નિર્ભયાના દોસ્તની આ હકીકત વાંચીને તમને પણ લાગશે નવાઇ, વાંચો તમે પણ

૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ એવી એક કાળી રાત જ્યારે એક છોકરીની સાથે થઈ હૈવાનીયત અને માણસાઈને શર્મસાર કર્યા.

આ ખબરે આખા દેશને હલાવીને રાખી દીધો. જી હા, આ એ જ દિવસ હતો જ્યારે દિલ્લીમાં એક ચાલુ બસમાં પાંચ બાલિગ અને એક નાબાલિગ છોકરાએ બસમાં મુસાફરી કરી રહેલી એક છોકરીની ઈજ્જતને ફક્ત તાર તાર કરી પરંતુ બળાત્કાર પછી તેની એવી હાલત કરી દીધી કે જેના કારણે તે છોકરી ઘણા લાંબા સમય સુધી જિંદગી અને મોતની જંગ લડતી રહી અને છેલ્લે હારીને તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

જી હા અમે વાત કરી રહ્યા છીએ ‘નિર્ભયા રેપ કેસની.’

image source

આ કેસના ચશ્મદિદ ગવાહ રહ્યા અવનીંદ્ર પાંડે, એ જ છોકરો છે જે તે રાતે નિર્ભયાની સાથે તે બસમાં હાજર હતો. તે બંને સાઉથ દિલ્લીના એક મોલમાંથી ફિલ્મ જોઈને ઘરે પાછા ફરી રહ્યા હતા જ્યારે આ ઘટના થઈ. કેસ પછી અવનીંદ્રએ બધા ટીવી ચેનલ્સને એ કાળી રાતની દર્દનાક હકીકત જણાવી જેણે દરેકના દીલને દહેલાવી દીધા.

આ ઘટનાથી આખો દેશ આક્રોશમાં આવી ગયો અને રસ્તાઓ પર લોકોના આ ગુસ્સાને સાફ જોવા મળ્યો. લગભગ એક વર્ષ સુધી કેસ ચાલ્યા પછી અખિરકાર નિર્ભયાને ન્યાય મળ્યો અને સપ્ટેમ્બર, ૨૦૧૩ માં આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટે મોતની સજા સાંભળવી.

image source

નિર્ભયા રેપ કેસને લગભગ ૭ વર્ષ પછી એક વરિષ્ઠ ટીવી પત્રકાર અજીત અંજુમએ ઘટનાથી જોડાયેલ એક અન્ય સત્ય સામે રાખ્યું છે જે અત્યાર સુધી છુપાયેલું હતું.

ઘટનાના સમયે જે અવનીંદ્રથી બધાને સહાનુભૂતિ હતી અને દરેક વ્યક્તિ જેના દર્દને મહેસુસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે અવનિદ્રને લઈને હવે એક ખુલાસો થયો છે જેમાં ના ફક્ત એકવાર ફરીથી માણસાઈણે શર્મસાર કરી દીધી છે પરંતુ નિર્ભયા રેપ કેસના દર્દને એકવાર ફરીથી તાજો કરી દીધો છે.

અજીત અંજુમએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પછી એક ટ્વિટ કરીને એવા ખુલાસા કર્યા જેણે બધાને વિચલિત કરી દીધા. અજીત અંજુમના એક ટ્વિટ મુજબ નિર્ભયાનો જે દોસ્ત તે ઘટનાનો ગવાહ હતો અને બધા ટીવી ચેનલો પર જઈ જઈને તે જઘન્ય કાંડની કહાની સંભળાવી રહ્યો હતો, તેનું આમ કરવા પાછળ એક ઉદેશ હતો.

અજીત અંજુમ લખે છે કે તે પણ ‘નિર્ભયા રેપ કેસ’ના સાચા અવનિદ્રની જુબાની પોતાની ચેનલ પર બતાવવા ઇચ્છતા હતા. તેમણે પોતાના એક રિપોર્ટરને અવનિદ્રને સ્ટુડીઓમાં લાવવાની જવાબદારી આપી પરંતુ ત્યારે તેમને ખબર પડી કે અવનિદ્ર પોતાના કાકાની સાથે જ કોઈપણ સ્ટુડીઓમાં જતો હતો અને તેના બદલે તે હજારો રૂપિયા લેતા હતા.

image source

પહેલા તો તેમને આ વાત પર ભરોસો ના થયો કે કેવી રીતે કોઈ છોકરો પોતાની ગર્લફ્રેન્ડની સાથે થયેલી એ હૈવાનીયતને પોતાની કમાણીનો એક રસ્તો બનાવી શકે છે?

કેવી રીતે એક દોસ્ત પોતાની ગર્લફ્રેન્ડની જિંદગીના સૌથી મોત દર્દને એક ડીલ બનાવી શકે છે?

image source

મનમાં ઘણા સવાલો હતા અને ગુસ્સો પણ. છેલ્લે અજીત અંજુમે અવનિદ્રનો અસલી ચેહરો દુનિયાની સામે લાવવાનો નિર્ણય કર્યો.

એના માટે તેમણે એક સ્ટિંગ ઓપરેશન કર્યું. સૌથી પહેલા અજીતના એક રિપોર્ટરને તેમની સામે બેસીને અવનિદ્રના કાકા સાથે ફોન પર વાત કરી. અવનિદ્રના કાકાને અવનિદ્રને સ્ટુડિયો આવવાની કિમત ૧ લાખ રૂપિયા લગાવી. ઓછું કરતાં છેલ્લે વાત ૭૦ હજાર પર નક્કી થઈ. પહેલા અજીતને લાગ્યું કે ભત્રીજાના નામ પર કાકા કદાચ પૈસા લઈ રહ્યા છે એટલે અજિતે અવનિદ્રની સામે તેના કાકાને પૈસા આપવાનો નિર્ણય કર્યો.

image source

અજીતનો શક ખોટો સાબિત થયો અને સ્ટુડિયોમાં અવનિદ્રની સામે તેના કાકાને ૭૦ હજાર આપવામાં આવ્યા. ત્યાં લાગેલ એક ખુફિયા કેમેરામાં બધુ રેકોર્ડ થયું. પછી અવનિદ્રને સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યો. આ શો પહેલા રેકોર્ડ કરવાના હતા.

૧૦ મિનિટની વાતચીત પછી રેકોર્ડીંગ દરમિયાન જ અવનિદ્રને પૂછવામાં આવ્યું કે તે નિર્ભયાની આ દર્દનાક દાસ્તાનને સાંભળવવા માટે ટીવી ચેનલોથી કેમ પૈસા લે છે? પરંતુ અવનિદરે આનાથી ચોખ્ખી ના પાડી દીધી. શોની રેકોર્ડીંગ દરમિયાન જ અવનિદ્રને ઓનસ્ક્રીન તેના પર થયેલ સ્ટિંગ ઓપરેશનની ક્લિપ બતાવવામાં આવી જેને જોઈને તેના હોશ ઊડી ગયા.

image source

કદાચ પોતાની હકીકત દુનિયાની સામે ઉજાગર થવાનો દર જ હતો કે તેને કેમેરાની સામે આ વાત માટે માફી માંગી. સ્ટુડિયો માંથી નીકળતા જ અજીતે તેનું ખૂબ અપમાન કર્યું. આ દરમિયાન ન્યૂઝરૂમના બાકીના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. દરેક વ્યક્તિ હેરાન હતા કે કેવીરીતે એક છોકરો આ હદ સુધી નીચે જઈ શકે છે.

image source

જે નિર્ભયા લાંબા સમય સુધી અસહનીય તકલીફ વેઠીને આ દુનિયાથી ચાલી ગઈ કેવી રીતે તેનો જ દોસ્ત તેની એ તકલીફને ટીવી ચેનલોમાં વેચી શકે છે? દરેક વ્યક્તિ ઇચ્છતી હતી કે આ શો ઓનએર થાય પરંતુ કેસ પર આની અસર ના પડે એટલે અજીતને ટીઆરપીની ચિંતા ના કરતાં હોઈ આ સ્ટોરીને ના ચલાવવાનો નિર્ણય લીધો.

image source

જયાં દરેક અવનિદ્રની જુબાની નિર્ભયાની સ્ટોરી સાંભળવીને ટીઆરપી મેળવી રહ્યા હતા ત્યાં જ બીજી બાજુ કદાચ આ સ્ટોરી આ બધા ટીઆરપીના રેકોર્ડ તોડીને આ રેસમાં જીતી જાત પરંતુ કદાચ તે દિવસે નિર્ભયા હારી જાત અને આ અજીતની સાથે સાથે આખા દેશને બિલકુલ મંજૂર ના હતું.

image source

અજીતના આ ખુલાસાએ માણસાઈ અને સંબંધો પર કેટલાક પ્રશ્નો ઊભા કરી દીધા છે. શું ફક્ત ગુનાને અંજામ આપવાવાળા જ ગુનેગાર હોય છે? એવા લોકોનું શું જે સંબંધોની આડમાં સંબંધોને જ વેચી ડે છે? આવા લોકો જે પૈસા માટે પોતાનાની તકલીફની ખુલ્લેઆમ કિમત લગાવે છે?

એવા લોકોનું શું જે પીડિત બનીને પોતાના પ્રેમ અને પોતાની મિત્રતાના દર્દને કમાણીનો એક રસ્તો બનાવી લે છે અને તેના પર લગાવવામાં આવેલી કિમત પર પણ ભાવ-તાલ કરે છે?

image source

એમાં કોઈ શક નથી કે બળાત્કારના આરોપીઓએ પીડિતા નિર્ભયાની તકલીફ અને મોત માટે જવાબદાર હતા પરંતુ આ કહવું પણ ખોટું નહિ હોય કે જો નિર્ભયા આજે જીવિત હોત તો આ હકીકત સાંભળ્યા પછી કદાચ તે જીવતે જીવ મરી જાત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ