જલ્સા કરોને જેંતીલાલ

નિષ્ણાતોએ આપી ગંભીર ચેતવણી, હવે જો આ લક્ષણો દેખાય તો પણ કરાવી લેજો ટેસ્ટ, જો મોડું થઈ જશે તો…

કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ છે. વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાએ આતંક મચાવ્યો છે. આ સાથે ભારતનાં દરેક ખૂણામાંથી નવા કેસોનાં આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. એક તરફ વેક્સિન આપવાનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે તો બીજી તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે અને સ્મશાનઘાટ પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. પહેલી લહેરમાં વિશેષ રોગથી પીડાય રહેલાં લોકો અને મોટી ઉંમરના લોકોમાં વધારે કોરોના જોવા મળતો હતો જ્યારે બીજી લહેરમાં પરિસ્થિતિ વધારે કાબુ બહાર થઇ છે. બીજી લહેરમાં વાયરસનાં લક્ષણો બદલાઈ ગયાં છે તેવું જાણકારોનું કહેવું છે.

image source

હવે બદલાયેલા આ લક્ષણો વિશે વિગતે વાત કરીએ તો તેમાં ટેરવાં ફિક્કાં પડી જવાં, આંખ આવવી સહિતનાં સાત લક્ષણો જોવા મળી રહ્યાં છે. જો આમાંથી તમને કોઈ લક્ષણોનો પ્રભાવ જોવા મળી રહ્યો છે તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો જોઇએ. આ માટે હાલમાં જ પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલિકા કમિશનરે કોરોનાનાં લક્ષણો અંગે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે નવા સ્ટ્રેનમાં કોરોનાનાં લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે જેની માટે હવે લોકોએ પૂરી તકેદારી રાખવી જરૂરી છે. આ માટે કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો જોઈએ તેવું તેમનું લોકોને નિવેદન છે.

image source

મળતી માહિતી મુજબ આ નવા સ્ટ્રેનમાં હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, આંખ આવવી જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. આ સાથે ચામડી ઉપર ખરજ કે પછી ખંજવાળ આવવી, ગળા અને માથામાં દુખાવો થવો, ઝાડા થવા પણ કોરોનાનાં લક્ષણોમાં શામેલ છે જેથી આ પ્રકારનાં લક્ષણો જણાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

image source

આ સિવાય આવા અન્ય લક્ષણો પણ જો જોવા મળે છે તો પણ એકવખત ટેસ્ટ કરાવી લેવો જોઈએ જેમ કે તાવ આવવો, ખાંસી થવી, ગળામાં ખારાશનો અનુભવ, નાક વહેવું, શરીર દુખવું, સાંધામાં દુખાવો થવો, સ્મેલ અને સ્વાદ વિશે કઈ ખબર ન પડવી. આ અંગે નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે મુખ્યત્વે જો આ લક્ષણો દેખાય તો રાહ ન જોતાં વહેલી તકે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ જે લક્ષણો નીચે મુજબ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version