ઓછું ભણેલા મિત્રો પણ કરી શકશે પોસ્ટનું આ કામ અને થશે ૫૦ હજાર રૂપિયાની કમાણી એક મહીને.

આઠમુ પાસ લોકો માટે મહિનાના ૫૦ હજાર રૂપિયા કમાવાની મોટી તક, પોસ્ટ ઓફિસ દ્વારા આ રીતે થશે કમાણી જો તમે ઓછુ ભણેલા છો અને તમને રોજગારની શોધ છે તૌ તમારા માટે પોસ્ટ ઓફિસ શાનદાર ઓફર લાવી છે તમે પોસ્ટની ફ્રેન્ચાઇઝી ખોલીને મહિનાના ૫૦ હજાર રૂપિયા કમાઈ શકો છો.

તમે પોસ્ટ ઓફિસ ક્યાંય પણ ખોલી શકો છો આને ખોલવા માટે તમારે થોડી જગ્યાની જરૂર પડશે આ જગ્યા ગામ-કસ્બા સોવાય નાના-મોટા શહેરોમાં પણ હોઈ શકે છે પોસ્ટ ઓફિસ ખોલવા માટે તમારે પાંચ હજાર રૂપિયા જામીન તરીકે જમા કરવવાનાં રહેશે પોસ્ટ ઓફિસ ખોલ્યા બાદ તમે આ પ્રોડક્ટસ વહેંચી શકો છો જેમ કે તેમાં ડાક અને રેવન્યુ ટિકિટ, સ્પીડ પોસ્ટ બુકીંગ, રજીસ્ટ્રી, મની ઓર્ડર, પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ, ડિપાર્ટમેન્ટ તરફથી બિલ, ટેક્સ વગેરે શામેલ હશે.

ઈંડિયા પોસ્ટ આમાં સુવિધા આપતા જણાવ્યુ કે તમે દુકાન ન હોવા પર આ શાખા ઘર પર પણ ખોલી શકો છો આ કામ માટે તમારે આખા દિવસનો સમય આપવાની જરૂર નથી આ શાખા લેનાર વ્યકિત આખા દિવસમાં પોતાના સમય અનુસાર ૨૪ કલાક કોઈપણ સમયે તેને ઓપરેટ કરી શકે છે.

તેના માટે નોર્મલ પોસ્ટ ઓફિસના નિયમો મુજબ ચાલવાની કોઈ જરૂર નથી ઈંડિયા પોસ્ટે વ્યકિતઓના સિવાય પાનવાળા, કરિયાણાની દુકાન કરનાર, સ્ટેશનરી શોપ, નાના દુકાનદાર, કોર્નર શોપ પણ શામેલ છે તેના માટે વ્યકિતની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને આઠમુ પાસ હોવુ જોઈએ. જોકે વ્યકિતને કમ્પ્યુટરની બેઝીક નોલેજ હોવી જોઈએ.

શાખાનુ આવેદન કરવા માટે સૌથી પહેલા ફોર્મ ભરીને સબમીટ કરવાનુ રહેશે

સિલેક્શન થવા પર ઈંડિયા પોસ્ટ સાથે એક એમઓયૂ કરવાનુ રહેશે

શાખા લેવા માટે ઈંડિયા પોસ્ટે મિનિમમ ક્વોલિફિકેશન ૮મુ પાસ નક્કી કર્યુ છે

પોસ્ટ ઓફિસની શાખાથી આ રીતે કરવામાં આવે છે કમાણી.

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝીથી કમાણી કમીશન પર થાય છે તેના માટે પોસ્ટ ઓફિસ તરફથી મળનાર પ્રોડ્ક્ટસ અને સર્વિસ આપવામાં આવે છે આ બધી સર્વિસ પર કમીશન આપવામાં આવે છે.

રજીસ્ટર્ડ આર્ટિકલના બુકીંગ પર ૩ રૂપિયા

સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સના બુકીંગ પર ૫ રૂપિયા

૧૦૦ થી ૨૦૦ રૂપિયાના મની ઓર્ડરના બુકીંગ પર ૩.૫૦ રૂપિયા

૨૦૦ રૂપિયાથી વધુના મની ઓર્ડર પર ૫ રૂપિયા

દર મહિને રજીસ્ટ્રી અને સ્પીડ પોસ્ટની ૧૦૦૦ થી વધુ બુકીંગ પર ૨૦ ટકા વધુ કમીશન

પોસ્ટેજ સ્ટાંપ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મના વેચાણ પર સેલ અમાઉંટના ૫ ટકા

રેવન્યુ સ્ટેંપ, સેન્ટ્રલ રિફ્રુટમેંટના સ્ટેંપ વગેરેના વેચાણ સહિત રિટેલ સર્વિસિઝ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને થયેલી કમાણીના ૪૦ ટકા.

તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે તમે ડાક વિભાગની વેબસાઈટ પછી પોતાના નજીકના મંડળ કાર્યાલય પર સંપર્ક કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ