દરરોજ જેમને મેકઅપ કરવાનો રહેતો હોય એવી ફેશનેબલ અને પ્રોફેશનલ લેડિઝ ધ્યાનથી આ માહિતી જાણો.

શું તમને મેકઅપ કરનો ખૂબ શોખ છે, પણ ચહેરાનું નૂર દૂર થઈ જવાનો ડર છે? તો આ વાતો જરૂર જાણી લો તમને મદદરૂપ થશે. દરરોજ જેમને મેકઅપ કરવાનો રહેતો હોય એવી ફેશનેબલ અને પ્રોફેશનલ લેડિઝ ધ્યાનથી આ માહિતી જાણો. મેકઅપ કરવાથી જોજો ચહેરાને ન થઈ જાય કોઈ મોટું નુક્સાન! ૫ બાબતોમાં જરૂર રાખજો કાળજી…


મેકઅપ કરવો એ સ્ત્રીઓનો માત્ર શોખ જ નથી હોતો તેમની જરૂરિયાત પણ હોય છે. કેટલીક સ્ત્રીઓને દરરોજ મેકઅપ કરવો પડતો હોય તેવું પ્રોફેશન હોય છે. એર હોસ્ટ્રેસ કે હોટેલ મેનેજમેન્ટ જેવા વ્યવસાયમાં આખો દિવસ મેકઅપ કરેલા ચહેરા સાથે સ્મીત આપતાં રહેવું પડતું હોય છે. બ્યુટી પાર્લર હોય છે કોઈ એક્ટરસ / મોડેલ એમને પણ હેવી કે લાઈટ મેકઅપમાં સજ્જ રહીને કામ કરવાનું રહેતું હોય છે. એવી કોઈ જ મહિલા ન હોય જેમને બનીઠનીને શણગારીને રહેવું ફરવું ગમતું હોય છે.


પરંતુ રોજેરોજ મેકઅપ કરવાથી ચહેરાનું નૂર ખોવાઈ જઈ શકે છે. તે માટે કેટલીક ખાસ કાળજી લેવી જોઈએ જેથી ચહેરો નિસ્તેજ ન થાય. ચહેરા પર કરચલી કે ડાઘ ન પડે. ચહેરો તરડાઈ જવો, ગાલ કે હોઠ ફાટવા જેવી સામાન્ય તકલીફ તો આપણને ક્યારેક મેકઅપ કરવાથી પણ થઈ જતી હોય છે. તો એવા કેટલાંક સૂચનો જોઈએ જે આપણને દરરોજ કે ક્યારેક મેકઅપ કરવાથી નુક્સાન થતું અટકાવે અને ચહેરાની અસલ ચમક જાળવી રાખવામાં મદદરૂપ રહે.


મેકઅપ ઉતારવા સાબુનો ઉપયોગ ન કરશો.

મેકઅપ સાફ કરવા માટે ક્યારેય કેમિકલયુક્ત સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને લીધે ચહેરાની ચામડી સૂકી અને તરડાઈ શકે છે. માઈલ્ડ ક્રીમી ફેશવોશ કે પછી જેન્ટલ ગ્લીશીરિલ સાબુનો ઉપયોગ કરો તો વાંધો આવતો નથી.


ચહેરો સાફ કરવા ક્લિનઝિલ મિલ્ક

મેકઅપ ઉતારવા માટે ક્લિનઝિલ મિલ્ક સૌથી વધુ સલાહ ભર્યું છે. સ્વચ્છ કોટન કે સ્વેબથી સારી ક્વોલિટીનું ક્લિનઝિલ મિલ્ક વાપરવું જોઈએ. જો એ ન હોય તો ઘરમાં ફ્રિઝમાં રાખેલું દૂધ કે કાચું દૂર ખૂબ સારું રહે છે. તેમાં રહેલા કુદરતી તત્વોને લીધે ચહેરાની અસલ ચમક જળવાઈ રહે છે.


વેટવાઈપ સ્વેબ

હાલમાં ચહેરો સાફ કરવા માટે આ એક ઉત્તમ વિક્લપ રહે છે. જેમાં એન્ટિસેપ્ટિક એજન્ટ પણ હોય છે જેથી ચહેરા પર જો ધૂળ કચરો જમા થયો હોય તો તે પણ સાફ થઈ જાય છે. એ હાઈજિનિક પણ છે જેથી સેનેટરી લોશનની જેમ જંપ્સ રહિત પણ હોય છે. એક વેટવાઈપ નેપકીનથી આખો ચહેરો આરામથી સાફ થઈ જઈ શકે છે.


મેકઅપ રીમૂવર ટેકનિક

જે પણ રીતથી તમે મેકઅપ સાફ કરવા ઇચ્છો તેને સૌથી પહેલાં હોઠ બંધ કરીને લિપ્સટિક સાફ કરવી જોઈએ. ત્યારબાદ જો લેન્સ પહેર્યા હોય તો તે કાઢી લઈને આરામથી તેને યોગ્ય રીતે રાખી દેવા જોઈએ ત્યારબાદ આંખો બંધ કરીને પાંપણ, આઈશેડો અને કાજળ સાફ કરી લેવી જોઈએ. જો કોટન સ્વેબ હોય તો બદલીને ક્લિનઝિલ મિલ્ક કે વેટવાઈપથી કપાળથી લઈને ગાલ તરફની દિશાએ ફેરવીને ગળાં સુધી લઈ જઈને મેકઅપ ઉતારવો જોઈએ.


નેપકીન

ચહેરો ધોયા પછી ધ્યાન રાખવું જોઈએ કે જો પાણીથી કે ક્રિમથી સ્વચ્છ કર્યા પછી જો કોરા રુમાલ કે નેપકીનથી સાફ કરવામાં આવે તો ચહેરા પર જોરથી વજન દઈને ઘસવું ન જોઈએ. જેથી ચામડી ખેંચાવી ન જોઈએ. તેને હળવા હાથે કે ટેરવાંથી સાફ કરવું જોઈએ.


મેકઅપ કાઢ્યા પછી શું કરવું?

મેકઅપ ઉતાર્યા બાદ ચહેરાને એકદમ સ્વચ્છ કરવો જોઈએ. તેને યોગ્ય હવા અને ઉજાસ મળે તે ખૂબ જ જરૂરી છે. ચહેરાનું નૂર જાળવી રાખવા માટે આંખોમાં કુંડાળાં ન પડે તેનું ધ્યાન રાખવું. જેમાં આંખોના પોપચાં પર ગુલાબજળનાં ટીપાં કે પોતાં રાખવાં જોઈએ. સારી ક્વોલીટીનું મોશ્ચ્યુરાઈઝર લગાવીને સૂવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ