ઓડિસ્સાના કોર્ણાકનું ભવ્ય સૂર્ય મંદીર, જાણો તેની પાછળની જાણી અજાણી વાતો…

13મી સદીનું સૂર્ય મંદીર જે ભારતના ઓડિશા રાજ્યના કોર્ણાકમાં સ્થિત છે. એવું કહેવાય છે કે આ મંદિર ગંગા સામ્રાજ્યના રાજા નરસિંહદેવ પહેલાએ ઇ.સ. 1250 માં બનાવ્યું હતું. આ મંદિર અત્યંત વિશાળ રથના આકારમાં બનાવવામાં આવ્યું છે, જેમાં કિમતી ધાતુઓના પૈડાં, સ્તંભો અને દીવાલો બનાવવામાં આવી છે. મંદિરનો મુખ્ય ભાગ આજે સદંતર ખખડી ગયો છે. આજે આ મંદિર UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે. આ ઉપરાંત આ મંદિરનો ભારતના 7 વન્ડર્સમાં પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Truly India Tours & Travels (@trulyindiatours) on


ભવિષ્ટ પુરાણ અને સામ્બા પુરાણ પ્રમાણે આ ક્ષેત્રમાં આ મંદિર ઉપરાંત એક બીજું સૂર્ય મંદિર પણ હતું, જેને 9મી સદીમાં અથવા તેની પહેલાં જોવામાં આવ્યું હતું. આ પુસ્તકોમાં મુંડીરા (કોર્ણાક), કલાપ્રિય (મથુરા) અને મુલ્તાનમાં પણ સૂર્ય મંબદિરના અસ્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shruthi Shetty (@bewitchedbyme) on


ધર્મગ્રંથ સામ્બા પ્રમાણે, કૃષ્ણના દીકરાને કુષ્ટ રોગનો શ્રાપ હતો. તેમને ઋષિ કટકે આ શ્રાપથી બચવા માટે સૂર્ય ભગવાનની પુજા કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ સામ્બાએ ચંદ્રભાગા નદીના કીનારા પર મિત્રવનની નજીક 12 વર્ષો સુધી તપસ્યા કરી. બન્ને વાસ્તવિક કોર્ણાક મંદિર અને મુલ્તાન મંદિર સામ્બાની જ વિશિષ્ટતા દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jatin Ghadiali (@jatin_ghadiali_) on


સ્થાપત્યકલાનો અદ્ભુત નમૂનો એવા પૂર્વ ભારતમાં આઈવેલું સૂર્ય મંદીર કે જેને કોર્ણાકના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૂર્વ ઓડિશામાં આવેલું છે. તે વેકેશન પસાર કરવા માટે પણ એક જાણીતું સ્થળ છે.

કોર્ણાકનું મંદીર સંપૂર્ણ પણે સૂર્ય દેવતાને અર્પણ છે. કોર્ણાક શબ્દો એ બે શબ્દોનો બનેલો છે. “કોણ” અને “અર્ક”. ‘કોણ’ નો અર્થ થાય છે ખૂણો અને ‘અર્ક’નો અર્થ થાય છે સૂર્ય અને જ્યારે આ બે શભ્દોને ભેગા કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ થાય છે ખૂણાનો સૂર્ય. કોણાર્કનું સૂર્ય મંદીર પુરીના ઉત્તર-પૂર્વ ખૂણામાં આવેલું છે જે સંપૂર્ણ પણે સૂર્યદેવતાને સમર્પિત છે. કોર્ણાકને અર્ક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવાલયની ત્રણ બાજુઓમાં સૂર્યના ત્રણ ચિત્રો આવેલા છે અને તે દ્વારા સૂર્યોદયના કિરણો તેના પર પ્રતિબિંબિત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shruthi Shetty (@bewitchedbyme) on


કોર્ણાકના સૂર્ય મંદિર તેરમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અને તેમાં અદ્ભુત કળા, કલ્પનાશક્તિ સમાયેલી છે. ભગવાન નરસિમ્હાદેવ પહેલા, કે જે ગંગા સામ્રાજ્યના પ્રચંડ પ્રણેતા હતા તેમણે આ દેવાલયનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિરના નિર્માણ માટે 1200 કળાકારોએ 12 વર્ષ સુધી સતત કામ કર્યું છે અને ત્યાર બાદ તેનું નિર્માણ થયું છે. રાજા સૂર્યદેવના ભક્ત હોવાથી તેમણે દેવાલયનો આકાર સૂર્યરથ જેવો રખાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shruthi Shetty (@bewitchedbyme) on


આ સૂર્યરથ 24 પૈડાઓ પર સવાર છે. આ દરેક પૈડા વચ્ચે 10 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે. આ સૂર્ય રથને 7 મજબૂત અશ્વો વડે દોરવામાં આવી રહ્યો છે. જેમાં ભગવાન સૂર્ય પોતાના રથ પર સવાર થઈને સ્વર્ગલોક ભણી જતાં હોય તેવો ભાવ ઉભો કરવામાં આવ્યો છે. આ મંદિરની રચના પણ પરંપરાગત કલિંગ પ્રણાલી પ્રમાણે કરવામાં આવી છે. અને આ મંદીરને પૂર્વ દિશા તરફ બનાવવામાં આવ્યું છે જેથી કરીને સૂર્યનું પહેલું કીરણ સીધું મંદિરના પ્રવેશ પર જ પડે. ખોદાલિટ પથ્થરોથી આ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Odisha Tourism (@odishatourism) on


વાસ્તવમાં આ મંદિર એક પવિત્ર સ્થાન છે, જે 70 મીટર ઉંચું છે. આટલું ઉંચું હોવાના કારણે અને તેના પર વિમાન પડવાથી આ મંદિરને થોડુંક નુકસાન થયું છે. મંદિરમાં એક જગમોહન હોલ છે જેને તમે ઓડિયન્સ હોલ કહી શકો છો. તે લગભગ 128 ફૂટ લાંબો છે, અને આજે પણ તે તેવો જ છે. આજે પણ આ મંદિરમાં બીજા કેટલાક ખંડો આવેલા છે જેમાં મુખ્ય રીતે નાટ્ય મંદીર અને ભોગ મંડપનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Avinash Mohapatra (@avinash_aryan_c97) on


મંદિરની વિશિષ્ટતાઓ

  • મંદિરના પૈડા સન ડાયલનું કામ કરે છે. જેની મદદથી તમે દીવસ અને રાત્રીનો યોગ્ય સમય જાણી શકો છો.
  •  મંદીરના ઉપરના ભાગમાં એક ભારે ચુંબક લગકાવામાં આવ્યું છે અને મંદિરના દર બે પથ્થર પર લોખંડની પ્લેટ પણ લગાવામાં આવી છે.
  • ચુંબકને એ રીતે મંદિરમાં લગાવવામાં આવ્યું છે કે તે હવામાં જ ફરે છે. આ પ્રકારનું નિર્માણ લોકોના આકર્ષણનું મુખ્ય કારણ છે અને તેને જોવા લોકો ઘણી દૂરથી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Odisha Tourism (@odishatourism) on


કોર્ણાક મંદિરને પહેલાં સમુદ્રના કિનારે બનાવવામાં આવ્યું હતું પણ સમુદ્ર ધીમે ધીમે ઓછો થતો ગયો અને મંદીર પણ સમુદ્ર કિનારેથી દૂર થઈ ગયું. મંદિરના ઘેરા રંગના કારણે તેને કાલા પેગોડા એટલે કે કાળુ મંદિર કહેવામાં આવે છે.

રોજ સવારે સૂર્યનું પ્રથમ કીરણ નાટ્ય મંદિરમાં થઈને મધ્ય ભાગ સુધી આવે છે.

બ્રિટિશ લોકોએ મંદિરમાં આવેલી ચુમ્બકીય ધાતુને પામવા માટે એકવાર ચુંબક કાઢી લીધું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ