કોઈ જ ઘર જવલ્લે એવું હોય છે કે જ્યાં સાસુ અને વહુને સારુ બનતું હોય. બાકી દરેક ઘરમાં નાના માટો ઝઘડા ચાલતા રહેતા હોય છે. કારણ કે એવી એક કહેવત આપણે ત્યાં પ્રચલિત છે કે ભેગા રહેલા ભાણા પણ ભભડતા હોય છે. એટલે કે વાસણો સાથે હોય તો એમાં પણ કંકાસ થાય તો પછી માણસોમાં તો લડાઈ સ્વાભાવિક છે. ત્યારે હાલમાં સાસુ વહુનો એક ભયંકર કિસ્સો સામે આવ્યો છે. આપણા સમાજ અંદર અને ઘર અંદર ઘણીવાર એવું બનતું હોય છે કે ક્યારેક નાનો અમથો ઝગડો મોટું સ્વરૂપ લઈ લે છે અને આવેશમાં આવીને ખૂની ખેલ ખેલાતો હોય છે.

અમદાવાદ શહેરમાં પણ કંઈક એવો જ ઘર કંકાસનો ભયંકર ખેલ થયો અને મામલો મોત સુધી પહોંચી ગયો છે. તો આવો જાણીએ કે શું થયું. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં ઘરકંકાસમાં પુત્રવધૂએ સાસુની હત્યા કરી અને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતાં ઉશ્કેરાયેલી પુત્રવધૂએ સાસુના માથામાં લોખંડનો સળિયો મારી દીધો હતો, જેને કારણે જમીન પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં અને ઘરની દીવાલો લોહીથી ખરડાઈ ગઈ હતી.

જેવી જ આ ભયંકર ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી પુત્રવધૂની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે પ્રમાણે હાલમાં માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો ગોતાના સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં રહેતાં રેખાબેન રામનિવાસ અગ્રવાલના પુત્ર દીપકના લગ્ન 10 મહિના અગાઉ નિકિતા ઉર્ફે ન્યારા સાથે થયા હતા. લગ્ન થયાના શરૂઆતના મહિનાથી પુત્રવધૂ નિકિતા અને સાસુ રેખાબેન વચ્ચે બોલાચાલી, તકરાર અને ઝગડા થતાં રહેતાં હતાં.

પરંતુ મંગળવારે રાત્રે બન્યું એવું કે અવારનવાર ચાલતી આ તકરાર અને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંગળવારે રાત્રે પુત્રવધૂ નિકિતા અને સાસુ વચ્ચે બોલાચાલી એ હદે ઉગ્ર થઇ ગઇ હતી કે ઉશ્કેરાયેલી નિકિતાએ સાસુ રેખાબેનને લોખંડના સળિયા વડે માથામાં ફટકા માર્યા હતા. ગુસ્સે ભરાયેલી નિકિતાએ એ હદે માથામાં ફટકા માર્યા હતા કે ઘરની દીવાલોમાં ચારે તરફ લોહીના ડાઘા પડ્યા હતા.

હાલમાં ઘરમાં જમીન પર પણ જ્યાં જુઓ ત્યાં લોહીનાં ખાબોચિયાં થઇ ગયાં હતાં. પુરાવાનો નાશ કરવા માટે નિકિતાએ રેખાબેનની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી નિકિતાની અટકાયત કરી છે અને મૃતક રેખાબેનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઘટના સામે આવતા ચારેકોર ચકચાર મચી જવા પામી હતી આખા શહેરમાં હાહા હોહો થઈ ગયું હતું, ત્યારે આજુબાજુની સોસાયટીની મહિલાઓએ પણ આ ઘટના પછી પૂત્રવધુ પર ફિટકાર વરસાવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ