. ઘણા બધા સંશોધનો જણાવે છે કે કૂતરા કે પછી અન્ય પાલતુ જાનવર જેમ કે બિલાડી અને ખાસ કરીને તો કૂતરાને પાળવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને એકલતાની લાગણી પણ નથી થતી. સંશોધનો જણાવે છે કે કૂતરાને પાળવાથી વ્યક્તિને હૃદય રોગના હૂમલાનું જોખમ ઘટી જાય છે. કારણ કે કૂતરાને પાળનાર વ્યક્તિએ તેની સાથે થોડી ઘણી શારીરિક પ્રવૃત્તિઓ તો કરવી જ પડે છે જેના કારણે તેમનું શરીર સ્વસ્થ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ