જલ્સા કરોને જેંતીલાલ

મિત્રો પર કરોડો લૂટાવતો દોસ્ત : વર્લ્ડ ચેમ્પિયન બોક્સર ફ્લોઇડ મેવેદર , હંમેશા સાથે રાખે છે લાખો ડોલરની કેશ

2017માં 27 ઓગસ્ટે થયેલા માત્ર 36 મિનિટના બોક્સિંગના મુકાબલામાં એથલિટ ફ્લોઇડ મેવેદરે 1845.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ફોર્બ્સ મેગેઝિને જ્યારે 2018નું સૌથી વધારે કમાણી કરતાં સ્પોર્ટ્સ પર્સનની યાદી જાહેર કરી ત્યારે મેવેદર તેમાં ટોચ પર હોય તે જોઈને કોઈને પણ આશ્ચર્ય નહોતું થયું.


તે વર્ષે તેમની કમાણી લગભગ 2000 કરોડ રૂપિયા હતી જેમાંથી 90 ટકાની કમાણી તેમણે માત્ર 36 મિનિટમાં જ કરી લીધી હતી. આ મેચ બોક્સિંગ ઇતિહાસની સૌથી મોંઘી ફાઈટ હતી. આ મેચ પર લોકોએ 600 મિલિયન ડોલર દાવ પર લગાવ્યા હતા. આ મેચ લાસ વેગાસમાં થઈ હતી અને તેનું જીવંત પ્રસારણ પણ થયું હતું.


હાલ તેમની કમાણીએ આકાશ આંબી લીધું છે. તેમની અત્યારસુધીની કમાણી 67.1 અરબ રૂપિયા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પોતાના કામમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ આજે તેઓ વિશ્વના 8માં નંબરના સૌથી ધનીક એથલિટ છે.


તમને જણાવી દઈએ કે મેવેદરના લોહીમાં જ બોક્સિંગ વહે છે. તેમના પિતા ફ્લોઇડ મેવેદર સિનિયર પણ એક બોક્સર હતા. આ ઉપરાંત તેમના બન્ને કાકાઓ પણ બોક્સર હતા.


તમને કદાચ આશ્ચર્ય થતું હશે કે બોક્સિંગમાં એવું તે વળી શું જોવાનું હોય છે પણ આપણા દેશમાં બોક્સિંગને એટલું પસંદ કરવામાં નથી આવતું પણ અમેરિકા ઉપરાંત બીજા ઘણા બધા દેશમાં બોક્સિંગ પર મોટો-મોટો સટ્ટો રમવામાં આવે છે.


સોશિયલ મિડિયા પર અવારનવાર શેયર કરે છે ઢગલો પૈસા તેમજ સોનાના ઘરેણાની તસ્વીરો

તમને જણાવી દઈએ કે હાલ મેવેદર ભલે નિવૃત્ત હોય પણ તે સોશિયલ મિડિયા પર ફુલ એક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મિડિયા પર લાખો ડોલરની નોટો ની ફોટો શેયર કરે છે તેટલું નહીં પણ તેઓ તેની સાથે સાથે પોતાના કીમતી સોના તેમજ હીરા જડેલા ઓર્નામેન્ટની પણ તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેયર કરે છે.


તેમના નામે છે આ અજોડ રેકોર્ડ

અત્યાર સુધીમાં મેવેદર 50 બોક્સિંગ ચેમ્પિયનશીપ રમી ચુક્યા છે જેમાં તેઓ એકપણ વખત નથી હાર્યા. તેમણે આ 50 મુકાબલાઓમાં 27 વાર વિરોધીને નોકઆઉટ કર્યા છે જ્યારે 23 વાર જ વિરોધી તેમની સામે થોડા ટક્યા છે પણ છેવટે તો તેમણે હાર જ માનવી પડી છે.


મેવેદર આજે પણ બોક્સીંગ કર્યા વગર કરોડો રૂપિયા કમાય છે. અને તેઓ જ્યારે પોતાના તરફથી કોઈ પાર્ટી આપતા હોય ત્યારે તેમાં કોઈ જ કમી નથી રાખતા અને પાર્ટીમાં દીલખોલીને મિત્રો પર પૈસા ઉડાવે છે. તે માત્ર પાર્ટીમાં જ કેટલાએ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે તેમના માટે જાણે પૈસો હાથનો મેલ હોય તેમ તેને ઉડાવે રાખે છે.


એવા પણ અહેવાલ છે કે તેમના ઘરે બેંકમાંથી પૈસા ટ્રકમાં આવે છે. હા, તેઓ પોતાની પાસે અઢળક કેશ રાખે છે. પછી તે પ્રવાસમાં હોય પોતાના જ શહેરમાં હોય કે ગમે ત્યાં હોય તે હંમેશા પોતાનીસાથે ભારે કેશ લઈને ફરે છે. અને આ કેશ પહોંચાડવા બેંકની ટ્રક તેમના ઘરે આવે છે.


મેવેદરના ગેરેજમાં મોંઘી મોંઘી ગાડીઓનો જમાવડો હોય છે. આ ઉપરાંત તે પોતાનું પ્રાઇવેટ પ્લેન પણ રાખે છે. અને તે હંમેશા ઢગલાબંધ કેશ સાથે શોપિંગ કરવા નીકળે છે. મેવેદરને લોકો મની મેન તરીકે પણ ઓળખે છે. તે હંમેશા પોતાની સાથે બેગ ભરીને કેશ રાખે છે.


તે અમેરિકાના રંગીન શહેર લાસ વેગાસમાં અબજો રૂપિયાનો બંગલો ધરાવે છે જેનું નામ છે બિગ બૉય મેન્શન આ ઘરનું એક ઇન્ટાગ્રામ અકાઉન્ટ પણ છે. આ ઘર 22 હજાર સ્ક્વેર ફૂટનું છે. જેમાં 7 બેડરૂમ છે, એક માસ્ટર બેડરૂમ છે, 9 બાથરૂમ છે. એક માસ્ટર બાથરૂમ પણ છે જેમાં કેટલાએ બાથ ટબ ઉપરાંત 12 લોકો શાવર લઈ શકે તેવી વ્યવસ્થા છે.


આ ઉપરાંત મનોરંજન માટે બે સ્ક્રીનનું હોમ મૂવી થિયેટર છે. એક ભવ્ય સ્વિમિંગ પુલ ઉપરાંત કપડાં તેમજ શૂઝ રાખવા માટે કેબિનેટ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તેમના આ ઘરમાં જ્યાં જુઓ ત્યાં ડોલરની નોટો વિખેરાયેલી પડી હોય છે. આ ઉપરાંત તે માયામીમાં પણ એક આલિશાન બંગલો ધરાવે છે.


તેમના બન્ને ઘરમાં કાર માટે સ્પેશિયલ મોટા ગેરેજ રાખવામાં આવ્યા છે જેમાં તેમની પોશ કારને પાર્ક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમના લાસ વેગાસના ઘરમાં તેઓ બધી જ વ્હાઇટ પોશ કાર રાખે છે જ્યારે માયામી ખાતેના ઘરમાં બ્લેક કારો રાખે છે.


કહેવાય છે કે મેવેદર એક શુઝની જોડી માત્ર એક જ વાર પહેરે છે. અને એકવાર શૂઝ પહેર્યા બાદ તે તે સૂઝ પોતાના સ્ટાફ મેમ્બરને આપી દે છે. તેમને મોંઘા-મોંઘા સ્ટાઇલીશ શૂઝ પહેરવા કુબ ગમે છે અને તેમણે એકવાર ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેય કરી હતી જેમાં તેમણે શૂઝના બોક્સીસનું ટાવર બનાવીને તેની સાથે તસ્વીર લીધી હતી.


તેમની પાસે જી-5 પ્રાઇવેટ જેટ પ્લેન છે. જેમાં તેઓ લાખો રૂપિયાની કેશ લઈને ફરે છે. અને જ્યારે તેઓ પ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે તેમના બેડી ગાર્ડ બીજા જેટ પ્લેનમાં મુસાફરી કરે છે. કારણ કે તે પોતાના પ્લેનમાં વધારે લોકોને બેસાડતા ડરે છે.


મેવેદરને બોક્સર જ્વેલરી ખુબ જ પસંદ છે. તે કરોડો રૂપિયાની આ પ્રકારની જ્વેલરી ધરાવે છે એકવાર તો તેમની 48 કરોડ રૂપિયાની જ્વેલરી ચોરી પણ થઈ ગઈ હતી. અને અવારનવાર તેઓ પોતાની આ સુંદર મજાની આંખો આંજીનાખે તેવી ચમક ધરાવતી જ્વેલરીની તસ્વીરોને પોતાના ફેન્સ સાથે સોશિયલ મિડિયા પર પણ શેયર કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version