જલ્સા કરોને જેંતીલાલ

પહેલા ક્યારે નહિં જોઇ હોય નીતા અંબાણીની આવી તસવીરો, મોડુ કર્યા વગર જોઇ લો પહેલા તસવીરો

ટ્રેડીશનલ ઇન્ડિયન અટાયરમાં ભાવી સાસુ-વહુ એટલે કે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ લાગી રહ્યા છે એલિગન્ટ

image source

જો મુકેશ અંબાણી પોતાના વિશાળ બિઝનેસ એમ્પાયર માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે તો તેમનું કુટુંબ પણ કંઈ ઓછું લોકપ્રિય નથી. આજે તેમના કુટુંબના એક એક સભ્યનું ઇન્સ્ટાગ્રામ પર ફેનપેજ છે જેમાં લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. અંબાણી કુટુંબના પુરુષો કરતાં ખાસ કરીને તેની સ્ત્રીઓ વધારે લોકપ્રિય છે.

image source

કારણ કે તેઓ શુ પહેરે છે, ક્યાં જાય છે, એકબીજા સાથે કેવુ વર્તે છે તે બધા પર પાપારાઝીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે અને પછી તેની વિડિયોઝ તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થાય છે જેને તેમના ફેન્સ લાખો વાર પસંદ કરે છે.

image source

હાલ અંબાણી કુટુંબમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ છે જે તેના પુરા મોસમમાં આવી છે. અને ઘરની દરેક સ્ત્રીઓ ટ્રેડીશનલ ઇન્ડિયન અટાયરમાં ખુબ જ સુંદર લાગી રહી છે. જેમા ઇશા અંબાણી શ્લોકા મેહતા અને અંબાણી કુટુંબની ભાવી વહુ રાધિકા મર્ચન્ટ સાવ જ અલગ લાગી રહ્યા છે. શ્લોકા મેહતાના તો ઘણા વિડિયોઝ વાયરલ થઈ ગયા છે પણ સાસુ નીતા અંબાણી અને ભાવિ દેરાણી રાધિકા મર્ચન્ટની પણ કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં તે બન્ને રોયલ લાગી રહ્યા છે.

જો કે આ તસ્વીરો પાપારાઝીઓ દ્વારા નહીં પણ બોલીવૂડના ખ્યાતનામ ડીઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વરા તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરવામા આવી છે. તેમણે નીતા અંબાણી અને રાધીકા મર્ચન્ટ માટે કસ્ટમમેડ આઉટફિટ તૈયાર કર્યો છે. જેમાં તે બન્ને ખુબ જ એલિગન્ટ લાગી રહ્યા છે. જોકે નિતા અંબાણીએ અને રાધિકા મર્ચન્ટે બિલકુલ અલગ-અલગ રંગોની પસંદગી કરી છે.

નીતા અંબાણીએ ગોલ્ડન લહેંગો પહેર્યો છે. અહીં નીતા અંબાણીએ એક નવી જ ઘાઘરા સ્ટાઇલ અપનાવી છે તે છે ‘બુરાનો’ ઘાઘરા સ્ટાઇલ. આ સુંદર લહેંગાને વેનેટિયન લેસથી શણગારવામાં આવ્યો છે જેના પર ગોલ્ડ અને સિલ્વર જરી, નકાશી, ક્રિસ્ટલ અને સીક્વિનથી હાથે જ ભરતકામ કરવામાં આવ્યું છે.

image source

જેની સાથે તેમણે ક્રિસ્ટલ મેશ બ્લાઉઝ પહેર્યો છે. અને તેની સાથે તેમણે ભારે એમ્બ્રોઇડરીવાળી બોર્ડર ધરાવતા ટીશ્યુનો દુપટ્ટો ઓઢ્યો છે. તેમણે મેકઅપ તો દર વખત જેવો સિમ્પલ રાખ્યો છે પણ આ વખતે તેમણે પોતાના વાળ છુટ્ટા અને વેવી રાખવાનું પસંદ કર્યું છે.

તો બીજી બાજુ રાધિકા મર્ચન્ટને વાઇબ્રન્ટ પીંક કલરનો લહેંગો પસંદ કર્યો છે. જો કે આ ચિકનકારી ગુલાબી ચણિયાચોળીમાં રાધિકા કોઈ રજવાડાની પ્રિન્સેસ જેવી લાગી રહી છે. આ ચણિયા પર પણ નિતા અંબાણીના ચણિયાની જેમ જ ક્રિસ્ટલ અને સીક્વિનની હાથથી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. સાથે તેણીએ વ્હાઇટ સિક્વિનનો બ્લાઉઝ પહેર્યો છે. આ ચણિયાચોળી પર રાધિકાએ ગુલાબી સિક્વિન જાળીનો દુપટ્ટો પહેર્યો છે જેના પર ક્રિસ્ટલ એમ્બ્રોઇડરી વાળી બોર્ડર છે.

રાધિકાએ આ સુંદર લહેંગા સાથે ડાયમન્ડ નેકલેસ, ઇયરીંગ્સ અને બેંગલ્સ પહેર્યા છે અને સાથે સાથે માથે ટીકો પણ પહેર્યો છે. તેણીએ વાળને પીનઅપ કર્યા છે અને મેકઅપને પણ ખુબ જ લાઇટ રાખ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version