આપણે દરેક નવુ વર્ષ નવા પ્લાન અને સંકલ્પ થી શરુ કરતા હોઈએ છીએ પણ શું એ સંકલ્પ પુરા થાય છે ખરા??

 

 

આપણે દરેક નવુ વર્ષ નવા પ્લાન અને સંકલ્પ થી શરુ કરતા હોવાથી મને થયુ કે શુ દરેક વર્ષ જે પ્લાન આપડે કરેલા હોય તેવુજ રહ્યું !?,આપણે નક્કી કરેલા સંકલ્પ સિદ્ધ થયાં ?!

હા અેવુ બની શકે કે મહદઅંશે તે મુજબ થયુ તો સારું .

પણ ના થયું તો શું કરવાનુ ?!

નવા જોમ થી ફરી પ્લાન કરવાનો સ્વનિરિક્ષણ કરવાનુ અને જે ભુલ કચાસ રહેવાથી સફળતા હાથમાં આવેલ પતંગ જેમ છુટી તે માટે કયાય પણ કશુજ બાકિ ના રહે તે માટે પોતાની જાતને આ રજામા સમય આપીને તરોતાજા કરવાની અને રિચાર્જ થવાનુ નવા જોમ સાથે ઘવાયેલ વાઘનિ માફક જે પોતાનો શિકાર મેળવીને જ જંપે છે.

હવે જયારે આપણે જિવન માં કોઈ લક્ષ્ય સિદ્ધ થાય તો ખુશી થવાનું પણ આ ખુશી ને આપડા હવેના લક્ષ્ય માટે નિ મહેનતમાં ફોરમ જેમ ભરિ દેવાી જેથી જેમ આપણને કયારેક અચાનક કોઈ ફુલ કે અતર નિ ફોરમ તરોતાજ કરે છે ને કેવી મજા આવી જાય છે !

તેવિ જ મોજ આ મેળવેલ સફળતા હવે પછી ના સપના ને સાકાર કરવા માટે પગદંડી બનશે.

આ પગદંડી પર ધૈર્યપુર્વક પગલા માંડતા પરિસ્થિતિ મુજબ પરિશ્રમ કરતા જવાથી જિંદગી મા કોઇ સપના જે સમજદારી થી પોતાની ક્ષમતા, પરિસ્થિતિઓ અને નાણાકીય પ્લાનિંગ થી કરીએ તો નિશ્ચિત સફળતા મળે જ છે.

આમ મહેનત ના મિઠા આમ્રફળ નો લાહવો આપડા ઉત્સાહમાં વધારો કરતો રહેશે.આપડે જિવનપથ પર અેક પછી અેક ઉપલબ્ધિઓ ના માઇલસ્ટોન સર કરતા આગળ વધતા જસુ.

જે આપણી અંદર સફળતા મેળવવા જુનુન લાવે છે. જેથી આપડે આપડા લક્ષ્ય મેળવવા ના પથ પરથી ભટકતા અટકાવસે. હમેશા જિવન મા કયારેય ઇચ્છિત કોઈક લક્ષ્ય મેળવવા બર્નિંગ ડિઝાયર જરુરી છે તેના વગર કસુ મેળવી શકાતુ નથી .

આ બર્નિંગ ડિઝાયર આપણામા લક્ષ્ય ને મેળવવા જુસ્સો રોપે છે જે આગળ જતા ઉત્કૃષ્ટ કલ્પવ્રુક્ષ જેવા જિવન તરફ આપણી જિવનક્ષિતિજ ને વિસ્તારે છે.

અને હમેંશા કોઈ ઉદ્દેશ ને ઉપલબ્ધ કરવાના અરમાન આપડામાં જાગે છે.અને જિંદગી વધુ ને વધુ જિવંત બનાવવામાં આપડે ખંત થી વ્યસ્ત થતા જસુ.

જેથી જિવનમા આપડે જોયેલા સપના પુરા કરવાનો અનમોલ આનંદ આવે. જે જિંદગી ના ભાથામાં અનેરા અનુભવનો ઉમેરો કરતા જિંદગી ને રોચક અને અવિસ્મરણીય બનાવે છે.

આપડી જિંદગી મા સંતોષ અને સંતૃપ્તિ નુ અોજસ પથરાવા થી અદભૂત રંગ જિવન માં ઉમેરાતા જાય છે. જે ને કારણે આપડે પોતાની કારકિર્દીની ને દિનપ્રતિદીન નવિ ઉચ્ચાઇ પર જતાં જોઇ શકાયું

અે પણ પરમાત્માના આશિર્વાદ રુપે અેક નજરાણુ જ છેને ! આવા નજરાણા વડે આપડે પોતાના વિકાસ સાથે સમાજ અને દેશ ને પણ આપડા કાર્યો વડે ઉત્કૃષ્ટ પ્રદાન કરીને તેનુ ઋણ ઉતારી શકાય.

આ રિતે સંપૂર્ણ વર્ષ ખંત થી કામ કરીને વર્ષાંતે તેને હકિકત ના દર્પણ મા મુલ્યાંકન કરવાથી જિંદગી મા આવનારા સમય મા શુ કરવુ તેનો રોડમેપ બનાવિ ને ફરી પાછા નવા લક્ષ્યો અને ક્ષિતિજ સર કરવા તરફ પ્રયાસો સાથે પ્રયાણ કરસુ તો જિવન કયારેય વ્યર્થ નહિ લાગે ને આપડો ઉત્સાહી અભિગમ જિંદગી ને ઉત્કૃષ્ટ બનાવશે .

જે દર વર્ષે નુતન જિવન જ લાગશે. અને આ અનેરા ચેંજ જ જિવન અને તેને માણવા જિવંત બનાવતા જતા કયારે જિવન યાત્રા કેટલે પહોંચે તે તો પરમાત્માના આશિષ પર છે પણ કયારેય પણ પસ્તાવો કરવાનો સમય તો નહિં જ આવે.

આપના મા રહેલા પરમાત્મા ના અંશને વંદન.

હા હું આવુ છું 

હું આવુ છું ,

લાવી જોમ જાન્યુઆરીનુ !

હું લાવુ છુ,

ફોરમ ફેબ્રુઆરી નુ !

હું આવુ છું,

લાવી મહેનતુ ફળ માર્ચનુ !

હું લાવુ છુ,

પાકેલ આમ્રફળ અેપ્રિલનુ !

હું આવુ છુ,

નુતન જુનુન લઇને જુન નુ !

હું લાવુ છુ,

જુસ્સો લઇને જુલાઇનુ !

હું આવુ છુ,

લઇને અરમાન અોગસ્ટ નુ !

હું લાવુ છુ,

સપનુ નવા સપ્ટેમ્બર નુ!

હું આવુ છુ,

અોજસ લઇને અોકટોબરનુ !

હું લાવુ છુ,

નજરાણુ નવેમ્બર નુ !

હુંઆવુ છુ,

દર વર્ષે લઇ દર્પણ ડિસેમ્બર નુ !

હું લાવુ છુ,

દર વર્ષે જિવન નવુઅનિલનુ !

લેખક : ડો.નચિકેત અે. પંડ્યા

દરરોજ પ્રેરણા મળે તેવી પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી