ઓઈલ ફ્રી છોલે – બનાવો સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને ..

હેલો ફ્રેન્ડઝ,શુ તમે કલ્પના કરી શકો છો કે તેલ વગર નુ જમવા નુ સ્વાદિષ્ટ બની શકે?  તો મારો જવાબ હશે હા. શુ તમે ડાયેટીંગ કરો છો? તૈલી પદાર્થ ખાવાની મનાઈ છે? ઘણી એવી વાનગી ઓ છે જેમા તેલ ઉપયોગ ભરપુર માત્રા મા થાય છે એટલે આપણે સૌ તે વાનગી ખાવાનુ  ટાળીએ છીએ.લોકો ની માન્યતા હોય છે કે તેલ વગર બનાવેલી વાનગી સ્વાદિષ્ટ ના હોય  એટલે તેવી વાનગી ખાવાનુ પસંદ નથી કરતા  એમાય પંજાબી વાનગીઓ તો તેલ ઘી અને બટર થી જ બનતી હોય છે, પરંતુ આજે હું તમને એક સંપૂર્ણ ઓઈલ વગર ના પંજાબી છોલે શીખવાડીશ. અને એટલા સ્વાદિષ્ટ બને છે કે તમને જો જણાવવા મા ના આવે તો તમને ખબર જ ના પડે કે આ છોલે બનાવવામાં એક ટીપું તેલ વાપરવા મા નથી આવ્યું. તો ચાલો નોંધી લો સામગ્રી…
@સામગ્રી —
 • * 250ગ્રામ છોલે ચણા (કાબુલી ચણા)
 • *4-5 મિડિયમ સાઈઝ ના ટામેટાં
 • *2 મિડિયમ સાઈઝ ના કાંદા
 • *1 ટેબલસ્પૂન છોલે મસાલો
 • *1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું
 • *1 ટી સ્પૂન ધાણાજીરું
 • *1 ટી સ્પુન લસણ વાટેલુ
 • *1-2 લીલા મરચાં
 • * સ્વાદ અનુસાર મીઠું
 • *1 ટેબલસ્પૂન કસુરી મેથી
 • *  સમારેલી કોથમીર
@ રીત —
1– સૌ પ્રથમ  ચણા ને 8-10 કલાક સુધી 3 ગણુ પાણી ઉમેરીને  ઢાંકણ ઢાંકી ને પલાળી દો .ત્યારબાદ તે  પલળી ને ડબલ સાઇઝ ના થઈ જાય એટલે  તે પલાળેલુ પાણી નિતારી ને તેમા બીજુ પાણી ઉમેરીને તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને પ્રેશરકુકર મા 4-5 વ્હીસલ વગાડી ને બાફી લો. 
2– ત્યાર બાદ ટામેટાં, કાંદા, ને મોટા ટુકડા કરીને લો, અને તેને નાના કૂકર મા લઇ તેમા છોલે મસાલો, લાલ મરચું, લસણ ની પેસ્ટ, હળદર, ધાણાજીરું ,લીલા મરચાં ના ટુકડા અને 1/2 ગ્લાસ પાણી નાખી ને 3 વ્હીસલ વગાડી ને બાફી લો. 3– ત્યાર બાદ કુકર ઠંડું પડે એટલે બાફેલા ટામેટાં ને કાંદા મા બ્લેનડર ફેરવી ને ગ્રેવી ને એકરસ અને સ્મુધ ગ્રાઈન્ડ કરી લો. 
4– ત્યાર બાદ આ તૈયાર કરેલી  ગ્રેવી ને એક પેન મા લઇ લો અને તેને ગેસ પર ઉકળવા મૂકો .
5– ગ્રેવી ઉકળે એટલે તેમાં બાફેલા છોલે ઉમેરો અને તેને ઢાંકણ ઢાંકી ને 8-10 મિનિટ સુધી ઉકળવા દો. મસાલો અને ગ્રેવી છોલે એકરસ થઇ જાય અને તેની સોડમ આવે એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરી લો. 
6– ત્યાર ફ્રેશ ક્રીમ અને કસુરી મેથી ઉમેરો અને તેને મિકસ કરી લો પીરસતી વખતે કોથમીર અને કસુરી મેથી ભભરાવીને ગારનીશ કરી ને ગરમા ગરમ કુલચા, પરાઠા કે નાન,રોટી સાથે પીરસી દો .
*ટીપ — 
છેને એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી? આવી જ રીતે તમે પનીર અથવા મિકસ વેજીટેબલ ના શાક પણ બનાવી શકો છો.  તો ચાલો આજ તમે વજન વધવા ની ચિંતા કર્યા વગર આ સ્વાદિષ્ટ પંજાબી છોલે અને હું કરુ બીજી હેલ્ધી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી