આજથી જ બદલી નાખો તમારી મોડી રાત્રે ખાવાની આદતને, નહીંતર પાછળથી આવશે રોવાનો વારો

મિત્રો, શું તમને પણ મોડી રાત્રે ખાવાની આદત છે? જો હા, તો આજથી જ તમે તમારી આ આદતને બદલી નાખો કારણકે, મોડી રાત્રે ભોજનનુ સેવન કરવાથી તમે સ્થૂળતા જેવી અનેકવિધ જીવલેણ બીમારીઓથી પીડાઈ શકો છો. આજનો યુવાવર્ગ એ આધુનિકતામા એટલો રચ્યો પચ્યો રહે છે કે, તેમની પાસે પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ લેવા માટે જરાપણ સમય નથી.

image source

તે દિન-પ્રતિદિન પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનતો જાય છે. યુવાવર્ગમા જંકફૂડના સેવનને લઈને ખુબ જ વધારે પડતો ક્રેઝ હોય છે અને તેના કારણે તે ઘરના સ્વાદિષ્ટ ભોજનને તરછોડે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, હેલ્થ એક્સપર્ટના મત મુજબ સવારનો નાસ્તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

હંમેશા સવારના સમયે ભારે નાસ્તો કરવો જોઈએ કારણકે, આ સમયે મનુષ્યનુ ચયાપચયનુ સ્તર ખુબ જ ઊંચું હોય છે. ત્યારબાદ બપોરનુ ભોજન એ થોડુ હળવુ હોવુ જોઈએ અને રાત્રિનુ ભોજન તો સાવ હળવુ હોવુ જોઈએ. એક અહેવાલમા પ્રકાશિત સમાચાર મુજબ જો તમે દરરોજ મોડી રાત્રે કંઈક ને કઈક ભોજનનુ સેવન કરો છો તો તેની સીધી જ અસર તમારા વજન પર પણ પડે છે ફક્ત એટલુ જ નહી તે તમારા શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને પણ ખુબ જ અસર કરે છે.

image source

એક આયુર્વેદ તજજ્ઞના મત મુજબ વધારે પડતુ ભારે ભોજન લઈને આપણે આપણા શરીર પર વધારાની કેલરી વધારીએ છીએ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, આપણુ શરીર એ સવારના ભોજનને પચાવવા ટેવાયેલુ છે પરંતુ, જો કેલરીયુક્ત ભોજન રાત્રે કરવામા આવે તો તે આપણા શરીરને અનેકવિધ રીતે નુકસાન પહોંચાડી શકે છે.

image source

એક નિષ્ણાંતના મત મુજબ દરેક વ્યક્તિને નિયમિત લગભગ ૧૮૦૦ થી ૩૦૦૦ કેલરીની શરીરમા આવશ્યકતા પડે છે. તમે આખા દિવસના ભોજનને ત્રણ ભાગમા વહેંચી શકો છો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. રાત્રીના સમયે તમારે ફક્ત ૪૫૦-૬૫૦ કેલરીયુક્ત ભોજનનુ સેવન જરૂરી છે, જો તમે આ નિશ્ચિત પ્રમાણ કરતા વધુ કેલરીવાળુ ભોજન કરો છો તો તમારે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

આ કારણોસર મોડી રાત્રે ભોજન લેવાથી બચવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા અને વજનને નિયંત્રિત કરવા માટે ખોરાક અને ઊંઘ વચ્ચે હમેંશા ૩ કલાકનુ અંતર જાળવી રાખવુ જોઈએ. અમારા પ્રિય વાચકો, તમે બધા કેમ છો? અને તમને અમારી માહિતી કેવી ગમી છે, અમને ટિપ્પણીમાં જણાવો જેથી અમે અમારી માહિતીને અમે વધુ સુધારી શકીએ અને તમને સારા સમાચાર જણાવી શકીએ. કૃપા કરી અમને કોમેન્ટ બોક્સમા તમારા મંતવ્ય જણાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત