જલ્સા કરોને જેંતીલાલ

નીતા અંબાણીના 240 હીરા જડેલા આ પર્સની કીંમત જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે !

અંબાણી ફેમિલિ માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તેની ઇન્ડસ્ટ્રીઝના કારણે તો ચર્ચામાં રહે જ છે. પણ તેમની જાહો જલાલી અને તેમના ભવ્ય લગ્નો, તેમનો વિશાળ ગણેશ પંડાલ, તેમના ભવ્ય મહેલ સમા ઘરના કારણે પણ અવારનવાર ચર્ચામાં રહ્યા કરે છે.


વર્ષ ડોઢ વર્ષ પહેલાં તેમનું મુંબઈ ખાતેનું અંબાણી હાઉસ જેનું નામ એન્ટિલિયા છે તે ખુબ જ ચર્ચામાં હતા અને તેની તસ્વીરો તો ખુબ જ વાયરલ થઈ હતી. ત્યાર બાદ નીતા અંબાણી જે કપ-રકાબીમાં ચા પીવે છે તેની કીંમત પણ ખુબ ચર્ચામાં રહી હતી.

માત્ર તેટલું જ નહીં પણ વચ્ચે તો નીતા અંબાણીની લાખોના મોબાઈલ ફોનની તસ્વીરો પણ સોશિયલ મિડિયા વ્હોટ્સએપ વિગેરે પર ફરતી થઈ હતી. અને ગયા વર્ષે થયેલા તેમના જોડીયા બાળકો આકાશ અને ઇશાના લગ્નની ભવ્યતા તો આરબના અરબપતિને પણ આંજી નાખે તેવી હતી.


અને તેમાં પણ દીકરાના લગ્નની ભવ્ય કંકોત્રી તો કેમ ભુલી શકાય. અને દીકરીના લગ્નમાં વિશ્વ વિખ્યાત પોપ સીંગર જે પોતાની એક કોન્સર્ટના કરોડો ચાર્જ કરે છે તે બેયોન્સેની પ્રાઇવેટ કોન્સર્ટની તો વાત જ ન પુછો. ભારતીયો તો ઠીક પણ વિદેશીઓ પણ આ વાત જાણીને મોઢામાં આંગળા નાખી ગયા હતા.


પણ આજે ચર્ચામાં છે રીલાયન્સ ફાઉન્ડેશનના ચેર પર્સન નીતા અંબાણીની 2.6 કરોડ રૂપિયાથી પણ વધારે મૂલ્યની હેન્ડબેગ. આ બેગમાં 200 હીરા જડેલા છે અને તે હરમેસ હિમાલયા બર્કિન બેગ છે.

તમને ખબર ન હોય તો જણાવી દઈએ શ્રીમંત લોકોમાં માત્ર બ્રાન્ડેડ કપડાં કે શૂઝનું જ આકર્ષણ નથી હોતું. તેમની એકએક વસ્તુઓ બ્રાન્ડેડ હોય છે. જેમ કપડાંમાં ગુચી, ગબાના, શેનેલ વિગેરે બ્રાન્ડ્સ ટોપમાં ગણાય છે તેવી જ રીતે પર્સમાં હરમેસ, બેલેન્શિયાગા, પ્રાડા વિગેરે ટોપ બ્રાન્ડ્સમાં આવે છે. જો કે ગુચી અને શેનેલના પર્સનો પણ ટોપ બ્રાન્ડમાં સમાવેશ થાય છે.


નીતા અંબાણીએ આ જ હરમેસ બ્રાન્ડનું ડોઢ કરોડથી પણ મોંઘુ પર્સ હાથમાં રાખ્યું છે. તમને જણાવી દઈએ કે હરમેસ 1837થી પર્સ બનાવે છે અને તે સૌથી જુની આઇકોનીક ફ્રેન્ચ બ્રાન્ડ્સમાંની એક છે. જેનું ફ્રેન્ચ પ્રોનાઉન્સીએશન એરમેસ થાય છે. જો કે તેના સ્પેલિંગમાં એચનો ઉપયોગ કરવામા આવ્યો છે.


ક્રીસ્ટીઝ ડોટ કોમના જણાવ્યા પ્રમાણે આ હરમેસ હિમાલયા બીરકીન બેગના કલેક્શનને હેન્ડ બેગ ઇન્ડસ્ટ્રીઝમાં હેન્ડબેગનો ભગવાન માનવામાં આવે છે. આ પર્સમાં 240 કરતાં પણ વધારે ડાયમન્ટ્સ જડવામાં આવ્યા છે આ ઉપરાંત તેની જે હાર્ડ એસેસરીઝ છે તે 18 કેરેટ ગોલ્ડની બનેલી છે.


બે વર્ષ પહેલાં વ્હાઇટ કલરની હીમાલયા ક્રોકોડાઈલ ડાયમન્ડ સ્ટાઇલ બેગના હરાજીમાં 3,79,261 યુ.એસ ડોલર્સ ઉપજ્યા હતા. અને તેની સાથે જ તે બેગ વિશ્વની સૌથી મોંઘી બેગ થઈ હતી.

ક્રીસ્ટીન ડોટ કો00મના જણાવ્યા પ્રમાણે આ હિમાલયા બીરકીન બેગને નાઇલ નદીમાં મળતા મગરની ચામડીમાંથી બનાવવામાં આવી છે. અહીં હિમાલયનું નામ મગર માટે નહીં પણ આ બેગનો જે ધોળો કલર છે તેના માટે આપવામા આવ્યું છે.


આ બ્રાન્ડ તેની અત્યંત મોંઘી કીંમત, તેને વાપરનાર સેલીબ્રીટીઝના કારણે જાણીતી છે. આ બેગ્સના કલેક્શનનું નામ સીંગર જેન બીરકીનના નામ પરથી આપવામા આવ્યું છે. અને આજે નીતા અંબાણી પાસે આ વિશ્વનાું સૌથી મોંઘું પર્સ જોવામાં આવતા જ સોશિયલ મિડિયા પર તેમના પર્સની ખુબ જ ચર્ચા ચાલી રહી છે અને તેની કીંમત જાણીને લોકોના મોઢા પણ પહોળા થઈ ગયા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version