દિવાળી બાદ રાજ્યમાં કોરોના વિસ્ફોટ મામલે નીતિત પટેલની મોટી જાહેરાત, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ

હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1420 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,94,402એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3837એ પહોંચ્યો છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.

image source

ત્યારે આ બધાની વચ્ચે આજે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને હાઇપાવર કમિશનની બેઠક યોજાઇ હતી. જેમા કર્ફ્યૂની ગાઈડલાઈન અને જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરનામા અંગે જાણકારી આપી હતી. તેમણે એવું પણ કહ્યું કે, રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. સ્થિતિ કંટ્રોલમાં છે. સોશિયલ મીડિયામાં જે અફવાઓ સામે આવી રહી છે. તેના પર વિશ્વાસ ન કરો. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે. જો આપણે મુદ્દા પ્રમાણે વાત કરીએ તો…..

image source
 • -સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
 • -આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવાયો
 • -નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી.
 • -આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો
 • -ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી
 • -હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.
 • -અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતી
 • -મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થાય તે માટે ચર્ચા
 • -ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી. તે આજે 1420 થઇ છે.
 • -મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે
 • -મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ
 • -1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દી દાખલ છે. 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે.
 • -1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે.
 • -સોલામાં હાલ 400 આઇસોલેશન વોર્ડ અને ICUના 50 બેડ છે.
 • -સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય 270 દર્દી સારવાર હેઠળ છે.
 • -ગાંધીનગર સિવિલમાં પણ 230 નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.
image source

આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં લાગેલા 57 કલાકના કરફ્યૂ વિશે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે અને સ્થિતિને પહોંચી વળતા કરફ્યૂ રાખવુ જરૂરી બની ગયું છે. આપણને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોનાને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમદાવાદને બાદ કરતા અન્ય શહેરોમાં કરફ્યૂ આપવું કે નહી તે વિશે વિચારણા ચાલી રહી છે.

ગુજરાતમાં આજના કોરોના કેસ

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 305, સુરત કોર્પોરેશન 205, વડોદરા કોર્પોરેશન 116, રાજકોટ કોર્પોરેશન 83, બનાસકાંઠા 54, રાજકોટ 54, ગાંધીનગર કોર્પોરેશન 52, મહેસાણા 52, પાટણ 49, સુરત 41, વડોદરા 39, ગાંધીનગર 34, મહીસાગર 27, મોરબી 24, અમદાવાદ 22, જામનગર 22, અમરેલી 21, જામનગર કોર્પોરેશન 20, કચ્છ 20, સુરેન્દ્રનગર 19, પંચમહાલ 18, સાબરકાંઠા 16, ખેડા 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 13, દાહોદ 12, ગીર સોમનાથ 11, આણંદ 10, ભાવનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, અરવલ્લી 7, દેવભૂમિ દ્વારકા 6, ભરૂચ 5, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, બોટાદ 3, નવસારી 2, વલસાડ 1, 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ