જાણો કેમ નિર્ભયા કેસના ચારેય દોષિતોના ડમીને શૂળીએ ચડાવીને માખણ લગાવી દીધું..

નિર્ભયા કેસ :- ચારેય દોષિતના ડમીને શૂળીએ ચડાવીને દોરડાને માખણ લગાવીને મૂકી દીધા બંધ લોકરમાં કારણકે…

image source

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોને 22મી જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે ફાંસી પર લટકાવતા પહેલાં રવિવારના રોજ તેનો ટ્રાયલ કરાયો. આ ટ્રાયલ ચારેય કેદીઓને એક સાથે ફાંસી પર લટકાવા માટે જેલ નંબર-3માં બનાવામાં આવેલી ચાર ફાંસીના તખ્તા પર કરાઇ.

image source

કહેવાય છે કે ટ્રાયલ સંપૂર્ણપણે સફળ રહી. ચારેય દોરડા પર બટર લગાવીને તેને સુરક્ષિત રાખી દીધા છે. જેથી કરીને ફાંસી માટે આ જ દોરડાનો ઉપયોગ કરી શકાય. માખણથી દરોડા મુલાયમ બની રહેશે.

કહેવાય છે કે આ દરોડાને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકરમાં મૂકી દીધા છે. જેથી કરીને દોરડાને કોઇ નુકસાન ના પહોંચાડી શકે અથવા તો પછી ઉંદરા કાતરી ના ખાય. જેલ સૂત્રોએ જણાવ્યું કે ચારેય તખ્તા પર કરાયેલા ટ્રાયલમાં સેન્ડ બેગનો ઉપયોગ કરાયો હતો.

image source

ચારેય કેદીઓમાંથી બેની ડમી બનાવી હતી અને બે માટે સેન્ડ બેગ પર ટ્રાયલ કરાયું હતું. ચારેય કેદીઓના વજન જેટલી ડમી લટાકાવાઇ હતી. હેતુ એ જોવાનો હતો કે દોરડા આટલા વજનને સહન કરી શકે છે કે નહીં. સાથો સાથ ચારેય તખ્તામાં કોઇ તકનીકી સમસ્યા તો આવી રહી નથી ને.

સૂત્રોનું કહેવું છે કે ટ્રાયલ રવિવાર સવારે એ સમયે કરાયો જ્યારે જે સમયે નીચલી કોર્ટે તેમને ફાંસી આપવાનું ડેથ વોરંટ રજૂ કર્યું છે. એ પણ જોવાનું છે કે ચારેયને ફાંસી પર લટકાવામાં કેટલો સમય લાગશે.

image source

કારણ કે જેલ પ્રશાસને યુપી જિલ્લા વિભાગમાંથી બે જલ્લાદોની માંગણી કરી છે. આશા છે કે તિહાડ જેલ પ્રશાસનને એક જ જલ્લાદ મળશે. બીજો જલ્લાદ બીમાર અને વૃદ્ધ હોવાની વાત સામે આવી છે.

એ પણ જોવાયું કે 22મી જાન્યુઆરીના સવારે 7 વાગ્યે જ્યારે ફાંસી અપાશે તો ફાંસી આપવાથી લઇને તેને ફાંસી કોઠીની બહાર નીકાળવા સુધીમાં કેટલો સમય લાગશે.

image source

ટ્રાયલથી જેલના અધિકારીઓ સંતુષ્ટ દેખાયા. ટાઇમિંગને સેટ કરવાની વાત ચોક્કસ કહી છે, આથી ફાંસીમાં લાગનાર સમય થોડો ઓછો કરી શકાય.

ભાગી ના જાય નિર્ભયાના દોષિત, બની રહ્યા છે 4 નવા સેલ

image source

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના દોષિત કયાંક સુરંગ ખોદીને ભાગી ના જાય, આથી તેમના માટે નવા સેલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં એ તમામ વાતોનું ધ્યાન રખાશે કે કયાંક આ સુરંગ ના ખોદી લે, સમય પહેલાં ખુદ જીવ ના આપી દે કે પછી તેમાન પર બીજા કોઇ કેદી કે જેલ સ્ટાફ હુમલો ના કરી દે.

image source

તેના માટે હવે જેલ નંબર-3મા ચાર નવા સેલ તૈયાર થઇ રહ્યા છે. આ નવા સેલ ફાંસીના તખ્તાની એકદમ નજીક તેને હાઇ સિક્યોરિટી વોર્ડમાં છે.

જ્યાં એક સમયે સંસદ હુમલાના દોષિત આતંકવાદી અફઝલને રખાતો હતો. અફઝલવાળા સેલમાં પણ ચારમાંથી એકને રાખી શકાય છે. જેલ પ્રશાસનનું કહેવું છે કે પરિવાર સાથે કેદીઓની અંતિમ મુલાકાત થવાની હજુ બાકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ