જાણો નિરમા ગર્લનું કેવી કરુણ રીતે થયુ હતુ મૃત્યુ…

નિરમા વોશિંગ પાવડરની જાહેરાત તો આપણે બધાએ જોઈ જ છે. આ જાહેરાતની સાથે જ નિરમા વોશિંગ પાવડરના પેકેટ ઉપર એક સફેદ ફ્રૉક પહેરેલી એક નાની છોકરી જોવા મળે છે. મોટાભાગે દરેક કંપની પોતાના લોગો એમ્બેસેડર સમયે સમયે બદલતા રહે છે. પરંતુ જો આપને યાદ હોય તો નિરમા વોશિંગ પાવડરના પેકેટ ઉપર જે છોકરી સફેદ ફ્રૉકમાં જોવા મળી રહી છે.

image source

તે અત્યાર સુધી ક્યારેય બદલવામાં આવી નથી. શું આપ તેનું કારણ જાણો છો કે પછી તે છોકરી કોણ છે? કદાચ આપનો જવાબ ના હશે. તો આજે અમે આપને નિરમા વોશિંગ પાવડરના પેકેટ પર જે સફેદ ફ્રૉક પહેરેલ છોકરી વિષે જણાવીશું.

નિરમા ગર્લ એટલે કે જેને આપણે બધા નિરમા કંપનીની પ્રોડક્ટ પર જોઈએ છીએ. આ છોકરીનું અસલી નામ નિરુપમા. પૂરું નામ નિરુપમા કરશનભાઈ પટેલ છે. દુઃખદ વાત એ છે કે આ નિરમા ગર્લ તરીકે જાણીતી નિરુપમા હવે આપણી વચ્ચે નથી રહી.

image source

તેમજ નિરમા કંપનીએ ક્યારેય પણ અત્યાર સુધીમાં આ નિરમા ગર્લ એટલે કે નિરુપમાને પોતાની પ્રોડક્ટ પરથી રિપ્લેસ નથી કરી. તેનું કારણ પણ ખૂબ જ દુઃખદ છે. જે હવે આગળ આપને જણાવીશું.

નિરમા કંપનીની શરૂઆત વર્ષ ૧૯૯૦ માં ગુજરાતનાં રહેવાસી કરશનભાઇ પટેલે કરી હતી. કરશનભાઈએ આ કંપનીનું નામ પોતાની દીકરી નિરુપમાના નામને નિરમા બનાવીને રાખ્યું હતું. નિરુપમા કરશનભાઈની એકમાત્ર સંતાન હતી. ઘરમાં બધાની લાડકી નિરુપમાનું ઘરનું નામ એટલે કે હુલામણું નામ નિરમા હતું. ઘરના બધા સભ્યો નિરુપમાને નિરમા કહીને બોલાવતા હતા.

image source

નિરમા તે સમયે શાળામાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે એક દિવસ એક કાર અકસ્માતમાં નિરમાનું મૃત્યુ થઈ ગયું હતું. કરશનભાઈ પોતાની દીકરી નિરમાને ખૂબ પ્રેમ કરતાં હતા. કરશનભાઈ ઇચ્છતા હતા કે નિરમા દુનિયામાં ખૂબ નામ કમાય પરંતુ આમ નાની ઉમરે દીકરીનું મૃત્યુ થતાં કરશનભાઈની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.

કરશનભાઈ દીકરીના અચાનક મૃત્યુને ભુલાવી શક્યા નહિ. કરશનભાઈએ નિરમાના મૃત્યુ પછી નક્કી કર્યું કે તેઓ પોતાની દીકરીનું નામ હમેશા માટે આ દુનિયામાં અમર કરી દેશે. આમ કરશનભાઈએ પોતાની દીકરીના નામ પરથી નિરમા કંપનીની શરૂઆત કરી. ત્યારપછી નિરમા કંપનીના ડિટર્જન્ટના પેકેટ ઉપર નિરમાનો ફોટો છપાવીને દીકરી નિરુપમાના નામને નિરમા નામથી અમર કરી દીધું.

image source

વર્તમાન સમયમાં નિરમા કંપની પોતાના ૨૫ થી વધારે ઉત્પાદનોમાં ડીલ કરી રહી છે. હાલના સમયમાં નિરમા કંપનીમાં લગભગ ૧૫ હજારથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ઉપરાંત વર્તમાન સમયમાં નિરમા કંપની ૩૫૫૦ કરોડ રૂપિયાથી વધારેને કંપની બની ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ