જલ્સા કરોને જેંતીલાલ

OHHH! આ એક્ટ્રેર્સના શરૂ થયા કંઇક ‘આવા’ દિવસો, પ્રિયંકા ચોપડાનું ઘર લીધું ભાડે રહેવા, જાણો કેટલું ચુકવે છે ભાડુ

બૉલીવુડ સેલેબ્સની લાઇફસ્ટાઇલ અને મોભો જોઈને ભલભલા વ્યક્તિઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. એમના કપડાથી લઈને એમના ઘર સુધીની ચમક દમક ખરેખર જોવા જેવી હોય છે. કઈક આવી જ શાનદાર અને ફર્સ્ટ કલાસ લાઇફસ્ટાઇલ શ્રીલંકન સુંદરી અને બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝની પણ છે. જેકલીન ફર્નાન્ડિઝ હાલના સમયમાં તો પોતાની ફિલ્મોને લઈને ખૂબ જ વ્યસ્ત છે. અને બીજી બાજુ એમના આલિશાન એપાર્ટમેન્ટે ખબરોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

image soucre

જેકલીન ફર્નાન્ડિઝના આ એપાર્ટમેન્ટને લઈને એક મોટો ખુલાસો પણ થયો છે. વાત જાણે એમ છે કે મુંબઈમાં આવેલા જે ઘરમાં જેકલીન ફર્નાન્ડિઝ રહે છે એ ખરેખર તો એમનું ઘર નથી પણ પીગી ચોપ્સ એટલે કે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું છે. અને ખાસ વાત એ છે કે જેકલીન ફર્નાન્ડિઝ આ ઘર માટે પ્રિયંકા ચોપરાને એક મોટી રકમ ચૂકવી રહી છે.

image source

મળેલી માહિતી અનુસાર જેકલીન ફર્નાન્ડિઝે ઓક્ટોબર 2020માં પ્રિયંકા ચોપરાનું આ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ફ્લેટને એમમે ત્રણ વર્ષ માટે રેન્ટ પર લીધો છે અને એનું માસિક ભાડું 6.78 લાખ રૂપિયા છે.

image source

આ પ્રમાણે જો હિસાબ કરવામાં આવે તો જેકલીન ફર્નાન્ડિઝ ત્રણ વર્ષમાં પ્રિયંકા ચોપરાને 2 કરોડ 44 લાખ 8 હજાર રૂપિયા રેન્ટ તરીકે આપવાની છે. જો કે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ આ કોન્ટ્રાકટ આગળ પણ ચાલુ રાખે છે કે નહીં એ વિશે હજી સુધી કોઈ જાણકારી મળી નથી. તો આ રીતે જેકલીન ફર્નાન્ડિઝનું કરોડો રૂપિયા ભાડું હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે.

image source

જેકલીન ફર્નાન્ડિઝ હાલના દિવસોમાં ફિલ્મ બચ્ચન પાંડેના શૂટિંગ કરી રહી છે. ફિલ્મના સેટ પરથી ખબર સામે આવી હતી કે “જેકલીન ફર્નાન્ડિઝ ખૂબ જ મોટી ફુડી છે. એ દિલથી એકદમ દેશી છે. એને ભારતનું સ્થાનિક ભોજન એ હદે ખાવાનું ગમે છે કે એ ભારતમાં જ્યાં પણ જાય છે ત્યાંના સ્થાનિક વ્યંજનોનો ટેસ્ટ એકવાર ચોક્કસ કરે જ છે. તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડિઝ પોતે પણ એક રેસ્ટોરેન્ટની માલકીન છે. જેકલીન ફર્નાન્ડિઝને ખાવા પીવામાં ખૂબ જ ઊંડો રસ છે.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડિઝ જલ્દી જ કીક 2 ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે. એ સિવાય ભૂત પોલીસ, રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ અને બચ્ચન પાંડે ફિલ્મમાં એ પોતાના અભિનય થકી એમના ફેન્સનું મનોરંજન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version