જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિએ નોકરી મેળવવા આવેલી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા ! જાણો તેમની રોમાંચક લવસ્ટોરી

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ તેવા એમેઝોન કંપનીના સીઈઓ. જેફ બેજોઝ હજું તો પોતાના અત્યંત મોંઘા છુટ્ટા છેડાની ચર્ચામાંથી બહાર નથી આવ્યા ત્યાં તો તેઓ ફરી એકવાર પ્રેમમાં પડી ગયા છે તેવા સમાચાર ફેલાવા લાગ્યા છે ! હા, હજુ ગયા વર્ષે પોતાની પૂર્વ પત્ની મેકેંઝી બેજોસ સાથે તેમણે છુટ્ટા છેડા લીધા છે અને આજે તેમણે બીજી રીલેશનશીપ પણ શરૂ કરી દીધી છે.


જેફ બેજોઝ એક દીલફેંક માણસ છે તેમની પૂર્વ પત્ની મેકેંઝી સાથેની પ્રણય કથા પણ કંઈ ઓછી રોમાંચક નથી. આ ઉપરાંત તેમના સંબંધો એક અમેરિકન પાયલટ અને ટીવી એંકર સાથે પણ રહ્યા છે. હજુ ગયા એપ્રિલે કોર્ટ તરફથી જેફના પૂર્વ પત્ની સાથેના છુટ્ટાછેડા મંજૂર થયા છે ત્યારે તેના બીજા જ દીવસે લોરેન સાંચેઝ અને તેમના પતિએ પણ ડીવોર્સ મેળવવા માટે કોર્ટમાં અરજી આપી દીધી. હા, આ લોરેન સાંચેઝ જેફની નવી ગર્લ્ફ્રેન્ડ છે.


હાલ જેફ બેઝોસ પોતાની સહ કર્મી લોરેન સાથે સંબંધમાં છે. તેઓ છેલ્લા 14 વર્ષથી સાથે કામ કરી રહ્યા છે. પણ છેલ્લા થોડા મહિનામાં જ એકબીજાની નજીક આવ્યા છે. તેમની આ નવી ગર્લફ્રેન્ડ 49 વર્ષની છે જ્યારે જેફ 55 વર્ષના છે. પણ તેમના આ નવા સંબંધ કરતાં તેમની પૂર્વ પત્ની મેકેન્ઝી સાથેની લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ રહી છે.


જેફ અને મેકેન્ઝીએ એક સાથે જ એમેઝોનના પાયા નાખ્યા હતા. આમ જોવા જઈએ તો જેફની સફળતા પાછળ પૂર્વ પત્ની મેકેન્ઝીનો ઘણો મોટો ફાળો છે. આ બન્ને જણનો સંબંધ ખુબ જ સુદંર હતો અને જેફ તો જોબ માટે ઇન્ટર્વ્યુ આપવા આવેલી મેકેન્ઝીને પહેલી નજરમાં જ દીલ દઈ બેઠા હતા. અને માત્ર ત્રણ જ મહિનાની ડેટીંગ બાદ તેમણે 1993માં લગ્ન કરી લીધા. જો કે તે વખતે જેફ કંઈ એટલા બધા ધનવાન નહોતા તે વખતે તેઓ એક ભાડાના ફ્લેટમાં રહેતા હતા.


જેફ એક સામાજીક વ્યક્તિ છે તેમને લોકો સાથે હળવું મળવું ખુબ ગમે છે જ્યારે મેકેન્ઝીને તો લેખીકા બનવું હતું અને પોતાના મિત્રો સાથે ફરવું ગમતુ હતું. અને તેણીએ જ્યારે પોતાનું પ્રથમ પુસ્તક લખ્યું તો તે તરત જ બેસ્ટ સેલર બની ગયું. જો કે ધીમે ધીમે બન્નેની પ્રાથમિકતા બદલાઈ ગઈ. જેફ બિઝનેસમાં ઓતપ્રોત રહેવા લાગ્યા અને મેકેન્ઝી પોતાના લેખનમાં અને આમ બન્ને વચ્ચે ઉંતર વધ્યું અને લગ્નના લગભગ 25 વર્ષ બાદ તેમણે છુટ્ટા છેડા લેવાની નોબત આવી.


જેફ બેઝોસની લવલાઇફ જેવી જ રસપ્રદ છે તેમની પર્સનલ લાઇફ તેમની કેટલીક આદતો તો સાવ જ સામાન્ય માણસ જેવી છે જે જાણીને તમને તેમના માટે આશ્ચર્યની સાથે સાથે માન પણ ઉપજશે.

બેઝોસને ઉંઘવું ખુબ ગમે છે, તે પુરતી ઉંઘ લેવામાં માને છે. તેમને ક્યારેય સવારે ઉઠવા માટે એલાર્મ ક્લોકની જરૂર નથી પડતી તે કુદરતી રીતે જ સમયસર ઉઠી જાય છે.


તેઓ જ્યારે મેરીડ હતા તે દરમિયાન તેઓ હંમેશા પોતાનો સવારનો હેલ્ધી નાસ્તો પોતાની નવલકથાકાર પત્ની મેકેન્ઝી સાથે જ લેવાનું પસંદ કરતા હતા. જેમની સાથે તારેતરમાં જ તેમણે છુટ્ટા છેડા લીધા છે.

બેઝોસ એક ફેમિલીમેન છે માટે તે હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેઓ પોતાના કુટુંબને પોતાના બાળકોને પુરતો સમય આપે માટે સવારની બાજુએ તેઓ ક્યારેય કેઈ મીટીંગ રાખતા નથી.


જો કે બેજોઝ બિઝનેસ મીટીંગ્સમાં કંઈ ખાસ વિશ્વાસ નથી ધરાવતા તે વર્ષ દરમિયાન માત્ર 6 કલાક જેટલો જ સમય એમેઝોન ઇનવેસ્ટર્સ સાથે પસાર કરે છે. બેઝોસ જ્યારે પણ બિઝનેસ મિટીંગનું આયોજન કરે ત્યારે તે મોટી મીટીંગ પસંદ નથી કરતા. તે થોડાક જ સભ્યો સાથે મીટીંગ કરવાનું પસંદ કરે છે. અને આવી મીટીંગ દરમિયાન તેઓ નાશ્તા પાછળ મોટી ધમાલ કરવામાં નથી માનતા પણ બે પિઝા ઓર્ડર કરી દે છે.


જો કે એક બોસ તરીકે તે થોડા ગરમ મીજાજના વ્યક્તિ છે. અને એક અહેવાલ પ્રમાણે એવી પણ અફવા ફેલાઈ હતી કે તેમના આ ગરમ મીજાજને શાંત રાખવા માટે તેમણે એક એક્ઝીક્યુટીવ કોચને પણ હાયર કર્યા હતા જે તેમને તેમનો મિજાજ શાંત રાખવામાં મદદ કરે.

જોફ બેજોઝને તમે એક કંજુસ બોસ પણ કહી શકો કારણ કે તે પોતાના એમ્પ્લોઇને ફ્રી લંચની સગવડ આપતા નથી. માટે જો તમે એમેઝોનમાં જોબ કરવા માગતા હોવ તો તમારે તમારા ખીસ્સામાંથી જ બપોરના લંચ માટે પૈસા કાઢવા પડશે. બેઝોસનો ખાવાનો શોખ થોડો વિચિત્ર છે. તે હંમેશા કંઈક વિચિત્ર ડીશો જ ઓર્ડર કરતા હોય છે. જો કે તેમને ફૂડ ટ્રકનું ખાવાનું ખુબ ભાવે છે.


જેમ મીટીંગ માટેના તેમના ચોક્કસ નિયમ છે તેવી જ રીતે એક ખુબ જ સામાન્ય પણ આટલા ધનવાન માણસ માટે અસામાન્ય એવો તેમનો એક નિયમ છે તે છે સાંજના જમણ બાદ વાસણ ધોવાનો નિયમ. તેઓ માને છે કે તેઓ ક્યારેય તેટલા વ્યસ્ત નથી હોતા કે જમ્યા બાદ ડીશો ન થઈ શકે. થયુંને આશ્ચર્ય !


જેફ બેઝોસને સ્ટાર સ્ટ્રેક સિરિઝ ખુબ પસંદ છે તેમણે 2016ની સ્ટાર ટ્રેક મુવીમાં એક કેમિયો રોલ પણ કર્યો છે. આ ઉપરાંત તેમને સ્પેસ એટલે કે અવકાશ સાથે જોડાયેલી વસ્તુઓ માટે પણ એક ખાસ આકર્ષણ છે. અને તેઓ અવારનવાર પોતાના બાળકોને એડવેન્ચર ટ્રીપ પર લઈ જવાનું પસંદ કરે છે.


ઉંઘના સમયે બેઝોસ કોઈ પણ જાતની ખલેલ પસંદ કરતા નથી. તે શરીરને પુરતો આરામ આપવામાં માને છે. તે રોજ રાત્રે આંઠ કલાકની પુરી ઉંઘ લે છે. તો જાણી લીધું તમે કે દુનિયાનો સૌથી ધનવાન માણસ પણ એક સામાન્ય જીવન જીવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version