આખા દેશમાં જેની ચર્ચા ચાલી રહી છે એવી નુસરત અને નિખિલની આખી જીવન કુંડળી અહીં જાણો, અફેર પર પણ બોલી અભિનેત્રી

સૌથી સુંદર સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં હાલમાં ભારે ચર્ચામાં છે. આમ પણ કોઈને કોઈ વાતને લઈ હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી આ વખતે અફેરને કારણે ચર્ચામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતા અને ફિલ્મ અભિનેતા સાથે તેનું અફેર છે અને ગર્ભવતી પણ છે. ત્યારે આજે વાત કરવી છે એમના કરિયર વિશે અને આ વિવાદ વિશે. TMCની સાંસદ અને બાંગ્લા એક્ટ્રેસ નુસરત જહાં હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મમાં સફળ કરિયર, ચૂંટણીમાં વિજય અને નિખિલ જૈન સાથે બીજા ધર્મમાં લગ્નને રહી ચર્ચામાં રહેતી નુસરત જહાં ફરી એક વખત હવે ચર્ચામાં આવી છે.

image soucre

નુસરત જહાં છેલ્લાં 6 મહિનાથી પ્રેગનેન્ટ છે એવું પણ કેટલાક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. તેમના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નેન્સી અંગે કંઈ જ જાણતો ન હોવાની વાત કરતાં મુદ્દે વધારે જટિલ બન્યો છે.. નુસરતના પતિ નિખિલે તો ત્યાં સુધી કહ્યું છે કે નુસરતનું બાળક પોતાનું નથી અને બંનેનું લગ્ન જીવન પણ હવે ડખા વાળુ જોવા મળી રહ્યું છે . આ ઉપરાંત નુસરત જહાંની ચર્ચા આજકાલ બાંગ્લા એક્ટર અને ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથે પણ થઈ રહી છે. નુસરત અને યશ બંને રિલેશનશિપમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. જ્યારે આ મુદ્દે નુસરતને જ્યારે સવાલ કરવામાં આવ્યા તો તેને કહ્યું, ‘મારી પર્સનલ લાઈફ અંગે સાર્વજનિક ચર્ચા કરવા માટે નથી. લોકો હંમેશા મારી ટ્રાયલ કરતા રહે છે પરંતુ હું તે અંગે કંઈ જ નહીં બોલું. આ મારી અંગત જિંદગી છે અને તેને હું કોઈની સાથે શેર નહીં કરું.’

image source

જો અભિનેત્રીની રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો નુસરતે 2019માં ઓલ ઈન્ડિયા તૃણુમુલ કોંગ્રેસ (TMC)જોઈન કર્યું. 2019માં જ વેસ્ટ બંગાળની બરસિરહટ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના સાયંતન બાસુની સામે લોકસભા ચૂંટણી લડી અને લોકો વચ્ચે ચર્ચામાં આવી. નુસરતે પહેલી ચૂંટણીમાં ભાજપના નેતાને 3.5 લાખ મતથી હરાવી સંસદભવનમાં પ્રવેશ મેળવ્યો અને આખા દેશમાં સુંદસ સાંસદ તરીકે ઓળખ મળી હતી. આ રીતે નુસરત જહાંને રાષ્ટ્રીય સ્તરે ઓળખ લોકસભાના સભ્ય બન્યા બાદ મળી છે, પરંતુ આ પહેલાં તે એક ભારતીય એક્ટ્રેસ અને મોડલ પણ રહી છે.

image source

મોડેલ અને અભિનેત્રીના કરિયર વિશે વાત કરીએ તો બંગાળી સિનેમામાં સક્રિય નુસરત જહાં, 2019માં TMCની સાંસદ બની સંસદ ભવનમાં પ્રવેશી. લોકસભામાં ધર્મના જય જયકારા વચ્ચે ઈશ્વરના નામે શપથ અને વંદેમાતરમ કહેનારી નુસરત પ્રથમ મહિલા સાંસદ છે એ પણ જાણીતું છે. બાળપણ અને જન્મ વિશે વાત કરવામાં આવે તો 8 જાન્યુઆરી, 1990નાં રોજ જન્મેલી નુસરતનું પ્રારંભિક સ્કૂલ શિક્ષણ અવર લેડી ક્વીન ઓફ ધ મિશન સ્કૂલ પાર્ક સર્કસ, કોલકાતાથી થયું હોવાની માહિતી મળી રહી છે.

image source

આગળ વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ બાદ નુસરતે કોલકાતાની ભવાનીપુર કોલેજમાં કોમર્સમાં ગ્રેજ્યુએશન કમ્પિલટ કર્યું. અફેર વિશે માહિતી મળી રહી છે કે નુસરત જહાંનું પહેલાં નામ જમશેદપુરના બિઝનેસમેન વિક્ટર ઘોષની સાથે ચર્ચાયું હતું. પરંતુ આ બધાની વચ્ચે 19 જુન 2019માં નુસરતે તુર્કીના બોરડમમાં નિખિલ જૈનની સાથે લગ્ન કરી લીધા. આ સાથે જ માહિતી મળી રહી છે કે નુસરતે 2010માં મિસ કોલકાતા ફેર-વન બ્યુટી કોન્ટેસ્ટમાં જીત મેળવી હતી, જે બાદ તેને પોતાનું મોડલિંગ કરિયર શરુ કર્યું. કરિયરની શરૂઆત કંઈક એ રીતે થઈ કે નુસરતે જીતની સાથે ‘શોત્રૂ’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી, તે સમયે તેને ઓડિશનમાં 50 લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવી હતી. એક વર્ષ બાદમાં નુસરતે દેવ અને સુભોશ્રીની સાથે ખોકા-420માં કામ કર્યું હતું.

image source

એ પણ ટાંકવુ રહ્યું કે નુસરતે રાહુલ બોઝની સાથે ‘સોંધે નમાર આગે’માં પણ કામ કર્યું હતું. 2015માં તેને કોમેડી કાર્યક્રમ ‘જમાઈ 420’માં ભાગ લીધો હતો. નુસરત બંગાળ સેલિબ્રિટી લીગના થીમ સોંગનો પણ ભાગ રહી ચુકી છે, જેમાં તેની સાથે દેવ અને સયાન્તિકા બેનર્જી પણ જોવા મળ્યા હતા. ડિસેમ્બર 2015માં નુસરતની ‘હર હર વ્યોમકેશ’ નામની ફિલ્મ આવી હતી, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી હતી. પછી 2016માં ફિલ્મ પાવરમાં જોવા મળી હતી, જેમાં તેની સાથે જીત અને સયાન્તિકા બેનર્જી પણ હતા. જે બાદ નુસરત લવ એક્સપ્રેશમાં જોવા મળી હતી. તેમજ નુસરતે સૃજિત મુખર્જીના નિર્દેશનમાં જુલ્ફિકારમાં પણ કામ કર્યું, જે 2016માં સૌથી વધુ પ્રોફિટ મેળવનારી ફિલ્મ હતી.

image source

નુસરતની ફિલ્મી કારકિર્દી વિશે આગળ વાત કરીએ તો 2016માં નુસરતે પથિકૃત બાસુના નિર્દેશનમાં હરીપડા બંડવાલા નામની કોમેડી ફિલ્મ કરી હતી, જેમાં તેની સાથે અંકુશ હઝરાએ કામ કર્યું હતું. 2017માં નુસરત પહેલી વખત પ્રોસેનજીત ચેટર્જી અને યશ દાસગુપ્તાની સાથે જોવા મળી હતી. મે 2017માં નુસરત ‘આમી જે તોમાર’માં જ્યારે સપ્ટેમ્બર 2017માં ‘બોલો દુગ્ગા માઈકી’માં નજરે પડી હતી. તો આ રીતે અનેક ફિલ્મો અને પ્રોજેક્ટનો ભાગ રહી ચૂકેલી નુસરત હવે ચોરેકોર ચર્ચામાં આવી છે.

image source

જો કે નુસરત આ પહેલી વખત વિવાદમાં આવી એવું નથી. આ પહેલાં પણ ઘણી વખત તે વિવાદમાં આવી ચૂકી છે અને એવું કહીએ તો ખોટું ન પડે કે વિવાદ સાથે નુસરતનો જૂનો નાતો છે. જો વિગતે વાત કરીએ તો જાન્યુઆરી 2017માં નુસરતના બોયફ્રેડ કાદિર ખાન પર બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને નુસરત પર તેમની મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. પછી નુસરતની ધરપકડ કરવાની માગ કરી હતી. એ જ રીતે નુસરત જ્યારે સાંસદ બનીને પહેલી વખત પાર્લામેન્ટમાં ગઈ ત્યારે તેને મિમી ચક્રવર્તીની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેને વેસ્ટર્ન સ્ટાઈલના કપડાં પહેર્યા હતા જેને લઈને વિવાદ વકર્યો હતો,

image source

પછીનો વિવાદ જાણીતો છે કે 2019માં વેસ્ટ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન તે ક્ષેત્રના લોકો સાથે વાત કરી રહી હતી ત્યારે કેટલાંક લોકોએ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેનો મંચ તૂટ્યો હતો. નુસરત જહાં પર એશિયાની સૌથી મોટી ઈસ્લામિક સ્કૂલ દારૂલ ઉલુમે ફતવો જાહેર કર્યો છે. નુસરત વિરૂદ્ધ ઉત્તરપ્રદેશના સહારનપુરના દેવબંધે પણ ફતવો જાહેર કર્યો હોવાનું જાણીતું છે.. તેમનું કહેવું નુસરતે માત્ર મુસ્લિમ સાથે લગ્ન કરવા જોઈએ. દેવબંદ ઉલેમા મુફ્તી અસદ કાસમી કે જેઓ જામિયા-શેખ-ઉલ-હિંદ સાથે જોડાય ગયા છે તેઓએ નુસરત સામે ઈસ્લામ વિરૂદ્ધ જવાને લઈને તેમજ માથામાં સેથો, ચાંદલો અને મંગળસૂત્ર પહેરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી.

image source

આ વાત હતી નુસરત જહાંના કરિયર અને લાઈફની. ત્યારે હવે લોકોને એ પણ જણાવવું છે કે નિખિલ જૈન કોણ છે. તો આવો એ પણ વાત કરી લઈએ કે કોણ છે નિખિલ જૈન. 2019માં નુસરતનો હાથ પકડનાર નિખિલ જૈન કોલકાતાના એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. નિખિલ પોતાના પિતાનો વ્યવસાય સંભાળે છે, જ્યારે તેમની માતા ગૃહિણી છે. નિખિલની બે બહેન કીર્તિ અને સ્વાતિ છે. નિખિલ પોતાના પરિવારનો એસ્ટાબ્લિશ થયેલો ટેક્સટાઈલનો બિઝનેસ સંભાળે છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે નિખિલના પિતા મોહન કુમાર જૈન એક ટેક્સટાઈલ બેઝ્ડ કંપનીના માલિક છે જેનું બ્રાંડ નામ રંગોલી છે.

image source

વિગતો મળી રહી છે કે કોલકાતામાં જન્મેલો નિખિલ કોલકાતાની એમપી બિરલા સ્કૂલમાંથી પાસઆઉટ છે. જે બાદ તેને યુકેની વાર્વિક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. બન્નેની મુલાકાતથી લગ્ન વિશેની જો ચર્ચા કરવામાં આવે તો નુસરતની સાથે નિખિલની પહેલી મુલાકાત ખાસ રહી છે. વર્ષ 2018માં બંને દુર્ગા પૂજાના ઉત્સવમાં મળ્યા હતા અને ત્યાંથી જ બંને વચ્ચે નિકટતા વધી. નુસરત અને નિખિલની નિકટતાને પગલે નુસરતને નિખિલના બિઝનેસ બ્રાંડ રંગોલી માટે બ્રાંડ એમ્બેસેડર અને મોડલ બનાવવામાં આવી. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ સાથે જ કહેવાય રહ્યું છે કે નિખિલ અને નુસરતે પૂજાની એક જાહેરાત શૂટ કરી હતી, જેમાં નુસરતે નિખિલના લેબલવાળી સાડી પહેરી હતી. આ જાહેરાત દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. પછી બન્ને પ્રેમમાં પડ્યાં અને નુસરત અને નિખિલે તુર્કી જઈને લગ્ન જરૂર કર્યા પરંતુ બંનેના લગ્ન સનાતન ધર્મના રીતરિવાજ મુજબ થયા. લગ્ન બાદ લોકસભામાં શપથ ગ્રહણ સમારંભ દરમિયાન નુસરત મંગલસૂત્ર, માથામાં સેથો અને ચૂડા સાથે જોવા મળી હતી.

image source

આ વાત હતી નિખિલ અને નુસરતની. પરંતુ હવે હાલમાં જે નેતા અને અભિનેતા સાથે તેની ચર્ચા કરવામાં આવી રહી છે એના યશ વિશે વાત કરીએ તો નુસરત જહાંએ યશની સાથે એસઓએસ કોલકાતામાં કામ કર્યું હતું, જે રીલિઝ થાય બાદ બંને વચ્ચે અફેરના સમાચાર સામે આવવા લાગ્યા. યશના એક મીડિયા ઈન્ટરવ્યૂ બાદ આ સમાચારને હવા ત્યારે મળી જ્યારે યશને પૂછવામાં આવ્યું કે, તમારી નજીક ગણાતી નુસરત TMCમાં છે તો તમે કેમ ભાજપમાં સામેલ થયા? ત્યારે યશે જવાબ આપ્યો કે, ‘એવું કેમ ન હોય શકે? એક જ ઘરમાં, પરિવારના સભ્યોની અલગ અલગ રાય ન હોય શકે શું?’ યશે કહ્યું કે, ‘અક્ષય અને ટ્વિંકલના લગ્ન થઈ ગયા છે. નુસરત અને મારા નથી થયા. એવામાં અમારી વિચારધારા અલગ અલગ છે તો તેનાથી કોઈ જ ફર્ક ન પડવો જોઈએ. ત્યારે હવે યશ અને નુસરતના અફેરની વાતો ચારેકોર થઈ રહી છે. જોવાનું એ રહ્યું કે હકીકત શું છે અને ખરેખર નુસરત પ્રેગ્નેન્ટ છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong