*આદિત્ય નો ઉદય* – પપ્પાનું નિરાધાર બનવું જાણે કે આદિત્યના જીવનના વિકાસનું એક મહત્વનો પાયો બની ગયો હતું…

આદિત્ય નામનો છોકરો હતો તેનો ઉછેર બ્રાહ્મણ કુટુંબમાં થયો, એક નાનકડા ગામમાં આદિત્યના મમ્મી પપ્પા અને તેની બહેન સાથે રહેતા હતા. પરિવારમાં એકદમ ખુશી છવાયેલી રહેતી હતી, આદિત્ય અને તેની બહેન ધીમે-ધીમે મોટા થવા લાગ્યા. મધ્યમ વર્ગીય પરિવાર હોય તો પણ સમજી શકાય પણ આ પરિવાર હતો મધ્યમ વર્ગથી નીચેનો વર્ગ. કહેવાય છે ને કે જરૂરિયાતો અને પૈસા વચ્ચેનું બેલેન્સ થવું ખૂબ જ જરૂરી છે. અને થયું પણ એવું જ. બાળકો જેમ જેમ મોટા થતા જાય તેમ-તેમ તેમનો ભણવાનો ખર્ચો, સ્કૂલ ની ફી અને ઘર ચલાવવા ની જવાબદારી એક પિતા ઉપર હોય છે.

પપ્પાએ નાનકડી પ્રાઇવેટ જોબ કરીને ઘરનું ભરણપોષણ કરતા હતા. આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા આ પરિવારને એક દિવસ એક ખરાબ ન્યુઝ મળ્યા. વાત એમ હતી કે આદિત્યના પપ્પાને જોબ છૂટી ગઈ હતી. જેના ઉપર આધાર હતો એ પિતા હવે નિરાધાર હતાં. આ વાતની જાણ પિતાએ ઘરમાં થવા દીધી ન હતી. પણ ધુમાડો થયો છે એટલે આગ લાગી હશે એવું માનીને લોકોએ પણ પિતાની સામે નો દ્રષ્ટિકોણ બદલો અને પૂછ્યું કે શું થયું. નજીકના લોકોએ તેમની મદદ કરવા માંડી , પણ મદદ લોકો ક્યાં સુધી કરશે. છેવટે એક લિમિટ આવી ગઈ અને સંબંધ ખાલી કહેવા પૂરતા જ રહ્યા.

થોડા દિવસ પછી આદિત્યને ખબર પડી કે તેના પપ્પા ની જોબ છૂટી ગઈ છે. એ દરમિયાન પપ્પાએ એક રીક્ષા ચલાવવા ની જોબ શોધી લીધી હતી. સંઘર્ષમય જીવન હતું. સંસાર ચલાવો ખૂબ અઘરો હતો.
પરંતુ આ ઘટનાનો આદિત્યના માનસ પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. જ્યારે એક બાળકને ખબર પડે છે કે પોતાના પિતા નિરાધાર છે, ત્યારે એ બાળક, બાળક ન રહેતાં પુરુષ બની જાય છે.

થયું પણ એવું આદિત્ય પોતાનું બાળપણ ભૂલીને પપ્પાને મદદ કરવાનું નક્કી કરી દીધું હતું દરેક બાળકમાં એક પિતા છુપાયેલો છે .દરેક બાળકમાં એક જવાબદારી રહેલી છે તે આદિત્યના સ્વરૂપમાં જોઈ શકાતું હતું.
દરેકના જીવનમાં એક મોટો વળાંક હોય છે એક સારી નરસી પરિસ્થિતિ માણસને પોતાની અંદરની અગાધ શક્તિઓ નો પરિચય કરાવે છે અને પપ્પાનું નિરાધાર બનવું જાણે કે આદિત્યના જીવનના વિકાસનું એક મહત્વનો પાયો બની ગયો હતું.

આદિત્યે નક્કી કરી લીધું હતું કે હવે હું મારી જવાબદારી જાતે જ ઉપાડીશ જવાબદારી પણ હું જ ઉપાડીશ.

સમય હતો સ્કૂલમાં ફી ભરવાનો. આદિત્યઅે ફી માટેના પૈસા કેવી રીતે આપવા એ નક્કી કરી લીધો હતો. હું મારી ફી માટેના પૈસા પિતા પાસે તો નહીં જ માંગુ એવું આદિત્ય નક્કી કરી દીધું હતું. એક દિવસ એક વાર ગોરમહારાજ આદિત્યને મળ્યા. એમણે સ્લોક બોલતાં શીખવાડયું. પછી તો આદિત્યએ દરરોજ પોતાની રીતે મંત્રો યાદ રાખવાનું શરૂ કરી દીધું અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધી વિધિ શીખી લીધી એમાંથી જ આર્થિક ઉપાર્જન કરીને પોતાની ફી ભરવાનું નક્કી કર્યું.

ગોર મહારાજે પણ આદિત્યને ખૂબ જ સપોર્ટ કર્યો.
આદિત્ય ૧૫ વર્ષનો થયો ત્યારે એ બધું જ શીખી ગયો હતો. અને ઘર ચલાવતો થઈ ગયો હતો.
બાળક એ બાળપણ ભુલ્યું અને તરુણાવસ્થા માં એકદમ સમજદાર પુરુષ થઈને આદિત્ય અે બધી જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી હતી.
અને સાથે ભણવામાં પણ ખૂબ સારું રિઝલ્ટ લાવતો હતો.

વીસ વર્ષના થયા પછી આદિત્યને કોઈએ પૂછ્યું કે આદિત્ય જીવનમાં આટલા સંઘર્ષ કર્યા પછી તેને કેવું લાગે છે તને શું ભગવાન સામે કોઈ ફરિયાદ છે કે તેને આટલું સંઘર્ષમય જીવન આપ્યું ત્યારે આદિત્યએ કહ્યું કે *સમયથી સજા પણ થવાય છે, અને વિચારોથી રાજા પણ થવાય છે*.

દરેક સમયે કંઈક શીખવીને ગયો જે કાર્યમાં સફળતા મળી એમાંથી ખુશી મળી અને જેમાંથી નિષ્ફળતા મળી એમાં એક એક્સપિરિયન્સ થયો દરેકમાંથી શીખવા મળ્યું છે અને હા કોઈ પણ કાર્ય કરવાની કોઈ ઉંમર નથી હોતી દરેક કાર્ય કોઈપણ ઉંમરે કરી શકાય છે , ભગવાન મુશ્કેલ પરિસ્થિતિમાં એટલા માટે મુકે છે કે ભગવાનને પોતાના ઘડેલા ઘડા ઉપર વિશ્વાસ છે.
કુંભાર જેટલાં વધારે માટીના માટલાને ટકોરા મારે છે એટલું જ માટલું મજબૂત થાય છે.આ સંઘર્ષ એટલે ભગવાને મારેલા ટકોરા કે જેથી આપણે મજબૂત થઈ શકીએ , આગળ આવી શકીએ વિકાસ કરી શકીએ ,પ્રગતિ કરી શકીઅે.

એ વાત સાચી પણ છે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. સ્વામી વિવેકાનંદે સાચું જ કે તો છે કે જો તમારી જિંદગીમાં મુશ્કેલીઓના આવે તો માની લેજો કે તમે કોઈ ખોટા રસ્તે ચાલી રહ્યા છો.
વાત સમયની વાત સંઘર્ષની છે.
જ્યારે આદિત્યને પુછવામાં આવ્યું કે શું સંઘર્ષથી બીક નથી લાગતી ત્યારે આદિત્યએ કહ્યું કે

“તમને લાગશે કે મોટી મોટી વાતો કરુ છું,
પણ હકીકત છે કે મુસીબત આવે ત્યારે હું પણ ડરું છું,
પણ મહેનત કરી શકું છું એ વાત નહીં યાદ કરું છું,અને ફરીથી હું જીતવાની શરૂઆત કરું છું”

આદિત્ય ચોક્કસપણે માને છે કે…
*संघर्ष जितना कठिन होगा जीत उतनी ही शानदार होगी*

લેખક – નિરાલી હર્ષિત ત્રિવેદી

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી