ઓછા પ્રકાશમાં વાંચન કરવાથી થાય છે ઘણા નુક્સાન જાણો… નાના બાળકોના માતા પિતા માટે ખાસ.

આજકાલ ડિમ લાઈટ્સની ફેશન ચાલી રહી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને અહી સુધી કે અમુક ઘરોમાં પણ ડિમ લાઈટ્સ રાખવામાં આવે છે. તેને રિલેક્સિંગ માનવામાં આવે છે, પરંતુ શુ તમે જાણો છો કે ઓછા પ્રકાશમાં કામ કરવા કે વાંચવાથી તમારા શરીરને ઘણા પ્રકારની તકલીફો થાય છે.

માથાનો દુ:ખાવો અને આંખોમાં દુ:ખાવો

યાદ છે કેવી રીતે બાળપણમાં માતાપિતા ટોકતા હતા કે ઓછા પ્રકાશમાં અભ્યાસ ના કરવો જોઈએ..તે બિલકુલ બરાબર કરતા હતા. ઓછા પ્રકાશમાં વાંચવાથી કે કામ કરવાથી આંખો પર જોર પડે છે જે ના ફક્ત દુ:ખાવાને જન્મ આપે છે પરંતુ જોવાની ક્ષમતાને પણ નુક્સાન પહોંચાડે છે. તેનાથી માથામાં દુ:ખાવાની તકલીફ પણ થઈ શકે છે, જેના વધવા પર દવાઓનો આશરો લેવો પડી શકે છે.

નેક,બેક અને શોલ્ડર પેન

ઓછા પ્રકાશના કારણે અવારનવાર ચીજોને વધુ સાફ જોવા માટે આપણે સ્ક્રીન કે પુસ્તક તરફ વધુ જુકી જઈએ છીએ, આ પોઝીશનમાં વધુ વાર રહેવાથી ડોકથી લઈને પીઠ અને ખભ્ભામાં પણ દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહે તો બેકથી જોડાયેલી સમસ્યા વધી પણ શકે છે અને તમને દર્દી બનાવી શકે છે.

કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ

શરીરમાં થનાર તકલીફને કારણે વ્યકિતને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ તકલીફ થાય છે. તેના મગજમાં આવનાર વિચાર કે વાંચનની ક્ષમતા પર શારિરીક તકલીફો હાવી થવા લાગે છે જેનાથી કામ પ્રભાવિત થાય છે.

ડિપ્રેશન

વધુ ડિમ લાઈટમાં રહેવુ ડિપ્રેશનને વધારે છે. અવારનવાર તમે જોયુ હશે કે ડિપ્રેશનથી ગ્રસ્ત વ્યકિત વધુ પ્રકાશ પસંદ નથી કરતા, તેને અંધારા કે ઓછી લાઈટમાં રહેવાનુ જ પસંદ આવે છે, જે ડિપ્રેશનને વધુ વધારે છે.

મોટાભાગના લોકો આજના સમયમાં આ પેટર્નને અપનાવી રહ્યા છે પરંતુ આ વાત નથી જાણતા કે આવુ આ બાબતે કરવુ તેમના સ્વાસ્થય પર કેટલુ ભારે પડી શકે છે. હાલમાં જ થયેલી એક શોધથી આ વાતની જાણ થઈ છે.

બાળપણમાં માતાપિતા ટોકતા હતા કે ઓછા પ્રકાશમાં અભ્યાસ ના કરવો જોઈએ, તે બિલકુલ સાચુ કહેતા હતા. ઓછા પ્રકાશમાં અભ્યાસ કે કામ કરવાથી આંખો પર જોર પડે છે જે ના ફક્ત માથાના દુ:ખાવાને જન્મ આપે છે પરંતુ જોવાની ક્ષમતાને પણ નુક્સાન પહોંચાડે છે. તેનાથી માથામાં દુ:ખાવાની તકલીફ પણ થઈ શકે છે, જેના વધવા પર દવાઓનો સુધી આશરો લેવો પડી શકે છે.

શરીરમાં થનારી તકલીફોને કારણે વ્યકિતને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલી થાય છે. તેના મગજમાં આવાનાર વિચાર કે વાંચનની ક્ષમતા પર શારીરિક તકલીફો હાવી થવા લાગે છે જેનાથી કામ પ્રભાવિત થાય છે.

વધુ ડિમ લાઈટમાં રહેવુ ડિપ્રેશન વધારે છે. અવારનવાર તમે જોયુ હશે કે ડિપ્રેશનથી ગ્રસ્ત વ્યકિત વધુ પ્રકાશ પસંદ નથી કરતા, તેને અંધારા કે ડિમ લાઈટમાં રહેવુ જ પસંદ આવે છે, જે ડિપ્રેશનને વધુ વધારે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ