મારી પતંગ – વાંચો આ પતંગની વાત..

મારી પતંગ 

પતંગનુ આકર્ષણ મહદઅંશેધરેકને પોતાના જીવનમાં હોય છે ભલે આપડી ઉમર ગમેતે હોય પણ તેના રંગ અને તેની ઉડાન દરેકને રોમાંચક લાગે છે અને દરેકને જીવન કઇક મેળવવા માટે પ્રેરિત કરે છે.

વર્ષો પહેલાની વાત છે ત્યારે હું લગભગ ત્રણ કે ચાર વર્ષનો હોઇશ. અમે નાના અેવા ગામડામાં રહેતા મારા માતાજીને પાણી ભરવા દુર તળાવ સુધી જવુ પડે. મે અેક દિવસ કહયુ કે મારે પતંગ ચગાવી છે. પરિસ્થિતિ અેવી કે કોઇ વધારાનો ખર્ચ કરીના શકાય. મારી માઁઅે કાગળમાંથી પોતાના હાથે અેક સરસ મજાની મોટી પતંગ બનાવી આપી અને ગોદડા સિવવાનો જાડો દોરો હોય તેનો દડો વીટીને બનાવી કહ્યું કે કાલે સવારે સિમના તળાવે પાણી ભરવા જસુ ત્યારે પતંગ ઉડાવજે.

બીજા દિવસે સવાર પડે તેની રાહ જોતો નિંદરમા સરી પડ્યો. નિંદરમા હતો તો સપનુ પણ પતંગનુ જ આવ્યું કે દુર દુર આકાશ મા મારી પતંગ ઉડે છે ને પોતાના કરતબ થી મને ખુશી ની કિલકારી કરતો પતંગ સંગાથે ની મોજ કરતો હોય.

બીજા દિવસે જેવુ સવાર પડ્યુ હુ તો મારી પતંગ ને દોરનો દડો લઇને તૈયાર.

માઁઅે બેડાની જોડ ઉપાડી અને કહે ચાલ બેટા તળાવે જે મારો લગભગ રોજનો ક્રમ રહેતો.
તળાવ પાસે ના મેદાન મા જેવા પહોંચ્યા કે તરત બેડા બાજુ પર મુકીને સટાકથી મારી પતંગ અને દોર મારા હાથમિં લિધાને અને હજુ કઇ વિચારુ ત્યા તો પતંગ આકાશમા ઉચે હવામા ચડાવી દિધો. મને કહે કે લે કર મજા !

પણ જેમ જેમ ઢિલ આપતો ગયો તેમ પતંગ આકાશમા ઉપર ચડચા માંડે છે ને મને અેવો આનંદ આવેલ કે વાત ના પુછો !

પણ જેમજેમ પતંગ આકશમા ઉચે જતો ગયો તેમ તેનુ તાણ અને જોર વધવા લાગ્યું. હવે જોર વધતા તે મારા હાથ ના રહ્યો અને મારા હાથ ઝડપી દોર ના દડા સાથે છુટી ગયો ને કયાં છેક દુર ખેતર ના શેઢે ઉગેલા ઉચા બાવળ ની ડાળીમા ફસાઇ ગયો ! અને હુ રોતો રોતો દોડતો માઁ જયા પાણી ભરતી હતી તેની પાસે જઇને ફરિયાદ કરી. ત્યારે મને જીવન નો પહેલો પાઠ સમાજવ્યો માઁઅે.

જો બેટા આપડી પ્હોચ અને તાકાત હોયને અેટલુજ જોર કરાય. તને મે ના પાડેલ તો પણ તે પતંગને ઢીલ આપીને તો તારા હાથમા ના રહીને.
ચાલ હવે તને અેક નવુ રમકડુ બનાવી આપુ તો !?
જા કયાય થી અેક પોસ્ટકાર્ડ શોધી લાવ. હુ દોડતો આમ તેમ ફાફા મારતો તરતજ શોધી લાવ્યો અેટલે તેણે અેક સાઠીકડુ લીધુ અને પોસ્ટકાર્ડ માંથી બે લાંબી પટી કાપી અેક બાવળના મોટા કાંટામાં ભરાવી ને તે શુળ આગળ અેક બકરીની લિંડી ભરાવી દીધી , અે કાંટાનો બીજો છેડો સાઠિકડામાં ખોસીને જેવુ પવન ની સામે કર્યુ ત્યા તો સડસડાટ અેવુ ફરફરીયુ ફરવા માંડ્યું કે મારુ રડવાનુ ઉડાવીને ખડખડાટ હસાવા માંડયુ!

આ અનુભવની ખુશી મને જીવન મા કયારેય નહિં ભુલાઇ.

લેખક : ડો.નચિકેત અે. પંડ્યા

દરરોજ અવનવી માહિતી અને લેખ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી