શોષણ – તમારા બાળકોની સેફટી માટે ખાસ વાંચો આ વાર્તા…

શોષણ

“અરે! આ સુમીત આટલો વહેલો કેમ ઉઠી ગયો?”
સવારે છ વાગ્યે મેં ધારાને પૂછ્યું.
“કેમ? તને ખબર નથી આજે સુમીતનું રીઝલ્ટ આવવાનું છે.”
“અરે પણ એતો દસ વાગ્યે જવાનું છે, તો પછી આટલો વહેલો કેમ?”
“દર વર્ષે જયારે પણ રીઝલ્ટ લેવા જવાનું હોય ત્યારે મારો લાડલો આમજ વહેલો ઉઠી જાય છે, તમે ઘરે રહેતાં હો તો તમને ખબર હોય ને?”
“હા બધી ખબર તનેજ પડે છે.”
જોકે હું રહ્યો સેલ્સમેન એટલે ઘરના અમુક રૂટીનની મને ખબર નહોતી રહેતી, એકધારો ચાર પાંચ દિવસ માટે ટુરમાં નીકળી પડતો, અને મારો સુમીત! આઠ ધોરણ સુધી લગાતાર પહેલા નંબરે પાસ થયો હતો, અને આજે નવમાં ધોરણનું રીઝલ્ટ આવવાનું હતું એટલે એ ખુબ ઉત્સાહમાં હતો. આજે તો ભાઈ સવારમાં આઠ વાગ્યેજ સ્કુલમાં પહોંચી ગયો હતો.
સાડા દસ વાગ્યા એટલે મારી પત્ની ધારા કાગડોળે સુમીતની રાહ જોઈ રહી, બારણે ઉભી ઉભી કહેવા લાગી.
“જોજો મારો લાડલો હમણાંજ આવ્યો નથી એટલી વાર છે, આવતા વેંત એ મને ચોંટી પડશે અને કહેશે.
“મમા આઈ લવ યુ, પહેલા નંબરે પાસ થયો.”

ધારા એટલું બોલી અને અમારા પડોશમાં રહેતા શીલાભાભી આવ્યા. શીલાભાભીનો છોકરો કલ્પેશ પણ મારા સુમીત સાથેજ ભણતો, અને સુમીતનો કલાસમેટ હતો, એ પણ હોશિયાર હતો. ક્લાસમાં ત્રીજો ચોથો નંબર તો લઈ આવતો. શીલાભાભીએ આવતાની સાથેજ પૂછ્યું.
“કેમ ભાભી હજુ સુમીત નથી આવ્યો?”
“ના નથી આવ્યો, એની રાહ જોઇને બેઠી છું, આવો અંદર આવો.”
શીલાભાભી અંદર આવી અને હોલમાં સોફા પર બેઠાં. ધારા શીલાભાભી માટે પાણી ભરીને લાવી, ત્યાંત્તો સુમીત આવી ગયો, ધારાએ પાણીનો ગ્લાસ ટીપોય ઉપર મુક્યો, અને દરવાજે સુમીત પાસે જઈ રહી હતી. પછી જે થયું તે દ્રશ્ય જોઈને હું ખુબ ગુસ્સે થઇ ગયો. અંદરથી ઉકળી ગયો. શીલાભાભીએ સુમીતના હાથમાંથી રીઝલ્ટ લઈ લીધું, અને સુમીતને કહ્યું.
“જોઉં સુમીત કેટલા ટકા આવ્યા?”
“આંટી નઈન્ટી ફાઈવ પરસેન્ટ આવ્યા અને સ્કુલમાં પહેલો નંબર.” સુમીતએ ખુશ થતા જવાબ આપ્યો, અને શીલાભાભીએ સુમીતને બાથમાં લઇ લીધો, અને સુમીતને બંને ગાલ ઉપર કિસ ઉપર કિસ કરવા લાગી.
ખુબ કંટ્રોલ કર્યા પછી પણ મારાથી ન રહેવાયું, અને મેં ખુબ ગુસ્સામાં કહ્યું.
“શીલાભાભી આ શું કરી રહ્યા છો તમે?”
“કેમ મારા દીકરા ને વ્હાલ કરી રહી છું?”
“ના પણ મારા સુમીતને તમારે આવો વ્હાલ નહી કરવાનો.”
વચ્ચેજ ધારાએ દરમિયાનગીરી કરતા કહ્યું.
“અરે પણ તમે આવું કેમ વિચારો છો? આપણો સુમીત એના છોકરા જેવો છે.”
એમ કહી અને ધારા ઉત્સુક્તાવસ સુમીતનું રીઝલ્ટ જોવા લાગી, અને સુમીતને શીલાભાભીના આલિંગનમાંથી છોડાવી અને સુમીતને ચોંટી પડી.

“ભલે, પણ મને આ પ્રકારે શીલાભાભીનું સુમીતને કિસ કરવું બિલકુલ પસંદ નથી.”

શીલાભાભી તો ગુસ્સે થઇને જતા રહ્યા, પણ મારા ઘરનો માહોલ ડહોળાઈ ગયો. સુમીતના રીઝલ્ટ માટે જે ખુશી હતી તે જાણે ઝગડામાં પરિવર્તિત થઇ ગઈ. શીલાભાભીના ગયા પછી ધારાએ મારી સામે જોઈને કહ્યું.

“જો શીલાને ખોટું લાગી ગયું. તારે શીલા સાથે આવું વર્તન નહોતું કરવું જોઈએ.”

“તો શું કરતો? આપણો સુમીત પણ હવે નાનો નથી, ભલે એ પંદર વર્ષનો થયો, પણ સુમીતની બોડી જોઈ?અઢાર વર્ષનો થયો હોય એવી બોડી છે.”

“તો શું થયું? બાળકો માં-બાપ પાસે હમેશા બાળકોજ હોય છે, પછી ભલેને એ ગમે એટલા મોટા થઇ જતા!”
ધારા દલીલ ઉપર દલીલ કર્યે જતી હતી, પણ ધારાને હું કેમ સમજાવું? છેલ્લે ધારાએ મને ન બોલવાનું બોલી નાખ્યું,.
“કમળો હોય તેને પીળુંજ દેખાય, તું એવાજ વિચાર કરતા હો, એટલે તમને બધું એવુજ દેખાય.”

ફરી મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, મારે ધારાને નહોતું કહેવું, તો પણ આજે જે વાત હું ભૂલવા માંગતો હતો એ વાત મારે ધારાને કહેવી પડે છે. વર્ષો સુધી દબાવી રાખેલો એ જ્વાળામુખી મારા અંદર ઉકળી ઉઠ્યો. એ ઘટનાએ મને હલાવી નાખ્યો હતો.

“ધારા તને એમ લાગે છે ને, કે હું કેમ એવું વિચારું છું? તો સાંભળ મારા ભૂતકાળની એક વાત, જે હું ક્યારેય યાદ કરવા નહોતો માંગતો, પણ આજે તે મને મજબુર કર્યો છે, જે વાત હું આજે પણ યાદ કરું છું તો એ મારું ભૂતકાળ મને ખાવા દોડે છે.”

ધારા ઉત્સુકતાવસ મારી સામે જોવા લાગી.

“એવી તો શું વાત છે, જે સતર વર્ષમાં તારે મને કહેવાની રહી ગઈ છે?”

“હું એ ઘટના યાદ કરવા નહોતો માંગતો, પણ શીલાના એ વર્તન એ આજે મને એ ઘટના યાદ કરાવી દીધી.”

“મારે પણ સાંભળવી છે એ વાત. એવી તે શું ઘટના બની હતી કે તું શીલા ઉપર આટલો ગુસ્સે થઇ ગયો?”

સુમીત અમારી વાતો સાંભળી રહ્યો હતો, મેં સુમીતને બહાર રમવા જવા કહ્યું, અને હું રસોડામાં જતો રહ્યો, ધારાને પણ ત્યાં રસોડામાં બોલાવી અને ચાય બનાવવા કહ્યું. એ ચાય બનાવવા લાગી અને હું ધારાની સામે રસોડાના પ્લેટફોર્મ પર બેસી મારી સાથે બનેલી એ ભયંકર ઘટના કહેવાનું ચાલુ કર્યું…
“ધારા, હું જયારે સુમીતની ઉમરનો હતો ત્યારે મને ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો, એ સમયગાળામાં અમે કોલોનીમાં રહેતાં, અને કોલોનીની બિલકુલ વચ્ચે એક મોટું ચોગાન હતું, ત્યાં હું મારા મિત્રો સાથે ક્રિકેટ રમતો, પણ એસમયે અમારા ક્રિકેટના નિયમો થોડા અટપટા હતા, અગર રમતા રમતા બોલ કોલોનીની બાઉન્દ્રી ટપી જાય, કે કોઈના ઘરમાં જાય, તો એ બોલ લેવા બેટ્સમેનએ જવું પડતું. ચોગાનની ત્રણેય બાજુ ત્રણ ત્રણ માળની બિલ્ડીંગ હતી, ચોથી બાજુ મોટો ગેટ હતો, ચોગાનની વચ્ચે અમે ક્રિકેટ રમતા, અને ત્યારે હું માત્ર પંદર વર્ષનો હતો, બોડી અને હેલ્થમાં હું પણ આપણા સુમીત જેવોજ લાગતો.

એક દિવસ બન્યું એવું કે હું બેટિંગ કરતો હતો, અને મેં એકજ એવો ફટકો લગાવ્યો કે એ બોલ સીધો સામેની બિલ્ડીંગનાં બીજા માળે રહેતાં લતાઆન્ટીનાં મકાનની ખુલ્લી બારીના પડદાને વીંધીને અંદર ચાલ્યો ગયો. અમારી કોલોનીમાં લતાઆંટીના ઘરમાં બોલ લેવા જવું એટલે સિંહણના મોમાંથી માસનો ટુકડો લેવા જવા બરાબર હતું.

“લ્યો પહેલા ચાય પીવો.”

ધારાએ ચાયનો કપ મારી તરફ સરકાવતા અને ચાયની ચૂસકી લગાવતા ઉત્સુક્તાવસ પૂછ્યું.

“હા પછી આગળ શું થયું?”

“પછી તો મારા બધા મિત્રો મને કહેવા લાગ્યા કે,

“નિયમ મુજબ બોલ લેવા તો તારે જવુંજ પડશે.”
અને તેમાંના અમુક મિત્રોતો મારી ખીલ્લી ઉડાવવા લાગ્યા હતા, હું પણ કંઈ કમ ન હતો, મેં પણ હિમ્મત કરી અને બેટ મુક્યું ચોગાનમાં અને બાંવડા ચડાવી હું તો હિમ્મત કરી અને થયો ચાલતો, પગથીયા ચડતા ચડતા મને પણ ડર તો લાગતો હતો, પણ હું હિમ્મત ન હાર્યો. ધ્રુજતા પગે હું લતાઆન્ટીના ઘરનાં દરવાજે જઈ અને ડોરબેલ નું બટન બે થી ત્રણ વખત દબાવ્યું. લતાઆન્ટીએ દરવાજો ખોલવામાં થોડી વાર લગાવી, મને વિચાર આવ્યો કે અહીંથી સરકીને ચુપ ચાપ ચાલ્યો જઊં, પણ હવે મારી ઈજ્જતનો સવાલ હતો, અને ડોર ખુલી ચુક્યો હતો. લતાઆન્ટીએ દરવાજો ખોલ્યો. મને લાગ્યું એ બાથરૂમમાં નાહવા ગયા હતા, એટલે દરવાજો ખોલવામાં વાર લગાવી. લતાઆન્ટી બ્રાઉન કલરના રેશમી ગાઉનમાં હતા અને માથા ઉપર સફેદ ટુવાલ વીંટાળેલ હતો. બાલ ઉપરથી પાણીના ટીપા ગાઉન ઉપર, અને લતાઆન્ટીના ચહેરા ઉપર સરકી રહ્યા હતા. શેમ્પુની ખુશ્બુ આવી રહી હતી. એમના વક્ષ:સ્થળ નિપ્પલ નો આકાર સ્પષ્ટ જોવાતો હતો. એમને અન્ડર ગાર્મેન્ટ્સ નહોતું પહેર્યું એવું મને લાગ્યું.

ધારાએ વચ્ચેજ મજાક કરતા કરતા કહ્યું.

.” ઓહ! હાઉ સેક્સી વોઝ લતાઆન્ટી.?”

“અરે યાર, ધારા તને મજાક સુજે છે ? આ તો હું અત્યારે આવું વર્ણન કરી રહ્યો છું, ત્યારેતો હું એટલો નાનો હતો કે એ દ્રશ્ય જોઈ ને ડઘાઈ ગયો હતો. અને પછી જે થયું તે તો એ સમયે ખુબ અસહનીય હતું મારા માટે. હજુ તો મારા ચહેરા ઉપર તાજી તાજી રુવાંટી ઉગી હતી. હા મને સ્કુલમાં છોકરીઓ પ્રત્યે આકર્ષણ થતું, પણ લતાઆન્ટી! અરે લતાઆન્ટીને પણ દસ વર્ષનો એક છોકરો હતો.

“ઓકે પછી શું થયું? લતાઆન્ટીએ તને બોલ આપી દીધો?”
“નાં. આગળ સંભાળ. લતાઆન્ટીએ મારો હાથ પકડી મારા ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું.

“શું જોઈએ માય સ્વીટ સ્વીટ બોય?”

“આન્ટી મારો બોલ તમારા ઘરમાં આવ્યો છે. પ્લીઝ આપો ને.”

“ઓહ! તો મારા મીઠુંડાનો બોલ અંદર આવી ગયો છે?, આવ અંદર આવી ને લઇ લે.”

ત્યારબાદ હું ડરતા ડરતા અંદર ગયો, આમ તેમ સોફા નીચે, ટીપોય નીચે બોલ શોધી રહ્યો હતો, પણ બોલ મને જોવામાં ન આવ્યો, ત્યાર બાદ લતાઆન્ટીએ મને સોફા ઉપર બેસવા કહ્યું, અને લતાઆન્ટી બોલ શોધવા લાગ્યા. હું સોફા ઉપર બેઠો હતો, અને લતાઆન્ટી નીચું નમી નમીને બોલ શોધી રહ્યા હતા, ત્યારે એમના વક્ષ:સ્થળ નો ઉભાર મને જોવામાં આવતો, હું એ જોઈ રહ્યો હતો, અને એમનું ધ્યાન પડતું તો હું આમ તેમ જોવા લાગતો, જોકે મારા માટે એ બધું નવું નવું હતું, આવું બધું જોઈને મને કંઇક થતું, હું એ જોઈ રહ્યો હતો, અને લતાઆન્ટીએ એ જોતા જાણે મને પકડી પાડ્યો હોય એમ કહેવા લાગ્યા.

“રાહુલ!! શું જોઈ રહ્યો છે?” એમ કહેતા એ હસવા લાગ્યા, એમના હાસ્યમાં કોઈ અદભુત તેજ હતું, એ જાણે મને આવું બતાવવા માંગતા હોય એમ ફરી ફરીને મારી નજીક આવી ગાય. મારો હાથ પકડી અને એમના વક્ષ:સ્થળ ઉપર ફેરવવા લાગ્યા, અને કહેવા લાગ્યા.

“પહેલી વાર સ્પર્શ કરે છેને? ચાલ મારી સાથે અંદર બેડરૂમ માં.”

મારો હાથ પકડી અને મને બેડરૂમમાં લઈ ગયા, મારા ગાલ ઉપર હાથ ફેરવવા લાગ્યા, ત્યારે મને ખુબ શરમ આવતી હતી. એ મારા ગાલ ઉપર કિસ કરવા લાગ્યા, એમની આંખો બંધ હતી, આંટી નાહી ને બહાર આવ્યા હતા, પણ એમનો સ્વાશ ખુબ ગરમ હતો, ત્યારે મને કંઈ સમજાતું ન હતું પણ ટૂંકમાં કહું તો એ મને સેક્સ માટે આમંત્રિત કરી રહ્યા હતા, એ વાત મને અત્યારે સમજાય છે. ત્યાર બાદ જે થયું તે હું તને કહી નથી શકતો.
વચ્ચેજ ધારાએ કહ્યું.

“ઓહ માય ગોડ! પણ આતો ચાઈલ્ડ અબ્યુસિંગ કહેવાય. તારે એમને આવું કરવા ના કહેવી જોઈએ ને?”

“મેં ઘણી કોશિષ કરી, પણ ત્યારે લતાઆન્ટી મારા ઉપર હાવી થઇ ગયા હતા. મેં એમને કહ્યું કે આંટી તમે પ્લીઝ આવું અંકલની સાથે કરો, મને છોડી દો. ત્યારે આન્ટીએ કહ્યું કે,

“તને બોલ જોઈએ છે ને?”

પણ ત્યારે મને કંઈ ખબર નહોતી પડતી, અરે યાર હું મસ્ટરબેસન કરતો, તો પણ મને કેટલો અપરાધભાવ ફિલ થતો? પણ ત્યાર બાદ મેં એક પેપેરની પુરતીમાં વાંચ્યું હતું કે મસ્ટરબેસન કરવાથી કોઈ નુકસાન નથી થતું, ત્યારે મને ધરપત થઇ હતી, પણ આ શું? મેં પહેલીવાર લતાઆન્ટી સાથે સેક્સ માણ્યું? મને ખરેખર ત્યારે ખુબ અફસોસ થયો, પણ પછીતો મને આદત પડી ગઈ, રોજ સાંજે કોઈને કોઈ બહાનું કરી અને લતાઆંટી મને ઘરે બોલાવતા, અને રોજ મારી સાથે સેક્સ માણતા. અરે ઘણી વખત તો બે બે વખત સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરતા, અને આવું તો લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યું, વચ્ચે મેં બે થી ત્રણ વખત ના પણ પાડી, તો લતાઆન્ટી મને ધમકી આપવા લાગ્યા, કે જો હું કોઈને પણ કહીશ તો એ આ વાત બધાને કહી દેશે, હું ખરેખર એટલો મુંજાઈ ગયો હતો કે વાત જવા દે. અને મારું ભણવામાં પણ ધ્યાન નહોતું લાગતું, હું દિવસે દિવસે નર્વસ થવા લાગ્યો, સ્કુલમાં પણ હું ગુમસુમ રહેવા લાગ્યો.

હું પણ સુમીતની જેમજ દર વર્ષે પહેલા નંબરે પાસ થતો, પણ એ સમયમાં મારા ક્લાસ ટીચરએ મારા મમ્મી અને પપ્પાને ફરિયાદ કરી હતી, કે મારી માનસિક સ્થિતિ બરાબર નથી, હું ભણવામાં ધ્યાન નથી આપતો, અને ત્યારે મારા પપ્પાએ મને ખુબ માર્યો હતો, પણ પપ્પાને હું શું કહું? હું કોઈને કંઈ કહી નહોતો શકતો. એક વખત તો એવું બન્યું કે લતાઆન્ટી મને ત્રણ દિવસ સુધી બોલાવવા પણ ન આવ્યા. પછી મને ખબર પડી કે એક મહિનાની રજા લઇને દુબાઈથી અંકલ આવ્યા છે. બસ એ એક મહિનો મને થોડી સાંતી થઇ, પણ એક મહિના પછી ફરી અંકલ દુબઈ જતા રહ્યા, અને ફરી એજ રૂટીન, અને પછી મારું પરિણામ?
દસમાં ધોરણમાં હું પિસ્તાળીસ ટકાએ માંડ માંડ પાસ થયો.

બસ આજ કારણ છે, કે શીલાભાભીએ જયારે સુમીતને કિસ કરી, એટલે મને એ મારો ભૂતકાળ યાદ આવી ગયો.”
ત્યારે ધારાએ મને ગળે લગાવ્યો અને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ધારાને મારી મનોસ્થિતિ ખ્યાલ આવી ગઈ હતી. ધારાની વાત પણ સાચી હતી, મારે શીલાભાભી માટે એવું ન વિચારવું જોઈતું હતું, પણ મારી સાથે જે બન્યું એ મારા સંતાન સાથે ન થવું જોઈએ, અને ત્યારેજ મેં ધારાને કહ્યું.

“જો ધારા એક વાત સાંભળ. આપણો સુમીત અમુક સ્પર્શ ન સમજી શકતો હોય તો તેને એવા સ્પર્શની જાણકારી હોવી જોઈએ. શીલાભાભી જે રીતે સુમીતને કિસ કરી રહી હતી એ મને વ્યાજબી ન લાગ્યું, બસ અને એટલેજ મને ગુસ્સો આવ્યો. તારે શીલાભાભીને સમજાવવાની જરૂર નથી, તું ફક્ત સુમીતને તારી ભાષામાં સમજાવી દેજે.

“ઓકે…ઓકે…માય ડીયર ડીયર હસબંડ, એ હું સમજાવી દઈશ, પ્લીઝ કામ ડાઉન,”

ધારાના શબ્દો સાંભળી અને હું થોડી સ્વસ્થ થયો, એક ગ્લાસ પાણી પીધું અને ફરી મેં એજ લતાઆન્ટી સાથે વીતેલી આપવીતી જણાવી.
“ધારા,, પછી શું થયું એ સાંભળ. મારા ખરાબ આવેલ રીઝલ્ટની અસર મારી માનસિક સ્થિતિ ઉપર થઈ. હું મારી જાતને કોસવા લાગ્યો, એકવાર તો મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

પછી મારા પપ્પાના કોઈ મિત્રએ પપ્પાને મારું કાઉન્સેલિંગ કરાવવા કહ્યું. ત્યારેબાદ પપ્પા મને રોજ એક અંકલ પાસે લઇ જતા અને એ અંકલ મારી સાથે રોજ અડધો કલાક વાતો કરતાં.

એ અંકલ ખુબ સારા હતા, એ અંકલએ મને બધું પૂછ્યું, લતાઆન્ટીની વાત આવી ત્યારે એ અંકલને લતાઆન્ટીની બધી વાત હિમ્મત કરીને જણાવી દીધી.

“વાવ! એ હિમતનું કામ કર્યું. પણ તે ખુબ સમય લગાવ્યો, આ બાબતે તારે પહેલાથીજ તારા મમ્મી અને પપ્પાને ફરિયાદ કરી દેવાની હતી.” ધારા એ કહ્યું..

“હા તારી વાત સાચી, પણ હું ખુબ ગભરાઈ ગયો હતો.” મેં કહ્યું.

“અરે યાર રાહુલ, હવે તો આ પોક્સો નો કાયદો પણ કડક છે, બસ એકવાર ફરિયાદ કરી દેવાની એટલે એ કાયદાનું ચુસ્તપણે પાલન થાય છે.”

“પોકસો?” મેં પૂછ્યું.

“હા પ્રોટેક્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફેન્સ એક્ટ.”

“હા એ મેં સાંભળ્યું હતું, પણ મારા કેશમાં એવું નહોતું થયું, ત્યારે મારા પપ્પાએ એમના કોઈ મિત્રને કહ્યું હતું, અને એમના મિત્રએ કોઈ એન.જી.ઓ. માં મારા પપ્પાના નામે ફરિયાદ કરી હતી.

“વાહ! પછી શું થયું? એ એન.જી.ઓ. વાળા એ કોઈ એક્સન લીધા?”

“હા પછી બે ત્રણ દિવસ સુધી એ એન.જી.ઓ. વાળા લતાઆન્ટીના ઘરે આવ જાવ કરતા હતા, પછી એ લોકોએ લતાઆન્ટીને શું કહ્યું એ મને ખબર નથી, પણ એ દિવસથી લતાઆન્ટીએ મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા.

“ગુડ. જરૂર એ એન.જી.ઓ. વાળાએ લતાઆન્ટીને બાનમાં લીધા હશે. નહીતો આ પ્રકારની સ્ત્રીઓ જલ્દીથી તાબે નથી થતી.”

“હા ધારા તારી વાત સાચી છે, પણ એ એન.જી.ઓ. માં એક સ્ત્રી ખુબ બાહોશ અને સમજદાર હતી, એમને મને બધુજ પૂછી લીધું હતું. એટલે આગળ કેશ હેન્ડલ કરવામાં એમને કોઈ તકલીફ ન પડે.

“ગુડ રાહુલ પછી શું થયું?”

“અરે! પછી શું ? અગિયારમાં ધોરણમાં પહેલો નંબર, બારમાં ધોરણમાં પહેલો નંબર. અને કોલેજનું તો મારે તને કંઈ કહેવાની જરૂર નથી.

“હા રાહુલ એ કોલેજના દિવસોમાં તો હું પણ તારી દીવાની થઇ ગઈ હતી.”

સમાપ્ત.

લેખક :નીલેશ મુરાણી.

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી