નીતા અંબાણીના માતા અને તેમના બહેન એવાં જ જાજરમાન અને સુંદર છે! જુઓ તસ્વીરી ઝલક…

ડિસેમ્બર ૨૦૧૮માં ઇશા અંબાણીના રાજાશાહી લગ્ન થયાં અને હમણાં આકાશ અંબાણીના… મુકેશભાઈ અને તેમનો પરિવાર હંમેશા હેડલાઈન્સમાં રહેતાં જ હોય છે. તેમના પરિવારમાં યોજાતા પ્રસંગોના વીડિયોઝ અને ફોટોઝ ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરાય છે અને તે વાયરલ પણ એટલાં જ થાય છે. અનેક બોલિવૂડ અને રાજકારણથી જોડાયેલ દેશ વિદેશથી આવેલ આમંત્રિત સેલિબ્રિટિઝની આ બંને લગ્નોમાં ખૂબ ભરમાર હતી. તેમના ફોટોઝ અને વીડિયોઝ પણ તેમના ચાહકો ખૂબ શેર કરી રહ્યા છે. એમાં અમારું ધ્યાન લગ્ન મંડપની ચોરીમાં આગવું સ્થાન લઈને બેઠેલ જાજરમાન લાગતાં એક વડીલ પર પડ્યું.


આ હતાં વરરાજા આકાશ અંબાણીના મમ્મી નીતા અંબાણીના માતાજી પૂર્ણિમા દલાલ… તેમની સાથે તેમના બહેન મમતા દલાલ પણ નજરે પડે છે. આ તસ્વીરી ઝલક નીતા અંબાણીએ પોતે શેર કરી છે અને તેઓનો રાજશી ઠાઠનો અંદાજ પણ એટલો જ આકર્ષક લાગે છે. તેમનું ડ્રેસિંગ સ્ટાઈલ અને મોહક સ્મિત પણ ખૂબ જ સુંદર લાગે છે, અને કેમ ન હોય આખરે તેઓ પોતે નીતા અંબાણીના માતા છે!

આકાશ અને શ્ર્લોકાના લગ્ન સમારોહના ફોટોઝની સાથે તમને જણાવીએ કે ઈશાના લગ્નમાં પણ તેઓનો માભો ઓછો નહોતો પડતો અને તેમાના લગ્નના વાયરલ થયેલ વિડિઓઝ અને ફોટાઓમાં, તેઓ નીતા અંબાણી દ્વારા તેમની બહેન, મમતા દલાલ અને દેરાણી ટિના અંબાણી, બંને સાથે હાલમાં બહુ પોપ્યુલર થયેલું ગીત ‘છોગાળા તારા’ની ધૂન પર એક સરસ નૃત્ય કરીને મહેમાનોની પ્રસંશા મેળવી હતી.

મમતા દલાલની આ લગ્નમાં એક ખાસ ભૂમિકા પણ હતી. તેઓ વરરાજાના માસી તો છે પણ એક તસ્વીરી ઝલકમાં વરબેન ઈશા અંબાણી પિરામિલે જણાવ્યું છે કે તેમનું મહત્વ અમારા પરિવારમાં જરા પણ ઓછું નથી. નાનપણમાં હું અને મારી મમ્મી ઝઘડી પડતાં ત્યારે હું કાયમ માસીને ફોન કરીને બોલાવી લેતી. મારા મમ્મી ખૂબ સખતાઈથી અમારો ઉછેર કરતાં એટલે ક્યારે સ્કૂલ ન જવાનું મન હોય ત્યારે ઘરમાં ધમાલ થાતી.

પપ્પાને પણ એમ લાગતું કે એકાદ વખત ન જાય તો શું ફેર પડે? પણ મારા દાદીમા અને નાનીમા અમને સંભાળીને સમજાવી લેતાં. આજે આ બંને બાળકો મોટાં થઈ ગયાં છે અને તેમના લગ્નનો પ્રસંગ પણ ખૂબ ધામધૂમથી પૂરો થઈ ગયો છે ત્યારે આ પ્રસંગોની યાદગીરીઓ અંબાણી પરિવાર તેમના ફ્રેન્ડ્સ અને ફેન્સ સાથે અવારનવાર શેર કરે છે.