ખુબ જ ઓછા બજેટમાં હનિમુન માણો ભારતના આ હરિયાળીથી લીલાછમ હિલ સ્ટેશનો પર.

શું તમે હનિમુન પર જવા માગો છો પણ બજેટ લિમિટેડ છે ? તો વાંચો અમારો આ આર્ટિકલ જેમાં તમે ભારતમાંના સુંદર હિલ સ્ટેશન પર ઓછા બજેટમાં જ ખુબ જ સરસ રીતે હનિમુન એન્જોય કરી શકશો.

નવપરણિત લગ્ન બાદ હંમેશા એક જ વાત વિષે વિચારતું હોય છે તે છે હનિમુન. લોકો પેતાની આર્થિક શક્તિ પ્રમાણે હનિમુન માટે જગ્યા પસંદ કરતા હોય છે. પણ ઘણીવાર લોકો માહિતીના અભાવે અને ટુંકા બજેટના કારણે હનિમુન માટે યોગ્ય જગ્યા પસંદ નથી કરી શકતા અને ભવિષ્ય માટે પોતાના હનીમૂનની મીઠી યાદો સંઘરી શકતા નથી. પણ ચિંતા ન કરો હવે તમારી સાથે એવું નહીં થાય. કારણ કે અમે તમારા માટે કેટલાક બજેટ ફ્રેન્ડલી હિલ સ્ટેશન વિષે માહીતી લાવ્યા છીએ. ચાલો જાણીએ તે વિષે.

 

View this post on Instagram

 

A post shared by Travel To Himalaya (@travel_to_himalaya) on

1. દાર્જીલિંગ

દાર્જીલિંગ એક ખુબ જ રળિયામણું હિલસ્ટેશન છે. આ હિલ સ્ટેશન સમુદ્રની સપાટીથી 2134 મીટરની હાઇટ પર આવેલું છે, અહીં તમારા માટે ટાઇગર હિલ, જાપાની મંદિર, ભૂતિયા-મઠ, સક્યા મઠ અને ચાના બગીચાઓ જોવા મળશે. આ ઉપરાંત અહીં તમે શિયાળાની ઋતુમાં બરફની મજા પણ માણી શકો છો.

2. ઉટી

ઉંટી સાઉથનું એક અત્યંત સુંદર હિલ સ્ટેશન છે. અહીંના જોવાલાયક સ્થળોમાં નેશનલ પાર્ક, ડોડાબેટ્ટા હીલ, ઉંટી લેક જેવી પ્રખ્યાત જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે લોકો ફિશિંગનો શોખ ધરાવતા હશે તેમના માટે તેમજ વાઇલ્ડ લાઇફ એન્જોય કરતા લોકો અને પહાડોમાં ફરવાનું પસંદ કરતા લોકો માટે આ સ્વર્ગ સમાન જગ્યા છે.

ઉંટી તામિલનાડુ સ્ટેટમાં આવેલું છે અને તે સમુદ્ર કિનારેથી 2623 મીટરની ઉંચાઈ પર આવેલું છે. લોકો અહીં શિયાળામાં આવવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Travel_India (@india_landofheaven) on

3. ચકાર્તા

દહેરાદુનનું આ રમણિય હિલ સ્ટેશન ચકાર્તા ટાઉન્સ અને યમુના નદીની વચ્ચે આવેલું છે. કુદરતે માણનારા લોકો માટે આ જગ્યા પર્ફેક્ટ છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં ટાઇગર ફોલ્સ અને અહીંથી દેખાતું ગ્રેટ વોલ ઓફ ચાઈનાનું દ્રશ્ય ખુબ જ પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by Bikram Panda (@iam__bikram) on

આ ઉપરાંત અહીંના હનૂલ મહાસુ અને લાખામંટલ ખુબ જ પ્રખ્યાત છે. આ સ્થળ નૈનિતાલ અને મસૂરી કરતા ખુબ જ સસ્તી છે અને અહીં ઓછા પર્યટકો જોવા મળે છે.

4. લેન્ડ્સ ડાઉન

દિલ્હીથી માત્ર 250 કી.મીના અંતરે આવેલી આ જગ્યા નવપરિણિતો માટે ઉત્તમ છે. તે સમુદ્રની સપાટીએથી 1700 મીટરની ઉંચાઈ પર આવેલું છે.

અહીંના ભુલ્લા લેક, સેન્ટ મેરી ચર્ચ અને ટિપ ઇન ટોપ જોવાલાયક સ્થળો છે. અહીંથી હિમાલયના ચોખમ્બા અને ત્રિશૂળ શીખરો જોઈ શકાય છે. જો કે લોકો અહીં ઉનાળાની રજાઓ ગાળવા માટે વધારે આવે છે.

5. માઉન્ટ આબુ

રાજસ્થાનની અરાવલીની પર્વતમાળામાં આવેલું રાજસ્થાનું એક માત્ર હિલ સ્ટેશન છે માઉન્ટ આબુ. અરાવલી પર્વતમાળાનો સૌથી મોટો પર્વત માઉન્ટ આબુ છે જે સમુદ્રથી 1220 મીટરની ઉંચાઈ પર આવેલું નાનકડું પર્યટક શહેર છે.

અને અહીં નવપરિણિતો માટે અસંખ્ય ફરવા લાયક સ્થળો આવેલા છે જેમ કે સનસેટ પોઇન્ટ, હનિમૂન પોઈન્ટ, દેલવાડાના દેરા વિગેરે. અહીંનું સૌંદર્ય ચોમાસાની સિઝનમાં ખીલીને બહાર આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ