“ઓટ્સ ડેટ મિલ્કશેક”, ડાયાબીટીશવાળા માટે ખાસ સ્પેસીઅલ છે હો

ઓટ્સ ડેટ મિલ્કશેક 

ડાયાબિટીશ ધરાવતા લોકો પણ પી શકે એવો પ્રોટીન સભર હેલ્ધી ચિલ્ડ મિલ્ક શેક. ટેસ્ટ અને હેલ્થ બંનેમાં બેસ્ટ. સવારના બ્રેક ફાસ્ટ તરીકે નો ઉત્તમ પર્યાય જેવો શેક.

સમય – 10 મિનિટ
સર્વ – 1

સામગ્રી –

– 2 ટેબલ સ્પુન ઓટ્સ,
– 3 ખજુર,
– 3-4 બદામ (ગરમ પાણીમાં 10 મિનિટ પલાળેલી અને છાલ કાઢેલી),
– 3-4 કપ દુધ,

રીત

–– ઓટ્સને 1/2 કપ પાણીમાં રાંધો.
– રંધાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડુ કરો.
– જયુસરમાં બદામ, ખજુર, 1/4 કપ દુધ નાખી જયુસ બનાવો.
– ત્યારબાદ તેમા ઓટ્સ અને બાકી રહેલું દુધ નાખી મિલ્કશેક બનાવો.
– ફ્રીજમાં ચિલ્ડ કરી સર્વ કરો.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી