આ દેશમાં વૃદ્ધો ઘરે રહેવા કરતા જેલમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ જાણશો તો ચોંકી જશો તમે પણ

માણસનું એવું જ હોય છે કે એક સમયે જ્યારે એ બાળક હોય ત્યારે અને જ્યારે એ વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય ત્યારે તેની પાસે સમય જ સમય હોય છે.

image source

ત્યાં સુધી કે તેને સમય પસાર કરવા માટેના વિકલ્પો શોધવા પડે છે. ક્યારેક અન્ય મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે મુલાકાત, ક્યારેક નાના બાળકો સાથે બાળક થઈને રમવું તો ક્યારેક બાગ બગીચામાં ફરવું આ બધી એવી પ્રવૃતિઓ છે જે મોટાભાગના વયસ્ક વ્યક્તિઓનું રૂટિન હોય છે.

જો તેઓ આમ ન કરે તો તેમનો સમય એકલતામાં જ વીતે અને એ તેમના માટે અને પરિવાર બન્ને માટે કંટાળાજનક અને લાંબાગાળે નુકશાન કારક સાબિત થઈને જ રહે છે.

image source

આપણી આસપાસના વયસ્ક વ્યક્તિઓના રૂટિનની વાત તો આપણે કરી પરંતુ વિશ્વમાં એક દેશ એવો પણ છે જયાંના વૃદ્ધો આરામ અને સુખ મેળવવા ગુન્હાખોરી કરે છે. તમને જાણીને એમ થશે કે આ તે વળી જીવનની ઢળતી સંધ્યાએ જાપાનના વૃદ્ધોને એવું તે વળી શું સુજ્યું કે આ ઉંમરે ગુન્હાખોરી કરી રહ્યા છે ?

તો તમને જણાવી દઈએ કે જાપાનના વૃદ્ધોનું ગુન્હાખોરી કરી જેલમાં જવા પાછળ પણ એક ખાસ હેતુ છે. શું છે હેતુ આવો જરા જાણીએ.

image source

જાપાન એક એવો દેશ છે જ્યાં વિશ્વમાં ક્યાંય જોવા સાંભળવા ન મળે તેવું જાપાનમાં જોવા સાંભળવા મળે અને એ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. આ જ જાપાનમાં એક જેલ એવી જ્યાં વયસ્ક કેદીઓ માટે ખાવું – પીવું અને મેડિકલની સુવિધા બિલકુલ મફત છે. એટલું જ નહીં આ જેલમાં વયસ્ક વ્યક્તિઓને એટલી આઝાદી હોય છે કે તેને અહીં જેલમાં કેદ હોય તેવો અનુભવ જ નથી થતો.

image source

આના કારણે હવે પોતાના પરિવારો દ્વારા ઉપેક્ષા પામેલા વૃદ્ધો કોઈને કોઈ ગુન્હાખોરી કરી આ જેલમાં કેદ થઈ જાય છે. અહીં માંડ માંડ ચાલી શકતા હોય એવા વૃદ્ધો પણ કેદી તરીકે છે. વળી, જેલકર્મીઓ પણ વૃદ્ધોને ડાઈપર બદલવાથી લઈને જમવાનું ખાસ ધ્યાન રાખે છે.

જેલના છેલ્લા 20 વર્ષના આંકડાઓના અધ્યયન બાદ જાણવા મળ્યું કે જેલમાં 65 વર્ષથી વધુ વય ધરાવતા કેદીઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે.

image source

ઉલ્લેખનીય છે કે વર્ષ 1997 માં દર 20 અપરાધીઓ પૈકી એક અપરાધી 65 વર્ષ કે એથી વધુ ઉંમરનો હતો પણ હવે આ જેલમાં દર 5 અપરાધીએ એક અપરાધી ઉંમરલાયક એટલે કે 65 વર્ષ કે તેથી વધુની ઉંમરનો છે.

એ પણ જાણવા જેવું છે કે જાપાનની વસ્તી.અંદાજીત 12.68 કરોડ છે જેમાં 65 વર્ષથી મોટી વયના વ્યક્તિઓની સંખ્યા અંદાજીત સાડા ત્રણ કરોડ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ