જલ્સા કરોને જેંતીલાલ

ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ આ ભારતીયને મળ્યું 857 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ

ભારતના ટેક્નોલોજી સેક્ટરના દિગ્ગજ નિકેશ અરોડાને પાલો અલ્ટો નેટવર્કના સીઈઓ બનાવી દીધા છે. પાલો અલ્ટો નેટવર્ક એક સાઈબર સિક્યોરિટી કંપની છે. તમને જણાવી દઈએ કે, નિકેશનું ટેકનોલોજી ક્ષેત્રેમાં બહું લાંબા સમય સુધી કરિયર રહ્યું છે. પાલો અલ્ટો નેટવર્ક પહેલા તેઓ સોફ્ટ બેંક અને ગૂગલમાં પણ કામ કરી ચૂક્યા છે. જાણો હવે કેટલી છે નિકેશની સેલરી.

આ છે સેલેરી પેકેજ-

નિકેશનું વાર્ષિક પેકેજ 6.7 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં તેમને બોનસ પણ મળશે, તે સિવાય કંપની તરફથી 268 કરોડ રૂપિના શેર પણ મળશે, જેને તેઓ સાત વર્ષ સુધી વહેંચી નહી શકે. તેવામાં જો નિકેશ અરોડા પાલો અલ્ટો નેટવર્કના શેરની કિંમત સાત વર્ષની અંદર 30 ટકા વધારવામાં સફળ રહ્યા તો તેમને 442 કરોડ રૂપિયા મળશે. તેની સાથે નિકેશ પોતાના પૈસાથી પાલો અલ્ટો નેટવર્કના 134 કરોડ રૂપિયાના શેર ખરીદી શકે છે અને આટલી જ કિંમતના શેર તેમને કંપનીની તરફથી આપવામાં આવશે, જેને તેઓ સાત વર્ષ સુધી વહેંચી નહીં શકે. આ કંપનીની હેડ ઓફિસ કેલિફોનિયામાં છે.

બોર્ડમાં મળી જગ્યા-

નિકેશ અરોડાને કંપનીમાં માર્ક મિક્લોકલીનની જગ્યા લઈ લીધી છે. માર્ક 2011થી પાલો અલ્ટો નેટવર્કના સીઈઓ હતા. જો કે, માર્ક હવે કંપનીના બોર્ડ વાઈસ ચેરમેન બનશે. તેમજ નિકેશ અરોડા બોર્ડના ચેરમેન બનશે.

નિકેશની સેલેરી સાંભળીને લોકોનાં ઉડી ગયા હોંશ-

કેટલાંક લોકો માટે આ નિર્ણય બહું ચોંકાવનારો છે. ક્રેટિટ સ્વિસના એનાલિસ્ટ બ્રેંડ જેલનિકએ જણાવ્યું કે, અરોડાની પાસે સાઈબર સિક્યોરિટીનો કોઈ અનુભવ નથી. 2014માં અરોડા સોફ્ટ બેંક જોઈન કરી હતી. સોફ્ટ બેંકનાં તેમને ગ્લોબલ ઈન્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટની મુખ્ય જવાબદારી આપવામાં આવી હતી. નિકેશને ભારત અને ઈન્ડોનેશિયામાં ઈન્ટરનેશનલ ઈન્ટરનેટમાં રોકાણ કરવા માટે શ્રેય આપવામાં આવે છે. તેમને મળેલી પ્રસિદ્ધિના કારણે તેમને સોફ્ટ બેંકના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ગૂગલ અને સોફ્ટ બેંકમાં કરી નોકરી-

નિકેશે કરિયરમાં તે સમયે છલાંદ લગાવી હતી જ્યારે તેમને ગૂગલમાં નોકરી મળી હતી. નિકેશ 2004 થી 2007 સુધી સાત વર્ષ સુધી ગૂગલની યૂરોપ ઓપરેશનના પ્રમુખ હતા. 2011માં તેઓ ગૂગલમાં ચીફ બિઝનેસ ઓફિસર બની ગયા અને તેની સાથે તેમનો સમાવેશ તેમાં થવા લાગ્યો જેને ગૂગલ સૌથી વધારે પગાર આપે છે.

તેમજ તેમને 2004માં પોતાના દમ પર મોબાઈલ વર્ચુઅલ કંપનીની સ્થાપના કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ મિત્રોની સલાહ પર તેમને ગૂગલમાં જોઈન થઈ ગયા. તેમજ ગૂગલની સાથે તેમને કામ કરવાનો સારો અનુભવ રહ્યો, અહીં તેમને ટોપ સેલ્સ એક્ઝિક્યુટીવના પદ પર સારું કામ કર્યુ હતું જેથી ગૂગલ કંપનીની આવકમાં જોરદાર ઉછાળો થયો હતો.

જાણો કોણ છે નિકેશ અરોડા-

50 વર્ષના નિકેશ અરોડાનો જન્મ 6 ફેબ્રુઆરી 1968માં ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં થયો હતો. નિકેશના પિતા ઈન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતા. નિકેશે સ્કૂલનો અભ્યાસ દિલ્હીમાં એરફોર્સની સ્કૂલમાંથી કર્યો હતો. તેના પછી તેમને ગ્રેજયુએશન 1989માં આઈઆઈટીમાંથી ઈલેક્ટ્રોનિક એન્જીનિયરિંગમાં કર્યુ હતું. ગ્રેજયુએશન પછી તેમને વિપ્રોમાં નોકરી શરૂ કરી, પરંતુ તેમને ત્યાંથી જલ્દી નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા બાદ નિકેશ આગળ અભ્યાસ માટે અમેરિકા ગયા. નિકેશે બોસ્ટનની નોર્થ ઈસ્ટર્ન યૂનિવર્સિટીમાંથી એમબીએ કર્યું. તેમજ નિકેશ માટે જૂન મહિનો બહુ લકી છે.

તેમજ નિકેશના પહેલા લગ્ન કિરણ સાથે થયા હતા અને તેમને એક દીકરી પણ છે. જો કે, 2014માં તેમને કિરણ સાથે ડિવોર્સ લઈ લીધા હતા. તેના પછી તેમને આયશા થાપર સાથે લગ્ન કરી લીધા. તેમજ સૂત્રોના જણાવ્યા મુજબ, નિકેશ પહેલાં પાલો અલ્ટો નેટવર્કના અધ્યક્ષ માર્ક લાફલિન અમેરિકાના પાંચમાં સૌથી વધુ પગાર મેળવનાર એક્ઝિક્યુટીવ હતા. હવે નિકેશ અરોડા વાઈસ ચેરમેનનું પદ સંભાળશે.

તેમજ તમને જણાવી દઈએ કે, નિકેશ જ્યારે અમેરિકા જઈને અભ્યાસ કરવા માંગતા હતા ત્યારે તેમને ઘરમાંથી માત્ર ત્રણ હજાર ડોલર જ આપવામાં આવ્યા હતા. આજે તેઓ આ ત્રણ હજાર ડોલરમાંથી તેઓ સૌથી વધુ પગાર મેળવનાર એક્ઝિક્યુટીવ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. આજે તે કરોડો રૂપિયા કમાય છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

Exit mobile version