આ આઇલેન્ડ પર મહિલાઓને જવા પર છે પ્રતિબંધ, જાણો કેમ

આપણે સૌ જાણીએ છીએ કે જાપાન એક એવો દેશ છે જે પોતાની અલગ અલગ શોધ, ખોરાક, અને પરંપરાને કારણે વિશ્વના મોટાભાગના દેશોથી અલગ પડે છે.

image source

અને એવું પણ નથી કે જાપાન હજુ પોતાની બધી જુનવાણી પરંપરાને પકડી રાખીને બેઠું હોય બુલેટ ટ્રેનથી મંદીને એવી અનેક શોધખોળ એવી છે જે આધુનિક સમયની છે અને આ શોધખોળોમાં જાપાને વિશ્વને પાછળ છોડી હરણફાળ ભરી છે. તેમ છતાં જાપાનમાં એવા કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજુ થોડી જૂની પરંપરા અને રિવાજોને અગ્રતા આપવામાં આવે છે.

દાખલા તરીકે જાપાનમાં આવેલો ઓકીનોસીમા ટાપુ. આ ઓકીનોસીમા ટાપુની વિશેષતા એ છે કે અહીં મહિલાઓને પ્રવેશવા પાર સંપૂર્ણ પ્રતિબંધિત છે વળી પુરુષોને આવવા પર પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેને પાલન કરવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

image source

યુનેસ્કોએ આ ટાપુને વૈશ્વિક વારસો જાહેર કર્યો છે

જાપાનના આ ઓકીનોસીમા ટાપુને ઇન્ટરનેશનલ સંસ્થા યુનેસ્કોએ વિશ્વના ખાસ વરસાઓમાં સ્થાન આપ્યું છે. 700 વર્ગ મીટરમાં ફેલાયેલા આ ટાપુ વિષે એવું કહેવાય છે કે ચોથી શતાબ્દીથી નવમી શતાબ્દી સુધી આ આ ટાપુ ચીન અને કોરિયાના દ્વીપો વચ્ચે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતો.

image source

એ સિવાય સ્થાનિક પ્રજામાં આ ટાપુને ધાર્મિક રીતે પણ પવિત્ર માનવામાં આવે છે. જુના સમયથી અહીં મહિલાઓને ન આવવાની જે પરંપરા હતી એ જ પરંપરા આજના સમયમાં પણ જાળવી રાખવામાં આવી છે.

image source

પુરુષો માટે પણ છે કડક નિયમો

આ ઓકીનોસીમા ટાપુ પર મહિલાઓના આવવા પર તો પ્રતિબંધ છે જ પરંતુ પુરુષોને પણ જો આ ટાપુ પાર આવવું હોય તો તેના માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમ કે અહીં આવનાર પુરુષોએ પોતાની ટાપુની યાત્રા ગુપ્ત રીતે કરવાની હોય છે અને તે અંગે કોઈને કહ્યા વિના જ અહીં પહોંચી જવું જરૂરી છે.

image source

એ સિવાય પુરુષોએ અહીં આવતા સમયે પોતાની સાથે કોઈ ચીજ વસ્તુસાથે લઇ આવનાની પણ ચોખ્ખી મનાઈ કરવામાં આવે છે અને અહીંથી કોઈ વસ્તુ લઇ જવા પર પણ પ્રતિબંધ છે. અહીં વર્ષમાં લગભગ 200 જેટલા પુરુષોને જ પ્રવેશ માટે પરવાનગી આપવામાં આવે છે.

image source

ટાપુ પર પ્રાચીન મંદિર પણ છે

આ ઓકીનોસીમા ટાપુ પર મુનાકાતા તાઈશા ઓકીત્સુ પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં સમુદ્રની દેવી ની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે 17 મી શતાબ્દીમાં અહીં દરિયાઈ જહાજોની સુરક્ષા માટે પણ પૂજા કરવામાં આવતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ