લવિંગ વિસેની આ રોચક માહિતી જરૂર તમને નહિં જ ખબર હોય, જાણો તમે પણ

લવિંગનો ઉપયોગ આપણા સૌના રસોડામાં વર્ષોથી થતો આવ્યો છે.

image source

લવિંગ રસોઈનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તંદુરસ્ત શરીર માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને દાંત, પેઢા, ગળામાં ખરાશ તથા પેટના દુખાવામાં પણ ઈલાજ રૂપે ઉપયોગ લેવાય છે અને આવા જ ગુણોને લીધે લવિંગ લગભગ દરેક ઘરમાં વપરાય છે.

image source

પરંતુ શું તમે એ જાણો છો કે દુનિયામાં લવિંગ વાપરવાનું કયારથી શરુ થયું ? નહિ ને ? ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને લવિંગ વિષે રોચક માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે પહેલા ક્યારેય નહિ જાણ્યું હોય.

image source

એવું કહેવાય છે કે લવિંગનો ઇતિહાસ આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાનો છે. એ સમયે પૂર્વ એશિયાના અમુક દ્વીપો પર લવિંગના વૃક્ષો હતા. જે દ્વીપો પર લવિંગના વૃક્ષો હતા તેમાં ટર્નેડ, ટીડોર દ્વીપનો સમાવેશ થાય છે. આ વૃક્ષોને કારણે અહીં રહેતા સ્થાનિક લોકોને બહુ ફાયદો થયો. તેઓ વૃક્ષો પરથી લવિંગ ઉતારી તેનો વેપાર કરતા અને ખુબ પૈસા કમાતા.

image source

સૌથી જુના લવિંગના વૃક્ષો ઇન્ડોનેશિયા દેશના ટર્નેટ દ્વીપ પર હોવાનું માનવામાં આવે છે. આ દ્વીપ વિષે એવું કહેવાય છે કે અહીં લગભગ દરેક પ્રકારના જીવજંતુઓ જોવા મળે છે. ખાસ વાત તો એ કે અહીં એવા દેડકાઓ પણ અસ્તિત્વ ધરાવે છે જે ઉડી શકે છે. આ દ્વીપની વિશેષ ખાસિયતને કારણે એક અંગ્રેજી વૈજ્ઞાનિક આલ્ફ્રેડ રસેલ વોલેસે ઓગણીસમી સદીમાં અધ્યયન અર્થે આ દ્વિપનો પ્રવાસ ખેડ્યો હતો.

image source

પોતાનો હેતુ સર કરવા માટે તેણે આ દ્વીપને કેટલાક વર્ષો સુધી પોતાનું રહેઠાણ જ બનાવી લીધું અને જયારે તે લંડન પરત ફર્યો ત્યારે તેની પાસે સંશોધન માટે લગભગ સવા લાખ જેટલા સેમ્પલો હતા.

નોંધનીય છે કે આ ટર્નેટ દ્વીપ પર જ્વાળામુખીનો દ્વીપ પણ કહેવાય છે કારણ કે અહીં જ્વાળામુખીઓની ભરમાર છે. તેમ છતાં લોકો અહીં આવે છે.

image source

એવું કહેવાય છે કે લવિંગના વેપારને કારણે જયારે ટર્નેટ અને ટીડોરના શાશકો પાસે ઘણા બધા રૂપિયા એકઠા થઇ ગયા તો તેઓ ઘમંડી બની ગયા પોતાને અન્યથી શક્તિશાળી માનવા લાગ્યા જેથી તેની અંદરો અંદર ઝઘડાઓ અને લડાઈ થવા લાગી. તેમની આ અંદરો અંદરની લડાઈનો ફાયદો અંગ્રેજો એન્ડ ડચ વેપારીઓ લીધો અને ધીમે ધીમે આ દ્વીપો પર કબ્જો જમાવી લીધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ