જલ્સા કરોને જેંતીલાલ

આ એનઆરઆઈ ગુજરાતીએએ પુલવામાના શહિદો માટે માત્ર છ જ દિવસમાં કરોડો રૂપિયાનું દાન એકઠું કર્યું…

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હૂમલામાં આપણા દેશના 40 સીઆરપીએફ જવાનો અણધાર્યા શહીદ થઈ ગયા હતા અને તે દીવસે દેશવાસીઓને ઉંડા આઘાતમાં મુકી દીધા હતા. અને તેમના પરિવાર જનોની તો શું હાલત થઈ હશે તે આપણે કલ્પના કરી શકીએ છીએ. આ હૂમલામાં કોઈ માતા-પિતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો તો કોઈ પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો હતો તો કોઈ સંતાને પોતાના પિતા ગુમાવ્યા હતા. ખુબજ દુઃખની ઘડી હતી.


આપણામાંના લાખો સામાન્ય નાકરીકો છે જેઓ પોતે ભલે સૈન્યમાં ન જેડાયા હોય પણ તેમને સૈન્ય પ્રત્યે અપાર લાગણી રહેલી છે. અને લડાઈ તેમજ આવા આતંકવાદી હૂમલામાં શહીદ થતાં જવાનો માટે ઉંડી સંવેદના ધરાવે છે. લોકો તેમને પાછા લાવવા માટે તો કંઈ જ ન કરી શકે પણ તેઓ પોતાની રીતે તેમને મદદરૂપ થવા બનતા પ્રયાસો કરતા હોય છે. કેટલાએ એન્જીઓ દ્વારા આપણા લશ્કરના જવાનો માટે ફંડ ઉભુ કરવામાં આવે છે તો કેટલાક સેલીબ્રીટી તેમના માટે મોટા મોટા દાન કરતી હોય છે. અને આપણા જેવા સામાન્ય લોકો પણ તેમને મદદ કરવા પુરતા પ્રયાસ કરતા હોય છે.

આજની આ પોસ્ટ આવા જ એક એનઆરઆઈ વિષે છે જેણે માત્ર છ જ દિવસમાં પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે 7 કરોડ રૂપિયા કરતા પણ વધારે ઉઘરાવ્યા છે.

મૂળે ગુજરાતના વડોદરાના રહેવાસી પટેલ વિવેક હાલ અમેરિકામાં સ્થાયી છે તેમણે પણ કેટલાક રૂપિયા સીઆરપીએફના જવાનો માટે દાન કરવાનો નિર્ણય કર્યો. તેમણે જ્યારે વ્યક્તિગત રીતે દાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કેટલીક ટેક્નીકલ અડચણોનો સામનો કરવો પડ્યો અને તેમને દાન નહીં કરી શકવા બદલ દુખ થયું. તેમણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સૈનિકો માટે ફંડ ભેગુ કરવાની એક પહેલ એટલે કે ભારતકે વીર વેબસાઇટ દ્વારા દાન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં વિદેશી ક્રેડીટ, ડેબીટ કાર્ડનો સ્વીકાર ન થવાથી તે દાન કરી શક્યા નહોતા.

જો કે તેમણે પોતાની આ ઇચ્છાને ટાળી નહીં પણ પોતાના ફેસબુક પેજ પર જઈ પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે દાન ઉઘરાવવાનો પ્રયાસ શરૂ કર્યો. તેમણે પુલવામાં હૂમલાના બીજા જ દીવસે ફેસબુકના માધ્યમથી દાન ઉઘરાવવાનું શરૂ કરી દીધું. આમ તો ફેસબુક પર તમે એનજીઓ થકી જ ફંડ ઉભુ કરી શકો છો. માટે તેના માટે તમારે ફેસબુકના મેનેજમેન્ટનો સંપર્ક કરવો પડે અને કાયદેસર રીતે આવા ફંડ રેઇઝર એકાઉન્ટને ખોલવું પડે છે.

તમે ગમે તે પેજ બનાવીને કંઈ ફંડ ન ઉઘરાવી શકો. આમ વિવેકે સૌ પ્રથમ તો 5 લાખ ડોલર ઉઘાવવાનું ટાર્ગેટ રાખ્યું હતું પણ માત્ર 12 જ કલાકમાં તેમણે 10 લાખ ડોલર કરતા પણ વધારે ફંડ ભેગું કરી લીધું. તેમણે આ દાન એકઠુ કરવામાં લગભગ ત્રેવીસ હજાર લોકોની મદદ મળી હતી.

નાણા તો એકઠા થઈ ગયા હતા પણ હવે વિવેકને એ પ્રશ્ન સતાવી રહ્યો હતો કે તે નાણા તેઓ કેવી રીતે પુલવામાંના શહીદોના પરિવારજનો સુધી પહોંચાડે.

બદનસીબે ભારતકે વીર એપ્લીકેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રેડીટ કે ડેબીટ કાર્ડ સ્વીકારવામાં આવતા નથી માટે ઘણા બધા ભારતીયમૂળના એનઆરઆઈને દાન કરવામાં મુશ્કેલી પડે છે અને તેઓ દાન નથી કરી શકતા આ વિષે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ભંડોળ એકઠું કરવા માટે એક અલાયદી વેબસાઈટ વિકસાવવી જોઈએ જેમાં દુનિયાના ખૂણે ખૂણે વસેલા ભારતીયો પોતાના લશ્કરના જવાનોને સીધું જ દાન કરી શકે.

જો કે વિવેકને પોતાના આ લક્ષમાં એટલે કે તેણે એકઠા કરેલા દાનને પુલવામાંના જવાનોના પરિવારજનો સુધી પહોંચાડવામાં બેંક મદદ કરી રહી છે. જો કે વિવેકને પડેલી મુશ્કેલીઓએ ન્યુયોર્ક સ્થીત ભારતીય કોન્સ્યુલેટે ધ્યાનમાં લીધી હતી અને ત્યાંની ભારતીય કમ્યુનીટીને અરજ કરી હતી કે તેઓ ભારત કે વીરના નામનો ચેક લખીને પણ સીધા જ સીઆરપીએફ હેડક્વાર્ટર્સ પર મોકલી શકે છો.

આ રીતે વિદેશમાં રહેતા ભારતીયો માટે દાન કરવું થોડાઘણા અંશે સરળ થયું છે. આમ તમે વિશ્વના કોઈ પણ ખૂણે કેમ ન વસતા હોવ તમારા દેશ માટેની લાગણી તમને તમારા દેશ માટે કંઈ પણ કરવા સક્ષમ બનાવી દે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version