નીતા-મુકેશ અંબાણીનો પ્રેમ થયો તાજો, લગ્ન સમયની મુગ્ધાવસ્થાની તસ્વીરો થઈ વાઈરલ..

નીતા-મુકેશ અંબાણી દેશનું ધનાઢ્ય કપલ તો છે જ પણ તેઓ પતિ-પત્નીના અતૂટ-પવિત્ર સંબંધનો સમાજને એક ઉત્તમ દાખલો પુરો પાડી રહ્યા છે.

તાજેતરમાં જ સોશિયલ મિડિયા પર તેમની 32 વર્ષ જૂની તસ્વીરો વાયરલ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


જીવનની ચડતી-પડતી દરેક સ્થિતિમાં નીતાએ અંબાણી ફેમેલિનો સાથ આપ્યો છે. તેણી વાસ્તવમાં એક ગૃહલક્ષ્મી સાબિત થઈ છે. તમને જણાવી દઈએ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી તેમજ કોકીલા બેનને નીતા એક ભરતનાટ્યમ શોમાં જ ગમી ગયા હતા. અને ત્યારે જ તેમણે તેમના મોટા દીકરા માટે તેણીને મનમાં વસાવી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


જોકે ભરતનાટ્યમ ઉપરાંત તેણીને શીક્ષણમાં પણ ખુબ જ રસ હતો. અને તેણી એક શીક્ષક પણ હતા. અને માટે તેણી આજે પણ ધીરુભાઈ અંબાણી સ્કુલ ચલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


છેવટે ધીરુભાઈએ નીતાના પિતા પાસે તેણીનો હાથ માંગ્યો. શરૂઆતમાં નીતાને આ વાત પર વિશ્વાસ ન થયો પણ બન્ને કુટુંબની મંજુરીથી નીતા અને મુકેશની મુલાકાતો શરૂ થઈ.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


જોકે મુકેશ એક અતિ વ્યસ્ત બિઝનેસમેન હોવાથી ખુબ જ ઓછો સમય આપતા તેમ છતાં તે બન્ને વચ્ચે લાગણીઓ બંધાઈ અને છેવટે લગ્નમાં પરિણમી.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


જોકે મુકેશ અંબાણીએ નીતાને રીતસરનું લગ્ન માટે પ્રપોઝ પણ કરેલું છે. દર વખતની જેમ બન્ને ક્યાંક બહાર ફરવા જઈ રહ્યા હતા અને મુંબઈના રસ્તા પર અધવચ્ચે જ ગાડી રોકીને મુકેશે નીતાને પ્રપોઝ કર્યું કે ‘તું મારી સાથે લગ્ન કરીશ ? જવાબ આપ નહીં તો હું કાર ચાલુ નહીં કરું.’ અને નીતાએ તરત જ ગ્રીન સીગ્ન આપી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


જોકે નીતા માટે ક્યારેય મુકેશ અંબાણીનો રૂપિયો આકર્ષણ નહોતું. તેણી સંબંધ નક્કી થયા બાદ તેટલા જ સામાન્ય હતા જેટલા પહેલાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


અરે એકવાર તો તેમણે મુકેશને તેમની મરસીડીઝની જગ્યાએ મુંબઈની બસમાં ટ્રાવેલ કરવા માટે મજબુર કરી દીધા હતા. અને નીતાએ લગ્ન બાદ પણ પોતાની શાળાની નોકરી તો ચાલુ જ રાખી.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


લગ્ન બાદ તેમણે ક્યારેય અંબાણી કુટુંબની વહુ તરીકે ક્યાંય ખોટું મોટાપણું બતાવાનો પ્રયાસ નથી કર્યો. અરે તેમની શાળામાં તો ઘણા લોકો એ પણ નહોતા જાણતા કે તેણી અંબાણીની વહુ છે. એક પ્રસંગ આ વાતની સાક્ષી પુરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


બન્યું હતું એવું કે શાળામાં ભણતા એક વિદ્યાર્થીના વાલીએ તેમને 1987માં ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડકપની મેચની ટીકીટો ભેટ આપી જેનો તેમણે નમ્રતાથી અસ્વીકાર કર્યો. અને જ્યારે તેમને જ તે વાલીએ વીઆઈપી લોન્જમાં બેસેલા જોયા તો ચકીત થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by ambani_family_india_official (@ambani_family_india_official) on


જોકે સમય બદલાતા, જીવનની પ્રાયોરિટી બદલાતા તેમણે સંજોગોઅવશાત નોકરી છોડવી પડી. પણ તેમનો શીક્ષણ સાથેનો નાતો તો ક્યારેય ન તૂટ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nita Mukesh Ambani (@nita_mukesh_ambani) on


અને પતિ મુકેશ અંબાણી સાથેનો સંબંધ તો આજે 32 વર્ષે પણ તેટલો જ મધૂર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ