જૂના ફોનમાંથી તમારો બધો ડેટા ડિલીટ કરવો છે? તો અપનાવો આ સરળ ટ્રિક…

નવો ફોન લેતી વખતે જૂના ફોનમાંથી આ રીતે તમારા ડેટાને કાયમ માટે ડીલીટ કરી દો, ફેક્ટરી રીસેટ બાદ પણ તમારો ડેટા તો તમારા ફોનમાં જ રહે છે , ફોન કોઈને આપતા પહેલાં કેવી રીતે કરશો તમારા ફોનમાંથી તમારો ડેટા ડીલીટ

image source

આજે સ્માર્ટ ફોન લોકો માટે એક અત્યંત મહત્ત્વની વસ્તુ બની ગયો છે. એમાં પણ જ્યારથી સ્માર્ટ ફોને સાદા ફોનની જગ્યા લીધી છે ત્યારથી તે ફોન નહીં રહીને એક તીજોરી કે પછી એક લોકર બની ગયો છે. તમારા સ્માર્ટ ફોનમાં તમે તમારા કુટુંબ સાથેની અંગત તસ્વીરો તેમજ વિડિયો પણ સેવ કરતા હોવ છો આ ઉપરાંત તેમાં તમારા કેટલાક મહત્ત્વના ડેટા પણ હોય છે અને જો તમે સોશિયલ મિડિયા પર પણ એક્ટિવ હોવ તો તેમાં તમારું ફેસબુક અકાઉન્ટ, મેઇલ અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ટીકટોક અકાઉન્ટ, ટ્વીટર અકાઉન્ટ બધું જ રહેલું હોય છે. અને માત્ર આટલુ જ નહીં ઘણા લોકો તો પાતની બેંક ડીટેઇલ્સ પણ પોતાના ફોનમાં સેવ કરતા હોય છે.

image source

આમ તમારો સ્માર્ટ ફોન માત્ર વાતચીતનુ સાધન નહી રહીને એક તીજોરી બની જાય છે જેમાં તમે તમારો મહ્ત્ત્વનો ડેટા સાંચવીને રાખો છો. પણ જ્યારે તમે તમારો ફોન બગડતાં અથવા તો જો તમે ફોનના શોખીન હોવ અને નવો ફોન લેતા હોવ ત્યારે તમે તમારા જૂના ફોનને કાં તો તમારા કોઈ સગાને ભેટ તરીકે આપી દેતા હોવ છો અથવા તો કોઈને વેચી દેતા હોવ છો.

image source

પણ તે કરતાં પહેલાં તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો છો કે તેમાંથી તમે તમારો જરૂરી ડેટા તમારા નવા મોબાઈલમાં ટ્રાન્સફર કરી લો અને ત્યાર બાદ તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરીને તેમાંથી તમારા ડેટાને તમે રીમૂવ કરી દો છો. ફેક્ટરી રીસેટ કરવાથી ફોનમાં દેખીતી રીતે તો તમારો ડેટા રીમૂવ થઈ જાય છે અને ફોન સાવ જ ખાલી થઈ જાય છે. પણ વાસ્તવમાં તેવું નથી.

ફેક્ટરી રીસેટ કરવાથી ફોનનો ડેટા સંપૂર્ણ રીતે ડીલીટ નથી થતો

image source

જો તમને એવું લાગતું હોય કે ફેક્ટરી રીસેટ કરવાથી તમારા ફોનમાં રહેલો તમારો અંગત ડેટા ડીલીટ થઈ જાય છે તો તેવું નથી પણ તે ફોનમાં જ બીજા કોઈ એડ્રેસ પર સેવ થઈ જાય છે. આમ તમે જો તમારો ફોન કેઈને આપી દો કે વેચી દો તો તેવા સંજોગોમાં તમારો ડેટા હજુ પણ જોખમમાં છે તેવું કહી શકાય.

ડેટાને કાયમી ધોરણે રીમૂવ કરવા શું કરવું

image source

તમે તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરતાં હોવ અથવા તો તેને ફોર્મેટ કરતાં હોવ ત્યારે તેમાંથી સંપૂર્ણ પણે તમારો ડેટા ડીલીટ નથી થતો. માટે જ તેની યોગ્ય પ્રોસેસ જાણ્યા વગર કોઈને ફોન વેચવો કે આપવો જોખમી છે. ઇન્ટરનેટ પર કેટલીક એવી એપ્લિકેશન પણ અવેલેબલ છે જે ડિલીટ કરેલો ડેટા રિકવર કરી આપે છે. માટે તમારે તમારા ડેટાને સંપૂર્ણ રીતે ડીલીટ કરવો જ યોગ્ય રહે છે.

પણ અહીં જે પ્રોસેસ અમે જણાવીશું તેનાથી તમારો ડેટા સંપૂર્ણ સુરક્ષિત થઈ જશે અને તમે તમારા ફોનને વેચી પણ શકશો અથવા તો કોઈને ભેટ પણ આપી શકશો.

image source

સૌ પ્રથમ તમારે તેના માટે ગુગલ પ્લે પરથી એક એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી જેનાથી તમે તમારો ડેટા રીમૂવ કરી શકો, ફોનમાં રહેલી જંક ફાઈલ રીમૂવ કરી શકો. પ્લે સ્ટોર પર નોર્ટન ક્લીન કરીને એક જંક રીમૂવલ એપ છે તેને પણ ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમે આ એપ્લિકેશનને રન કરો છો ત્યારે તે તમારા ફોનમાંથી જંક ફાઈલને રીમૂવ કરી દે છે.

ત્યાર બાદ તમારે તે જ એપ્લિકેશનના સેટિંગમાં જઈને તમારા બધા જ એકાઉન્ટ જેમ કે ગુગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિગેરેને પણ તમે રીમૂવ કરી શકો છો.

image source

જ્યારે આ બધા જ અકાઉન્ટ રીમૂવ થઈ જાય, ત્યાર બાદ એક મહત્ત્વના સ્ટેપને તમારે ચોક્કસ અનુસરવું અને તે એ છે કે તમારે તમારા ફોનને ઇનક્રીપ્ટ કરી લેવો. જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોય તો એન્ક્રીપ્શનનો વિકલ્પ તમને તમારા ફોનના સેટિંગમાં મળી શકે છે.

પણ જો તમારો ફોન વધારે જૂનો નહીં હોય તો તમારો ફોન ઓલરેડી એન્ક્રીપ્ટ થયેલો હશે. આ બધું જ કર્યા બાદ હવે તમારે તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરવાનો છે. હવે જ્યારે ફોન ફેક્ટરી રીસેટ થઈ જાય ત્યારે તમારે તમારા ફોનમાં કેટલીક જંકફાઈલ્સ ભરી લેવી. જંક ફાઈલ એટલે કે કેટલાક મૂવીની વિડિયો, સોંગ્સ અથવા તો કોઈ જૂનો ડેટા જે તમારી સાથે સંબંધીત ન હોય. તેને તમારે તમારા ફોનમાં ટ્રાન્સફર કરી લેવાનો છે.

image source

તેનાથી તમારો જે જૂનો ડેટા છે તે ઓવરરાઇટ થઈ જશે. એટલે કે તે ડેટાની જગ્યાએ જંક ફાઈલ્સ આવી જશે જે તમારા માટે જરા પણ મહત્ત્વની નહીં હોય. આમ કરવાથી તમારો મૂળ ડેટા જે હશે તે કોઈના માટે રીકવર કરવો મુશ્કેલ થઈ જશે.

હવે જંક ફાઇલ્સ નાખ્યા બાદ ફરી એકવાર તમારે તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરવો. હવે જો આ સંજોગોમાં તમારો ફોન વેચ્યા બાદ અથવા તો કોઈને આપ્યા બાદ કોઈ તમારો ડેટા રીકવર કરવા જાય તો તેને તેમાં કશું જ નહીં મળે અને જો મળશે તો માત્ર જંક ફાઈલ જ મળશે.

image source

જો હજુ પણ તમે તમારા ફોનને સેફ કરવા માગતા હોવ તો ઉપર જણાવેલી પ્રોસેસને તમારે બે-ત્રણવાર રીપીટ કરવી. તેમ કરવાથી તમારો ડેટા મેળવવા માગતી વ્યક્તિને તેમાં નિષ્ફળતા જ હાથ લાગશે અને તમને ફોન વેચ્યા બાદ તમારો ડેટા ચોરાઈ જવાનો ભય પણ નહીં રહે.

આ એક લેંધી અને થકાવી નાખથી પ્રોસેસ છે પણ જો તમારે તમારો ડેટા સિક્યોર અને સેફ રાખવો હોય તો તમારે આ પ્રોસેસ ચોક્કસ કરવી જોઈએ. ત્યાર બાદ તમે નિશ્ચિંત થઈને તમારો ફોન કોઈને આપી શકો છો અથવા વેચી પણ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ