જલ્સા કરોને જેંતીલાલ

ઇશા અંબાણીના આ ડ્રેસિંગ સ્ટાઇલ આગળ નણંદ-મોમ પડ્યા સાવ ફિક્કા, જોઇ લો તસવીરોમાં

અરમાનના લગ્નમાં ઇશા અંબાણીનો લુક ચોતરફ છવાઈ ગયો, નીતા અંબાણી સાથે તે નજરે આવી હતી.

image source

બોલિવૂડના કપૂર પરિવારમાં આ દિવસો ઉજવણીનું વાતાવરણ છવાયેલું છે. 3 ફેબ્રુઆરી શુક્રવારે કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાનના ફોઈ રીમા જૈન નો પુત્ર એટલે કે અરમાન જૈન તેઓનો પિતરાઈ ભાઈએ તેની ગર્લફ્રેન્ડ અનિસા મલ્હોત્રા સાથે ખૂબ ભવ્ય લગ્ન કર્યા હતા.

image source

અરમાન જૈન બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર અને રણધીર કપૂરની બહેન રીમા જૈનનો દીકરો તો રણબીર અને કરિશ્મા-કરીનાનો કઝીન અરમાન જૈનના લગ્નથી જોડાયેલી ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.

image source

અરમાન જૈન અને અનીસા મલ્હોત્રા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અરમાનના પિતા મનોજ જૈન એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે, તો તેની માતા રીમા જૈન હાઉસ વાઈફ છે. રીમા જૈનના પિતા રાજ કપૂર ઇન્ડસ્ટ્રીઝના મશહૂર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રહી ચુક્યા છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં બોલીવુડની ઘણી હસ્તીઓ ઉમટી પડી હતી.

image source

ભાઈના લગ્ન હોય તો બહેનનો ઝલવો હોય છે. અરમાન જૈનના લગ્નમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂરે ડાન્સ કરીને ધૂમ મચાવી હતી.કરિશ્મા કપૂર પિંક કલરની સાડી માં હેવી જવેલરી સાથે તૈયાર થઈ લગ્નમાં હાજર રહી હતી. અરમાનના લગ્નમાં અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. પરંતુ આ બધામાં દરેકની નજર નીતા અંબાણી અને તેની પુત્રી ઇશા અંબાણી પર મંડાયેલી રહી ગઈ હતી.

image source

નીતા અંબાણીએ પોતાની પુત્રી ઇશા અંબાણી સાથે અરમાન જૈનના લગ્નમાં હાજરી આપી હતી. લગ્નમાં નીતા અંબાણી ગોલ્ડન અને ક્રીમ કલરના કોમ્બિનેશનવાળા લહેંગામાં જોવા મળી હતી. ખુલ્લા વાળ અને મેચિંગ જ્વેલરીમાં નીતા અંબાણીનો લુક ખૂબ જ ખાસ દેખાતો હતો.

image source

નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતા મરૂન અને ગ્રીન કલરના કોમ્બિનેશન સાથે ના લહેંગા માં સજ્જ થઈ આવી હતી.

ઇશા અંબાણી લગ્નમાં જાણીતા ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાના બ્લશ પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી.

ઇશા અંબાણીના લહેંગા પર રેશમ દોરાનો ઉપયોગ કરીને સિક્વિન્સ અને હેન્ડ એમ્બ્રોઇડરી વડે ફૂલોનું કામ કરવામાં આવેલું છે.

image source

ઇશા અંબાણીએ પિંક લેહેંગાને લીલા અને સફેદ સ્ટોનના નેક પીસ અને કાનની કડી સાથે મેચ કર્યા હતા. ઇશાએ આ પિંક લહેંગા ને સાથે શોર્ટ જેકેટ બ્લાઉઝ સાથે પહેર્યું હતું. ઈશા અંબાણીએ ખુલ્લા વાળ સાથે સ્ટોલ પહેરી ને તેના લુકને એકદમ સંપૂર્ણ બનાવ્યો હતો.

image source

જણાવી દઈએ કે ઇશા અંબાણીએ બીજી વખત આ પિંક લેહેંગો પહેર્યો છે. નવેમ્બર 2019 માં તેણે આ પિંક લહેંગા કૌટુંબિક ફંક્શનમાં પહેલીવાર પહેર્યો હતો.

image source

ઈશા અંબાણી સિવાય પણ શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ અરમાન જૈનના લગ્નમાં હાજર રહ્યા હતા. તેમજ સંજય કપૂર પત્ની મહિપ અને પુત્રી શનાયા સાથે નજર આવ્યા હતા. સાથે સાથે અનિલ કપૂર, તારા સુતરિયા અને અનેક જાણીતા સેલિબ્રિટી આવી પહોંચ્યા હતા.

image source

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અરમાન જૈનના લગ્નમાં જોડાઇ હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version