જલ્સા કરોને જેંતીલાલ

જૂની કારની વધારે કિંમત મેળવવા માટે બે શખ્સોએ 40 હજારના સિક્કા ચોંટાડી દીધા, વીડિયો વાયુવેગે વાયરલ

ક્યારેક ક્યારેક લોકો એવા એવા જુગાડ કરે સામેવાળો ચોંકી જાય અને માથું ખંજવાળતો રહે. એક વાત એ પણ છે કે હંમેશાં એવું જોવામાં આવ્યું છે કે આપણે આપણી જૂની વસ્તુઓને વેચવા માટે ચોખ્ખી કરીને પણ વેચીએ છીએ અને તેને સજાવીએ પણ છીએ કે જેથી તેને ખરીદનાર વ્યક્તિ તેને સારી કિંમત આપી શકે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં જોવા મળ્યું છે. જેમાં બે મિત્રોએ સારી કિંમત મેળવવા માટે તેમની જૂની કાર ઉપર 40 હજારથી પણ વધુ સિક્કા લગાવી દીધા હતા.

image soucre

બન્યું એવું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે એવું જણાવવામાં આવ્યું છે. જેમાં બે મિત્રો તેમની જૂની કાર વેચવા જાય છે અને તેમની કારની ઓછી કિંમત સાંભળીને પરત આવે છે. જે બાદ બંનેને બેંકમાંથી સિક્કા ભરેલી બેગ લઈ જતા જોવા મળ્યા હતા. બંનેએ સાથે મળીને સતત ત્રણ દિવસ ગુંદરની મદદથી કારમાં 40 હજાર સિક્કા ચોંટાડી દીધા હતા. જે બાદ તેની કાર ખૂબ જ આકર્ષક દેખાવા લાગી. કાર પર સિક્કા મૂક્યા પછી બંને ફરી એકવાર પોતાની કાર સાથે શેરીઓમાં ઉતરી ગયા હતા. આ સમય દરમિયાન તેમની આ કારને જોઇને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 5 લાખ 73 હજારથી વધુ લોકો આ જોઇ ચૂક્યા છે. માઈકલ બ્રોખુઇઝ અને માર્ટી સોકોલિન્સ્કી નામના બે લોકોએ સિક્કાઓની મદદથી આ કારને આકર્ષક બનાવી છે. હાલમાં સિક્કા પછી કારની કિંમત $ 500 થી લગભગ 3000સ ડોલર જેટલી વધી ગઈ છે. આ સિવાય વાત કરીએ તો ભારતના લોકો જુગાડમાં સૌથી આગળ પડતાં હોય છે. સોશિયલ મીડિયા પર જુગાડના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આ પહેલાં જુગાડનો એક વાયરલ વીડિયો સામે આવ્યો હતો. જ્યાં એક શખ્સ દારૂની હેરાફેરી કરતો હતો અને સુકા હાલતમાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો. તે બાઇકની ટાંકીની અંદર એક કે બે નહીં પણ 20 બોટલ લઈને જતો હતો.

image source

 

જો કે એ ભાઈનું મિશન પુરુ ન થયું અને પોલીસે અધવચ્ચે જ ઝડપી પાડ્યો હતો. પોલીસે એક શખ્સને પકડ્યો કે જે બાઇકની ટાંકીની અંદર 20 બોટલ દારૂ ભરીને જતો હતો. વાયરલ થતા વીડિયોમાં પોલીસનો જવાન બાઇકની ટાંકીમાંથી લગભગ 15-20 બોટલ દારૂ બહાર કાઢી રહ્યો હોવાનું પણ જોવા મળતું હતું. પોલીસને આ કારનામાની જાણ થતાં જ તેણે બાઇકની સીટ ખોલી અંદર જોયું તો થોડીવાર પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે એક કે બે નહીં પરંતુ 20 જેટલી બોટલ અંદર છૂપાવી રાખી હતી. એ વીડિયો પણ આ કારના વીડિયોને જેમ જ ખુબ વાયરલ થયો હતો અને લોકોના ચર્ચાનો વિષય બની ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version