ન્યૂડ લીપ મેક અપ કરવાની આ રીતે છે બેસ્ટ, જાણો અને ફોલો કરો તમે પણ

આ લગ્ન સિઝનમાં જાતે જ કરો પર્ફેક્ટ ગ્લીટરી આઇઝ અને ન્યુડ લીપ મેકઅપ

લગ્ન સિઝન શરૂ થવામાં જ છે અને તમે પણ તમારા મિત્રો કે તમારા કઝીન્સના લગ્નમાં સુંદર દેખાવાનું જ પસંદ કરશો. લગ્ન માટે તમે સુંદર સાડી કે પછી ચણિયાચોળી તો ખરીદી લેશો અને તેની સાથે મેચિંગ જ્વેલરી પણ લઈ લેશો પણ શું તમે યોગ્ય મેકઅપ કરી શકશો ખરા ?

image source

સારા વસ્ત્રો તો લગ્ન માટે જરૂરી છે જ પણ જો તે દિવસે તમે યોગ્ય મેકઅપ નહીં કરો તો તમારા લૂકને ઝાંખો પાડી દેશો. તો આજે અમે તમારા માટે લાવ્યા છે મેકઅપ ટીપ્સ. જેને તમે જાતે જ અપનાવીને તમારા લૂકને નીખારી શકશો.

લગ્નમાં તમારે હંમેશા થોડા વધારે જ તૈયાર થવાનું હોય છે. આ એક એવો પ્રસંગ છે જ્યારે તમે જે પણ કરો ઓછું જ છે તો પછી મેકઅપ પણ તો ગ્લીટરી અને એટ્રેક્ટિવ જ હોવો જોઈએ ! આજે અમે તમને જણાવીશું ગ્લીટરી આઇસ અને ન્યૂડ લીપ લૂક વિષે.

image source

– સૌ પ્રથમ તમારે તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝર, ત્યાર બાદ પ્રાઇમર અને ત્યાર બાદ ફાઉન્ડેશન લગાવીને બેઝ તૈયાર કરી લેવો. તેને તમારે હળવું જ રાખવાનું છે. વધારે પડતો ભપકો ન કરવો. ત્યાર બાદ તમારે કાઉન્સિલર લગાવવું અને તેના પછી લૂઝ પાઉડર લગાવવો. હવે તેના પર પાઉડર બ્લશ લગાવો અને તમારા ચહેરાને કોન્ટોર પાઉડર દ્વારા પર્પેક્ટ બનાવી દો.

image source

– હવે આવ્યો આંખનો વારો, જો તમારી આંખો મોટી હોય તો તમારે તેમાં ઘાટી કાજલ લગાવી લેવી, અને જો તમારી આંખો નાની હોય તો તમે કાજલ ન લગાવશો તો પણ ચાલશે. લગ્ન પ્રસંગ હોવાથી તમારે તમારા વસ્ત્રો પ્રમાણે ગ્લીટરી આઇશેડો વાપરવી, અને આવા પ્રસંગે તો ગોલ્ડ શેડ સૌથી વધારે સુંદર લાગે છે અને તે ભારતીય ત્વચાના રંગ પર પણ સારો લાગે છે.

image source

– હવે તમારા હોઠની વાત કરીએ તો જ્યારે તમે તમારી આંખો પર બ્રાઇટ, કેચી મેકઅપ કરો છો ત્યારે તમારે તમારા હોઠના શેડને કુદરતી રાખવાનો છે, તેમાં તમે કોરલ, બીજ, અથવા અન્ય નેચરલ લીપ કલર્સ જેમ કે હળવો ગુલાબી, હળવો સ્કીન જેને ન્યૂડ કલર પણ કહેવાય છે તે પણ લગાવી શકો છો.

image source

– મેકનું કામ પુર્ણ થઈ જાય એટલે તમારે તમારા વાળ પર ધ્યાન આપવાનું છે. તમારે હેરસ્ટાઇલ પસંદ કરતી વખતે તમારા ચેહરાના શેપને ધ્યાનમાં રાખવાનો છે. જો તમારો ચેહરો ગોળ હોય તો તમે વાળ છુટ્ટા રાખી શકો છો, જો તમારો ચેહરો નાનો હોય તો તમે અંબોડો પણ લઈ શકો છો.

image source

– મેકઅપ કરતી વખતે તમારે એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે હાલના સમયમાં લોકોને નેચરલ મેકઅપ વધારે ગમે છે, તમારે તમારા ચેહરા પર મેકઅપના થર નથી લગાવવાના તમારે માત્ર તમારી આંખો અને તમારા હોઠને હાઇલાઇટ કરવાના છે. પણ તે વધારે પડતું ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. મેકઅપ વખતે તમારે એક સારી ગુણવત્તાનો પ્રાઇમર યુઝ કરવો જેથી કરીને તમારો મેકઅપ વધારે લાંબો સમય ટકે. અને તમારે તમારી સાથે બ્લોટ પાઉડર પણ રાખવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ