‘નુડલ્સ મસાલા સેન્ડવીચ ઇડલી’ , આજે બનાવો આ નવીન ઈડલી બાળકોને બહુ ભાવશે

 નુડલ્સ મસાલા સેન્ડવીચ ઇડલી
ગૃહિણીઓ ની રોજની ઉપાધી સાંજે બાળકો સ્કુલેથી ઘરે આવે અને ભુખ્યા થયા હોય અને નાસ્તામાં શું આપવું કે જેથી પેટ પણ ભરાઇ અને રાત્રિ ભોજન માટે થોડી જગ્યા પણ રહે.
બટેટા પૌઆ,ઉપમા અને ઢોકળા તો આપણે બનાવીએ જ છીએ આજ અાપણે ઇડલી બનાવવાના છીએ પણ એક નવા જ ટ્વિસ્ટ સાથે તો ચાલો બનાવીએ…
સામગ્રી:
• ૨ વાટકી રવો,
• ૧ ચમચી મીઠું,
• ખાટી છાશ જરૂર મુજબ,
• ખાવાનો સોડા,
• ૧ ચમચી સેઝવાન સોસ,
• ૧ પેકેટ નાનુ ટુ મિનિટ નુડલ્સ,
• ચપટી ચિલી ફ્લેક્સ,
રીત:
૧ રવાને છાશ અને મીઠું નાખીને પાંચ થી છ કલાક પલાળી લેવો.
૨ ટુ મિનિટ નુડલ્સ બનાવીને તૈયાર રાખવા મે અહીં સનફિસ્ટ મસાલા નુડલ્સ લીધા છે.
૩ એક સ્ટીમર અથવા લોયામાં પાણી ગરમ મુકીને અંદર કાઠો મુકીને એક ડિશ તેલથી ગ્રીસ કરીને અંદર મુકવી પાણી છણછણે એટલે ઇડલીના ખીરાના બે ભાગ કરીને એક ભાગમાં પા ચમચી ખાવાનો સોડા નાખીને સતત હલાવવુ અને તરત ડિશમાં રેડીને ઉપર ઢાંકીને પાંચ મિનિટ બફાવા દેવું.
૪ ડિશને ગરમ પાણીમાંથી બહાર કાઢીને ઇડલી ઉપર સેઝવાન સોસ લગાડવો.
૫ લગાવેલા સેઝવાન સોસ ઉપર તૈયાર કરેલા નુડલ્સ એક સરખા પાથરી દેવા.
૬ ઇડલીના ખીરાના બીજા ભાગમાં પા ચમચી ખાવાનો સોડા નાખીને સતત હલાવવુ અને તરત પાથરેલા નુડલ્સ ઉપર એક સરખુ પાથરી દેવું.
૭ ઇડલીની ડિશમાં ઉપર ચિલી ફ્લેક્સ છાંટીને પાછી આઠ થી દસ મિનિટ બાફવા મુકવી.
લ્યો તૈયાર છે નુડલ્સ મસાલા સેન્ડવીચ ઇડલી.
ગરમા ગરમ ટોમેટો કેચ અપ સાથે તમારા બાળકોને અાપો તેમને ઇડલીની મજા પણ મળશે અને નુડલ્સનું સરપ્રાઇઝ પણ.
* અા ઇડલીમાં વઘારની જરૂર નથી.
રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી