અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂમાં અવરજવર કરવા માટે હવે જોઇએ આ સ્ટિકર, જાણો વધુ માહિતી નહિં તો…

છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોરોનાનો પોતાનો કહેર વરસાવ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો વધતો જ જાય છે. એટલું જ નહીં સંક્રમિત થયેલા લોકોને સારવાર માટે મોટી હાલાંકી ભોગવવી પડી છે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે આજથી 29 શહેરોમા રાત્રિ કર્ફ્યૂ લાદી દીધો છે. જેમાં જરૂરી સેવાઓ સિવાય બાકી બધું બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

image source

નાઈટ કરફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને ન અવર-જવર કરવાની પરવાનગી આપવામાં આવી છે. પણ આ જરૂરી સેવાના નામે લોકો કામ વગર ન ફરે એ માટે શહેર પોલીસે આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ માટે સ્ટીકર પ્રથા શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં આજથી 5મી મે સુધી દિવસ દરમિયાન પણ શોપિંગ સેન્ટર, દુકાનો, વાણિજ્યીક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લાઓ, ગુજરી બજાર, કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટર, જીમ, બાગ-બગીચા, વોટર પાર્ક, મોલ, એસેમ્બલી હોલ, APMC માર્કેટ સહિતની આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. પણ શાકમાર્કેટ ખૂલ્લાં રહેશે.

ક્રાઈમ બ્રાન્ચના જેસીપીએ જણાવ્યું હતું કે તારીખ 5મે સુધી રાતના 8થી સવાર 6 દરમિયાન કરફ્યુ યથાવત રહેશે.જાહેરનામાનું પાલન ન કરનારા વિરુદ્ધ ગુનો નોંધાશે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુંબઈમાં વાહન વ્યવહાર પર કાબુ મેળવવા પોલીસે ત્રણ પ્રકારના કલર કોડ જાહેર કર્યા હતા. ડોકટર, એમ્બ્યુલન્સ, મેડિકલ સપ્લાય, માટે લાલ કલર, ફળ, ફૂડ, શાકભાજી, જીવનાવશ્યક વસ્તુના વાહન માટે લીલા કલર, સરકારી અને અન્ય મહત્વની વ્યકિતના વાહન માટે પીળો કલર નક્કી કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં કંઈક આ પ્રમાણે સ્ટીકર પ્રથાનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે.

લાલ રંગ

image source

ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન, મેડિકલ સહિત આરોગ્ય સેવા સાથે જોડાયેલા લોકોએ લાલ રંગના સ્ટીકરનો ઉપયોગ કરવો પડશે

લીલો રંગ

image source

ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફ્રૂટ, દૂધ, પેકિંગ ફૂડ માટેના લોકો લીલા રંગના સ્ટીકરનો ઉપયોગ કરી શકશે

પીળો રંગ

image source

AMCના કર્મચારીઓ, ટોરેન્ટ પાવરના કર્મચારીઓ, ટેલિફોન સર્વિસ અને મીડિયાના કર્મીઓ પીળા રંગના સ્ટીકરનો ઉપયોગ કરશે

. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫ હજાર ૬૬૯ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૬ લોકોના મૃત્યુ થયા છે અને એકિટવ કેસની સંખ્યા વધીને ૫૧ હજાર ૯૦૫ ઉપર પહોંચી છે. મંગળવારે વધુ ૧ હજાર ૯૩૦ લોકોને રજા આપવામાં આવતા અત્યાર સુધી કુલ ૮૬ હજાર લોકો કોરોના મુકત થયા. તો મંગળવારે ૨૬ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨ હજાર ૭૭૩ લોકોના કોરોનાથી મરણ થયા થયા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના 14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!