પહેલા જોઇ લો વિડીયો, અને પછી આ રીતે કોઇ પણ જાતની સિલાઇ વગર ફાટલા અને પડી રહેલા જીન્સમાંથી બનાવો ફેન્સી બેગ

જૂની પડેલી જીન્સમાંથી બનાવો એક ફેન્સી કોલેજ બેગ.

દોસ્તો, આપણાં રોજીંદા જીવનમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણાં માટે કચરો હોય છે જ્યારે બીજાં લોકો માટે ઉપયોગી વસ્તુઓ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો જુગાડ આપણે ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ. ભારતીય ગૃહિણીઓ આ બાબતે સૌથી વધુ હોંશિયાર છે. પોતાનાં ઘરવપરાશની નકામી વસ્તુઓનો સદઉપયોગ કઈ રીતે કરવો એ ભારતીય ગૃહિણીઓ સારી રીતે જાણે છે.

image source

આજે અમે તમારાં માટે એક એવો જ વીડિયો લઈને આવ્યાં છીએ જેમાં એક વેસ્ટ વસ્તુને કઈ રીતે બેસ્ટ અને ઉપયોગી બનાવવી એ ખૂબ સારી રીતે દર્શાવ્યું છે.

image source

જીન્સ કાપડની શોધ હકીકતમાં અમેરિકન મજૂરો માટે થઈ હતી પણ ધીરે-ધીરે પોતાનાં રફ એન્ડ ટફ ઉપયોગ અને સ્ટાઈલિશ લૂકનાં લીધે જીન્સ વિશ્વભરનાં લોકોની પહેલી પસંદ બની ગયું, ખાસ કરીને બાળકો અને યુવાઓની.

image source

આ જીન્સ પેન્ટની ખાસિયત છે કે એનો ગમે તેટલો યુઝ કરો એ ઘસાઈ ખરાં પણ જલ્દી ફાટતા નથી. આવાં જ જીન્સ તમારાં ઘરે પણ પડ્યાં હશે જેનો હવે કોઈ ઉપયોગ નહીં હોય. કાં તો એ ઘસાઈ ગયાં હશે કાં તો ટ્રેન્ડમાં નહીં હોય. તો ચિંતા ના કરશો, અમે તમને આ જીન્સનો એક એવો ગજબનો ઉપયોગ આ વીડિયોમાં બતાવી રહ્યાં છીએ જે જોઈને તમે બોલી ઉઠશો વાહ આ તો કમાલની ચીજ છે.

તમે વીડિયોમાં જોશો કે એક જીન્સ જે તમારાં ઘરમાં નકામી જગ્યા રોકી રહ્યું હોય એને લેવાનું છે. આ જીન્સની સાઈઝ તમે ગમે તે લઈ શકો છો. ત્યારબાદ જીન્સનાં સાથળનાં ભાગ, પોકેટ અને વધારાનાં અમુક ટુકડાઓને તબક્કાવાર એકબીજા સાથે જોડીને એક ટીકાઉ અને સુંદર બેગ બનવાઈ છે.

image source

વીડિયોમાં હોટ ગ્લુનો ઉપયોગ કર્યો છે, જે તમને આસાનીથી સ્ટેશનરી શોપ ઉપર મળી જશે. જો એનો ઉપયોગ ના કરવો હોય તો તમે એ જગ્યાએ સિવણ મશીનનો પણ ઉપયોગ કરી શકો છો એવું વીડિયોમાં કહેવાયું છે.

જીન્સમાંથી ખૂબ ઝડપથી અને આસાનીથી તૈયાર થતી ટ્રેન્ડી અને ફેન્સી કોલેજીયન બેગનો વીડિયો જોતાં જ તમે બોલી પડશો “વાહ ક્યા બાત હૈ.!

તો અત્યારે જ આ વીડિયો ધ્યાનથી જોવો અને તમારાં અન્ય જુગાડુ દોસ્તો સાથે શેર કરો. જો ઘરે જૂનું જીન્સ પડ્યું હોય તો આ નવરાશના સમયમાં લાગી જાઓ કામે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ