જમ્મુની આ દીકરીએ કરી બતાવ્યું, નોકરી છોડીને 2 લાખ રૂપિયાથી શરૂ કર્યો આ બિઝનેસ, હવે દર મહિને કમાય છે આટલા

જમ્મુની આ દીકરીએ કરી બતાવ્યું, નોકરી છોડીને 2 લાખ રૂપિયાથી શરૂ કર્યો આ બિઝનેસ, હવે દર મહિને કમાય છે આટલા

આપણે અહીં એક વાક્ય વારંવાર બોલવામાં આવે છે કે નોકરી એ નોકરી અને ધંધો એ ધંધો. આપણે એવા ઘણા કિસ્સા પણ જોયા છે કે લોકોએ લાખોની નોકરી છોડી હોય અને પછી પોતાનો બિઝનેસ કર્યો હોય. ત્યારે આજે પણ એક એવી જ લેડીની કહાની કહેવી છે કે જેણે આવું કઈક કરી બતાવ્યું છે. જમ્મુની રહેવાસી તાન્યા ગુપ્તા દિલ્હીમાં શેફ ઈન્સ્ટ્રક્ટરની નોકરી કરતી હતી, સારોએવો પગાર પણ હતો, પરંતુ જાન્યુઆરીમાં તે નોકરી છોડીને જમ્મુ આવી ગઈ.

તાન્યાને પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો, તેથી તેને પોતાના નાનપણના કૂકિંગના શોખને જ કરિયર બનાવવાનું નક્કી કર્યું. થોડા દિવસ પછી જ તાન્યાએ પોતાની બચતના બે લાખ રૂપિયાથી ‘ધ બેકિંગ વર્લ્ડ’ની શરૂઆત કરી. આજે તે આ બિઝનેસથી લગભગ 50 હજાર રૂપિયા મહિને કમાઈ લે છે. બિઝનેસની શરૂઆતથી જ તાન્યાએ પોતાના ઘરના કિચનને જ વર્કશોપમાં બદલ્યું અને બજારથી બેકિંગનો સામાન અને અન્ય વર્કશોપની વસ્તુઓ પણ ખરીદી લાવી. શરૂઆતમાં તાન્યાએ પોતાના કેટલાક મિત્રો અને ઓળખીતાને લોકોને વોટ્સએપ ગ્રુપ બનાવીને કોન્ટેક્ટ કર્યો.

image source

ધીરે ધીરે લોકોને તેમની કેક પસંદ આવવા લાગી અને તાન્યાના બિઝનેસે ગતિ પકડવાનું શરૂ કર્યુ, પરંતુ આ વચ્ચે કોરોનાની મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન લાગું થયું તો તાન્યાનો બિઝનેસ પણ બંધ થઈ ગયો, પરંતુ તેણે હાર ન માની. તાન્યા કહે છે, ‘લોકડાઉનના સમયને મેં મારા માટે એક તક જોઈ, આ મારા માટે એક પડકાર પણ હતો કે કઈ રીતે હું લોકોને ઘરબેઠાં ટેસ્ટી અને હાઇજેનિક કેક, બેકરી પ્રોડક્ટ્સ પહોંચાડી શકું છું. મનમાં એમ પણ હતું કે ભલે લોકડાઉન હોય, પરંતુ લોકો બર્થ ડે અને વેડિંગ એનિવર્સરીની તો ઉજવણી કરશે જ અને આવા પ્રસંગે કેક સૌથી જરૂરી છે.’ એવામાં તાન્યાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને પોતાની કેક અને બેકરી આઈટમ્સને પ્રમોટ કરવાનું શરૂ કર્યું.

image source

બસ આ કામ શરૂ કર્યું અને આગામી સપ્તાહથી જ તેને ઓનલાઈન અને ઓન કોલ કેકના ઓર્ડર મળવા લાગ્યા. તાન્યા લોકોના આઈડિયા મુજબ કેક તૈયાર કરતી હતી સાથે જ ક્વોલિટી અને સ્વાદ સાથે પણ કોઈ જ કોમ્પ્રોમાઈઝ નહીં. તાન્યાની ‘ધ બેકિંગ વર્લ્ડ’ પર હવે કેક ઉપરાંત પેસ્ટ્રી, કપ કે, બ્રાઉની, કૂકીઝ જેવી બેકરી આઈટમ્સ પણ ઓર્ડર તૈયાર કરવામાં આવે છે. તાન્યાના પિતા એક બિઝનેસમેન છે અને માતા હોમ મેકર છે. માતા કેક મેકિંગમાં તેને પોર્ટ કરે છે, જોકે રેસિપી તાન્યાની જ હોય છે. તાન્યાની માતા સીમા ગુપ્તા જણાવે છે, ‘તાન્યાને પહેલેથી જ કૂકિંગનો શોખ હતો, ખાસ કરીને બેકિંગનો. તે સ્કૂલ ટાઈમથી જ કંઈ ને કંઈક ટ્રાઈ કરતી હતી.

image source

માતાએ આગળ વાત કરી હતી કે, કોન્વેન્ટથી સ્કૂલિંગ પછી તાન્યાએ જમ્મુ યુનિવર્સિટીથી બીએ ઈન હોમ સાયન્સ કર્યું. વર્ષ 2018માં જ્યારે તાન્યા દિલ્હી ગઈ તો ત્યાં બેકિંગની સ્પેશિયલ ટ્રેનિંગ માટે તેને ટ્રફલ નેશન સ્કૂલ જોઈન કરી. શોખ તો પહેલેથી જ હતો તેથી તાન્યા ચાર-પાંચ મહિનામાં બધું જ શીખી ગઈ અને જે બાદ ત્યાં નોકરી પણ કરવા લાગી. તાન્યા ત્યાં શેફ ઈન્સ્ટ્રકટર તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન તે જમ્મુમાં પોતાની માતાને રેસિપી જણાવીને કેક પણ બનાવતી હતી. ત્યા સુધી તાન્યા આ કેક ઓળખીતા અને મિત્રોને પણ ગિફ્ટ કરતી હતી.

image source

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં જ્યારે તાન્યા જમ્મુ પરત ફરી તો ‘ધ બેકિંગ વર્લ્ડ’નો પ્રારંભ કર્યો. તાન્યા કહે છે કે હજુ તેને સોશિયલ મીડિયા પર વધુ પ્રમોશન કરવું છે. ‘ધ બેકિંગ વર્લ્ડ’ને જમ્મુ અને બાકીનાં શહેરોમાં પણ બેકિંગ સ્ટોર ખોલવાનો પણ પ્લાન છે. તાન્યાનાં માતા-પિતા કહે છે, તેમને પોતાની પુત્રી પર ગર્વ છે. તે ન માત્ર પોતે પગભર થઈ છે, પરંતુ ફાઇનાન્સિલ આત્મનિર્ભર થઈને પોતાનો બિઝનેસ પણ કરી રહી છે. ત્યારે હાલમાં મોદી સરકાર પણ લોકોને આત્મનિર્ભર બનવા માટે અલગ અલગ રીતે સહાય આપી રહી છે અને લોકોને એ તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તાન્યાની માફક ઘણી યુવતીઓ આ પગલે આગળ આવી રહી છે અને આત્મનિર્ભર બની રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ