તેણે પોતાની શ્રદ્ધાંજલી ના સમાચાર વાંચ્યા !- આ રીતે “નોબેલ પારિતોષિક” નો જન્મ થયો…Amazing Information

અખબારમાં પોતાની જ શ્રદ્ધાંજલિ વાંચવાની તમે કલ્પના કરી શકો છો? લોકો તમારા વિશે શું કહેશે? આલ્ફ્રેડ નોબેલને પોતાની મૃત્યુ નોટિસ વાંચવાની તક મળી અને તેણે જે જોયું તે તેને ગમ્યું નહિ.

આલ્ફ્રેડ નોબેલ ખૂબ જ ધનવાન અને સફળ માણસ હતો.તેઓ રસાયણશાસ્ત્રમાં નિષ્ણાત બન્યા હતા અને દુનિયામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ત્રણ મોટા વિસ્ફોટકો- ડાઈનેમાઈટ, જીલીગ્નાઇટ(ખાણકામમાં વપરાય છે)અને બાલીસ્ટાઇટ કે જે આજે પણ રોકેટ છોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેની શોધ કરી હતી.

આ શોધથી તેઓ ખૂબ જ સમૃદ્ધ થયા.નોબેલે બોફોર્સ નામની એક એન્જિનિયરિંગ કંપની ખરીદી અને તે શસ્ત્રના ઉત્પાદક બન્યા.તેમણે તોપો અને ગનની ડિઝાઇન બનાવ્યા અને તેને વિશ્વભરમાં વેચી અને અતિ સમૃદ્ધ થયા.ત્યાર પછી, 1888માં, આલ્ફ્રેડના ભાઈનું ફ્રાન્સની મુલાકાત વખતે અવસાન થયું.

એક ફ્રેન્ચ અખબારે આલ્ફ્રેડ મૃત્યુ પામ્યા તેમ માનીને એક શ્રદ્ધાંજલિ છાપી જેની શરૂઆત આ રીતે કરી:-“મોતના સોદાગરનું મોત.”
ડૉ.આલ્ફ્રેડ નોબેલ,જે પહેલાં કરતાં વધુ લોકોને વધુ ઝડપથી મારી નાખવાની રીતો શોધીને સમૃદ્ધ બન્યા હતા, તે ગઈકાલે મૃત્યુ પામ્યા.
આલ્ફ્રેડ નોબેલને આઘાત લાગ્યો.શું લોકો તેને માટે આમ વિચારતા હતા?

શું તે આ દુનિયામાં આવી છાપ છોડીને જશે? ત્યારે તેમણે પોતાની અઢળક સંપત્તિનો ઉપયોગ હકારાત્મક પ્રવૃત્તિ વાપરવાનો નિર્ણય લીધો. નોબેલે $250 મિલિયન ડોલરના ભંડોળના એક ફાઉન્ડેશન સ્થાપના કરી.

આ ફાઉન્ડેશન દર વર્ષે વિશ્વના અગ્રણી નિષ્ણાતો સાથે પરામર્શ કરી માનવતા માટે મહાન યોગદાન કરનાર વ્યક્તિઓ ને ઇનામ આપશે. આ ઇનામો વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિના પ્રોત્સાહન માટેના ઇનામ હશે.

આજે “નોબેલ પારિતોષિક” કદાચ વિશ્વના સૌથી જાણીતા અને સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો છે. આ પુરસ્કારો મહાન વૈજ્ઞાનિકો, લેખકો અને ઉત્કૃષ્ટ કાર્યો કરનાર કાર્યકરોને એનાયત કરવામાં આવ્યા છે.

પોતાની શ્રદ્ધાંજલિ છપાઈ તે સમય-1895માં પોતાનું આ ફાઉન્ડેશન સ્થાપ્યું અને તે માત્ર તેના એક વર્ષ પછી મૃત્યુ પામ્યા હતા.

નોબેલ પ્રાઇઝે તેમની ઇચ્છા પૂર્ણ કરી.તેમની “મોતનાસોદાગર”-“ધ મર્ચન્ટ ઓફ ડેથ” તરીકેની પ્રતિષ્ઠા કરતાં એક ખૂબજ અલગ પ્રતિષ્ઠા વારસામાં મળી. તેઓને આજે વિસ્ફોટકોના શોધક અથવા શસ્ત્ર ડીલર તરીકે યાદ કરવામાં નથી આવતા,પરંતુ લોકો તેમને દુનિયાના એક મહાન દાનેશ્વરીઓ પૈકીના એક તરીકે ઓળખે છે.

તમારા જીવનમાં તમે કોઈ પણ સમયે બદલાવ લાવી,આ વિશ્વને એક વધુ બહેતર જગ્યા બનાવી શકો છો. આ કાર્ય તમે કોઈ પણ સમયે કરો તો તે મોડું નથી અને નોબેલ આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

લેખન-સંકલન : નિરુપમ અવાસિયા

જો આપ સૌને આ વાત રસપ્રદ અને નવી લાગી હોય તો શેર કરી અમારો ઉત્સાહ વધારજો !!

ટીપ્પણી