માતા નીતુ સિંહ કપૂરની સાથે રણબીર કપૂર પોતાના જુના ઘરની તપાસ કરવા પહોચે છે, ત્યાર પછી એકાએક થયું કઈક એવું કે, રણબીર કપૂર માતાને છોડીને ચાલ્યા ગયા.

માતા નીતુ સિંહ કપૂરની સાથે રણબીર કપૂર પોતાના જુના ઘરની તપાસ કરવા પહોચે છે, ત્યાર પછી એકાએક થયું કઈક એવું કે, રણબીર કપૂર માતાને છોડીને ચાલ્યા ગયા.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર હજી પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઉપરાંત રોજ જીવલેણ કોરોના વાયરસથી ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, ભારતમાં સામાન્ય જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પૂરી રીતે અનલોક કરવાની પ્રક્રિયાને ધીરે ધીરે શરુ કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય જનતાથી લઈને બોલીવુડ સેલેબ્રીટીસ પણ હવે પોતપોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. ત્યાં જ કેટલાક બોલીવુડ સેલેબ્રીટીસએ પોતાના જુના અધૂરા રહી ગયેલ કામને પણ પૂરું કરવાનું શરુ કરી દીધું છે. તાજેતરમાં જ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને તેમની મમ્મી અભિનેત્રી નીતુ સિંહ કપૂર (Neetu Singh Kapoor)ની સાથે મુંબઈમાં આવેલ પોતાના જુના બંગલા ‘કૃષ્ણરાજ’માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન કામની તપાસ કરવા માટે પહોચ્યા. માં- દીકરા બંનેએ ‘કૃષ્ણરાજ’ બંગલોમાં જ થોડોક સમય સાથે વિતાવ્યો છે.

image source

પ્રાપ્ત ખબરોની માનીએ તો અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્ન આવનાર વર્ષે કપૂર પરિવારના ‘કૃષ્ણરાજ’ બંગલામાં થવાના છે અને આ જ કારણ છે જેના લીધે ‘કૃષ્ણરાજ’ બંગલાનું રીપેરીંગના કામને ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

કપૂર પરિવારના ‘કૃષ્ણરાજ’ બંગલો જોવા દરમિયાન અભિનેત્રી નીતુ સિંહ કપૂર બ્લેક કલરની ટી- શર્ટ અને જીન્સ પહેરેલ જોવા મળી રહી છે. નીતુ સિંહ કપૂરએ આ સાથે જ ચહેરા પર ગોગલ્સ અને માસ્ક પણ લગાવી રાખેલ જોઈ શકાય છે.

image source

ત્યાં જ અભિનેતા રણબીર કપુરએ ‘કૃષ્ણરાજ’ બંગલોનું રીપેરીંગ કામકાજ જોવા દરમિયાન બ્લુ કલરની ટી- શર્ટ અને જીન્સ પહેરેલ જોવા મળ્યા. આ સાથે જ રણબીર કપૂરના માથા પર ઉંધી ટોપી લગાવી રાખી હતી. રણબીર કપૂરએ મમ્મીની જેમ જ પોતાના ચહેરા પર માસ્ક લગાવી રાખ્યું છે અને તેઓ પોતાની ઈ- બાઈક સાથે નજર આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, રણબીર કપૂરની આ ઈ- બાઈકની કીમત અંદાજીત ૬૦ હજાર રૂપિયા જેટલી છે.

image source

અભિનેતા રણબીર કપૂર ‘કૃષ્ણરાજ’ બંગલાનું કામકાજ જોઇને જલ્દી- જલ્દી બહાર નીકળ્યા અને અચાનક મમ્મીને છોડીને ચાલ્યા ગયા. ખરેખરમાં રણબીર કપૂરને કોઈ જરૂરી કામથી એક જગ્યાએ પહોંચવાનું હતું, એટલા માટે તેઓ મમ્મીને છોડીને નીકળી જાય છે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ ઘરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની પૂજાનું આયોજન કરવામાં આવશે.

image source

નીતુ સિંહ એવું ઈચ્છે છે કે, ‘કૃષ્ણરાજ’ બંગલોનું કામ જલ્દીથી જલ્દી પૂરું થાય. આપને જણાવી દઈએ કે, નીતુ સિંહ ખુબ જ ધાર્મિક વૃતિની છે અને એટલા માટે પોતાના ગુરુજી દ્વારા આપવામાં આવેલ બધી સૂચનાઓનું પાલન કરવા ઈચ્છે છે. એટલું જ નહી, ‘કૃષ્ણરાજ’ બંગલોની સાથે તેમના બાળકોની ઘણી બધી યાદો જોડાયેલી છે.

image source

પ્રાપ્ત ખબરોની માનીએ તો વર્ષ ૧૯૮૦માં નીતુ સિંહએ પતિ ઋષિ કપૂર સાથે મળીને પાલી હિલમાં ‘કૃષ્ણરાજ’ બંગલો ખરીદ્યો હતો, આ બંગલામાં તેઓ રણબીર અને રીદ્ધીમાની સાથે ૩૫ વર્ષ સુધી રહ્યા છે.

image source

નીતુ સિંહ ઈચ્છે છે કે, લગ્નની પહેલી પૂજા આ ઘરમાં સંપન્ન થાય. ક્પુર્સના બંગલાની જગ્યાએ ૧૫ માળ ઉંચી બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે બીએમસી પાસેથી બંગલાને પાડીને અને ઉંચી બિલ્ડીંગ બનાવવાની મંજુરી માંગી છે.

image source

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મળ્યા હતા. ત્યારથી બંનેની વચ્ચે અફેરની ખબરો આવી રહી છે. આમ તો આલિયા ભટ્ટ મીડિયાની સામે રણબીર સાથે પોતાના સંબંધને લઈને કઈ બોલતી નથી પરંતુ રણબીર કપૂર આ બાબતમાં થોડા વધારે રીએક્ટ કરી રહ્યા છે.

image source

એક ઇન્ટરવ્યુ દરમિયાન જયારે રણબીરને તેમના રિલેશનશિપ સ્ટેટ્સ વિષે પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ હતો, ‘નહી હું સિંગલ નથી, હું ક્યારેય સિંગલ થઈ જ નથી શકતો.’ ત્યાર બાદ આ સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે, રણબીરએ મજાક કરતા કહ્યું ‘હું આ સવાલનો જવાબ આપવા માટે ‘રાજી’ નથી.

Source: asianet news

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ