સુર્યનારાયણને જળ શા માટે ચડાવવામાં આવે છે? વાંચો તેના ફાયદા અને કાલ સવારથી જ શરૂઆત કરી દેજો…

સુર્યનારાયણને જળ શા માટે ચડાવવામાં આવે છે?

હિંદુ ધર્મની માન્યતા અનુસાર સૂર્ય એકમાત્ર દેવ છે જેનાં આજે પણ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન કરી શકાય છે. વૈદિક કાળથી જ સુર્યની ઉપાસના કરવામાં આવે છે. વિષ્ણું ભગવાનના શ્રીરામ અવતાર સમયે તેઓ પણ પોતાનાં દિવસની શરૂઆત સુર્યનારાયણની પૂજાથી જ કરતાં. સુર્ય ઉપાસનાની વિસ્તૃત ચર્ચા વિષ્ણું પુરાણ, ભગવત પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ વગેરેમાં કરવામાં આવી છે.પણ તેનાથી શા લાભ થાય છે તેના વિશે લગભગ દરેક વ્યક્તિ અજાણ હોય છે.

સુર્યનારાયણને જળ ચડાવવાના ફાયદા સુર્યને જળ ચડાવવા પાછળ ઘણી માન્યતાઓ છે. ઘણાં લોકો આ કાર્ય પૂજાના રૂપમાં જુએ છે તો ઘણાં તેને ઉપચાર કે ઈલાજના રુપમાં જુએ છે જ્યારે ઘણાં તેને પોતાની ગ્રહદશા સુધારવા આ કાર્ય કરે છે. સુર્યનારાયણને જળ ચડાવવાથી સુર્યની કૃપા હરહંમેશ વ્યક્તિ પર રહે છે. વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે.

– જીવનમાં અને કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

– ઘરમાં સુખ શાંતિ વધે છે.

– વ્યક્તિની કુશળતામાં વધારો થાય છે અને તેના સદ્ભાગ્ય, યશ અને વિધામાં વધારો થાય છે.

આપણું શરીર પંચ તત્વોમાથી બનેલ હોય તેમાં અગ્નિ તત્ત્વ એટલે કે ઉર્જાનું વિશેષ મહત્વ છે. – સુર્યના કિરણોથી ઉર્જા મળે છે જેનાથી હ્રદય, આંખ, ચામડી અને લીવર જેવા અંગો સારી રીતે કાર્ય કરી શકે છે અને બીમારી દૂર કરવામા મદદ કરે છે.

– સુર્યનાં સવારનાં કુમળા તડકામાં બિમારીઓને દૂર કરવાની ગજબની શક્તિ રહેલી છે. આથી જ ઘણીવાર કમળો, હ્રદયની બિમારી અને આંખનાં રોગીઓ માટે આશિર્વાદ સમાન છે. – સવારનો કુણા તડકામાથી આપણને વીટામીન ડી મળે છે જે આપણા શરીરમાં ફોસ્ફરસઅને કેલ્શિયમનાં અવશોષણ માટે જરુરી છે. જેથી હાડકાં મજબુત બને છે અને કેન્સર, ટાઈપ-1 ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

સુર્યને જળ ચડાવવાની પધ્ધતિ– સવારે સ્નાન કર્યા બાદ તરત જ જળ ચડાવવું વધુ ફળદાયી ગણાય છે.

– સુર્યને જળ ચડાવતી વખતે હંમેશા સુર્યની સન્મુખે જ જળ ચડાવવું અને આપણા ગુરુ કે અન્ય પંડિત દ્વારા નિર્દિષ્ટ કરેલા સુર્યમંત્રનો જાપ કરવો જોઈએ.

– સુર્યને અર્પણ કરેલું જળ કોઈ વૃક્ષ કે છોડને આપો જેથી જળ તમારા પગ નીચે ન આવે.

– સુર્યને જળ ચડાવી થોડું પાણી પોતાના માથા પર ચઢાવવું.

– સુર્યને જળ ચડાવવા હંમેશા તાંબાના કળશનો જ ઉપયોગ કરવો.

– સુર્યને જળ ચડાવતી વખતે જળમાં કંકુ, ફુલ અને ચોખા નાખી શકાય છે.

– સુર્યને જળ ચડાવતી વખતે બંને હાથ માથાથી ઉપર હોવા જોઈએ જેનાથી સુર્યના કિરણો જળ અભિષેકમાથી પસાર થઈ શરીર પર પડે.

– અંતે જળ અભિષેક બાદ તે સ્થળની ત્રણ પરિક્રમા પણ કરવી.

સંકલન : નિશા રાઠોડ

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, બીજા મિત્રો સાથે પણ અચૂક શેર કરજો.

ટીપ્પણી