OHHH: રશિયામાં એમ.બી.બી.એસનો અભ્યાસ કરતી સુરતની યુવતીને મેન્ટલ હોસ્પિટલમાં કરવી પડી દાખલ, 4 મહિના પહેલા જ…

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તાંડવ મચાવી રહી છે. આવામાં લોકોમાં કોરોના તેમજ વેક્સિનને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સાથે વર્ક ફોર્મ હોમ કરવાથી તેમજ સતત ઘરમાં જ રહેવાથી તેમની અને તેમના પરિવારની લાઈફ સ્ટાઈલ પર અનેક પ્રકારના ચેન્જ જોવા મળી રહ્યા છે. ત્યારે આઈકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે કેટલીક માહિતી શેર કરી છે. સાથે લોકોના સવાલોના જવાબ તેમજ યોગ્ય રસ્તો પણ બતાવ્યો છે. સુરતનાં પોશ વિસ્તારમાં રહેતા વેપારી રમેશ શાહ (નામ બદલ્યું છે) ને બે દિકરી છે. મોટી દિકરી સંજના (નામ બદલ્યું છે) 24 વર્ષની છે. જે રશિયામાં એમ.બી.બી.એસનો અભ્યાસ કરે છે. લોકડાઉન બાદ રશિયામાં જ ફસાઇ ગયેલી સંજના પોતાનાં પરિવાર પાસે આવી શકી નહીં. રશિયામાં એકલી-એકલી સંજનાને કોરોના થઇ જવાનો ડર લાગ્યો. પોતાનાં મમ્મી-પપ્પાને કોરોના થઇ જશે તો? આવા ડર વચ્ચે એ જીવી રહી હતી.

અચાનક લોકોને ઓળખવાનું બંધ થયું

image source

લોકડાઉન દરમિયાન હોરર ફિલ્મો જોઇ પોતાનો સમય પસાર કરતી હતી. ચારેક મહિના પહેલા એણે અચાનક લોકોને ઓળખવાનાં બંધ કરી દીધા. કારણ વિના ચીસો પાડવા માંડી. એલફેલ બોલવા માંડી. એને આવી હાલતમાં જોઇને એનાં મિત્રો ગભરાઇ ગયા. એને રશિયાની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

ડોક્ટરે ઓનલાઇન કાઉન્સેલિંગ કર્યું

image source

કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું હતું એટલે સંજનાનાં માતા-પિતા રશિયા જઇ શકે એમ ન્હોતા. સંજનાને રશિયાથી સુરત લાવી શકાય એમ પણ ન્હોતું. ખૂબ ચિંતાતુર એવા સંજનાનાં માતા-પિતાએ સુરતનાં સાઇકિયાટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સીનો સંપર્ક કર્યો. ડો.મુકુલ ચોક્સીએ રશિયાનાં ડોક્ટર્સ સાથે વાત કરી અને સંજનાનું ઓનલાઇન કાઉન્સેલિંગ કર્યું. સતત ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ બાદ હવે સંજનાને હોસ્પિટલમાંથી રજા મળી છે. ડો.મુકુલ ચોક્સીનાં જણાવ્યા અનુસાર સંજના હવે સ્વસ્થ છે પણ સંપૂર્ણ સાજી થઇ નથી. ધીમે-ધીમે એ સારી થઇ જશે.

મને કોરોના થઇ ગયો તો?

image source

આવા ડર વચ્ચે રશિયામાં અભ્યાસ કરતી સુરતની દિકરીએ લોકોને ઓળખવાનાં બંધ કરી દીધા, ચીસો પાડવા માંડી-આ દિકરી પાગલ થઇ ગઇ, એને રશિયાની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત ઊભી થઇ હતી. સુરતનાં સાઇકિયાટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સીએ રશિયાનાં ડોક્ટર્સ સાથે મળીને આ દિકરીની ઓનલાઇન ટ્રીટમેન્ટ કરતા ત્રણ મહિના બાદ હવે એ સાજી થઇ છે.

image source

કોરોનાને લીધે લોકોનું મનોબળ તૂટી રહ્યું છે. એને મક્કમ કરવા માટે આપણે જાતે પ્રયાસ કરી શકીએ. રેગ્યુલર ફિઝિકલ ફિટનેસ જાળવીએ, એસએમએસ-વી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક (હવે ડબલ માસ્ક), સેનેટાઇઝર અને વેક્સિનેશન. આટલું જો કર્યું હશે તો શારીરિક આરોગ્યને લઈને તમારે ડરવાની જરૂર નથી. તમને કોરોના થવાની સંભાવના બિલકુલ ઓછી છે. જો આ સંભાવના ઘટી જશે તો માનસિક મજબૂતાઈ આપોઆપ આવશે. બીજી વાત, તમે જો ઘરની આસપાસ તથા સુરક્ષિત વાતાવરણમાં રોજનું ચાલવાનું રાખશો તો તમારા શરીરમાં હેપ્પી હોર્મોન પેદા થશે. જે તમારી માનસિક ઇમ્યુનિટી વધારવામાં મદદ કરશે. જો તમને અનુકૂળ હોય તો દરરોજ ફ્રૂટ, પૌષ્ટિક આહાર લો. વિટામિન-સી, ઝિંક, આયર્ન અને પ્રોટીન વધારે હોય એવો ખોરાક લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!