નીતિન પટેલે રાજ્યના કર્મચારીઓ માટે કરી આ મોટી જાહેરાત, કહ્યું કે…

તા. ૨૮ જુલાઈ, ૨૦૨૧ ગુરુવારના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને સબંધિત એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે હતી. કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર અંગે રાજ્ય સરકારની ગંભીરતા વિષે જણાવ્યું છે. જેના લીધે કોરોના વાયરસના આરટીપીસીઆર ટેસ્ટમાં મોટાપાયે ઘટાડો જોવા મળવાની સાથે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે પ્રતિબંધોને દુર કરીને છૂટછાટ આપવામાં આવી રહી છે. આવા સમયે ગુજરાત રાજ્યના બધા જ નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન આપીને સુરક્ષિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image soucre

તા. ૨૮ જુલાઈ, ૨૦૨૧ ગઈકાલના રોજ સરકારી કર્મચારીઓમાં અટકાવવામાં આવેલ મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપીને જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેના કરતા સવાયા લાભની સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે થોડાક સમયમાં જ મોંઘવારી ભથ્થાને સંબંધિત જાહેરાત કરવામાં આવશે.

image soucre

અહિયાં ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તા. ૨૮ જુલાઈ, ૨૦૨૧ના રોજ આરટીપીસીઆર ટેસ્ટની કિમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હવેથી પ્રાઈવેટ લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ ફક્ત ૪૦૦ રૂપિયામાં કરવામાં આવશે. સરકાર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટની કિમતમાં ૩૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની પહેલા પ્રાઈવેટ લેબમાં આરટીપીસીઆર ટેસ્ટના ૭૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. જયારે દર્દીના ઘરે જઇને આરટીપીસીઆર ટેસ્ટ કરવાના ૫૫૦ રૂપિયા લેવામાં આવશે. આની પહેલા દર્દીના ઘરે જઇને આરટીપીસીઆર ટેસ્ટ કરવાના ૯૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. જયારે સરકારી હોસ્પિટલ્સમાં કોરોના વાયરસનો આરટીપીસીઆર ટેસ્ટ વિના મુલ્યે કરવામાં આવશે.

image soucre

એરપોર્ટ પર કોરોના વાયરસ ટેસ્ટ આરટીપીસીઆર ટેસ્ટના હવે ૨૭૦૦ રૂપિયા નક્કી કરી દેવામાં આવ્યા છે જે પહેલા એરપોર્ટ પર રૂપિયા ૪ હજારમાં આરટીપીસીઆર ટેસ્ટના લેવામાં આવતા હતા. આ સાથે જ ડેપ્યુટી સીએમ નિતન પટેલએ વધુ જણાવતા કહ્યું છે કે, હવેથી ગુજરાત રાજ્યમાં આવનાર રવિવારના દિવસથી જે પણ નાગરિકોને કોરોના વાયરસની વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હશે તેવા નાગરિકોને પણ હવેથી કોરોના વાયરસ વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવશે. આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તેની પહેલા હર્ડ ઈમ્યુનીટી તૈયાર કરવાની યોજના અમલમાં મૂકી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong